gu_tw/bible/kt/pharisee.md

33 lines
2.4 KiB
Markdown

# ફરોશી, ફરોશીઓ
## તથ્યો:
ફરોશીઓ ઈસુના સમયમાં યહૂદી ધાર્મિક આગેવાનોનું એક મહત્ત્વનું શક્તિશાળી જૂથ હતું.
* તેઓમાંના ઘણા મધ્યમ વર્ગીય વેપારીઓ હતા અને કેટલાક યાજકો પણ હતા.
* બધા જ યહૂદી આગેવાનોમાં, ફરોશીઓ મૂસાના નિયમો અને બીજા યહૂદી નિયમો તથા પરંપરાઓ પાળવામાં સૌથી ચૂસ્ત હતા.
* યહૂદી લોકોને તેઓની આસપાસના બિનયહૂદીઓના પ્રભાવથી દૂર રાખવા વિષે તેઓ ખૂબ જ કાળજી ધરાવતા હતા.
“ફરોશી” નામ “અલગ કરવું” શબ્દ પરથી આવે છે.
* ફરોશીઓ મૃત્યુ પછીના જીવન વિષે માનતા હતા અને તેઓ દૂતોના તથા બીજા આત્મિક જીવોના અસ્તિત્વ વિષે પણ માનતા હતા.
* ફરોશીઓ તથા સાદૂકીઓએ સક્રિય રીતે ઈસુનો અને શરૂઆતના ખ્રિસ્તીઓનો વિરોધ કર્યો હતો.
(આ પણ જૂઓ: [ન્યાયસભા](../other/council.md), [યહૂદી આગેવાનો](../other/jewishleaders.md), [નિયમ](../kt/lawofmoses.md), [સાદૂકીઓ](../kt/sadducee.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરીતોનાં કૃત્યો 26:4-5](rc://gu/tn/help/act/26/04)
* [યોહાન 3:1-2](rc://gu/tn/help/jhn/03/01)
* [લૂક 11:43-44](rc://gu/tn/help/luk/11/43)
* [માથ્થી 3:7-9](rc://gu/tn/help/mat/03/07)
* [માથ્થી 5:19-20](rc://gu/tn/help/mat/05/19)
* [માથ્થી 9:10-11](rc://gu/tn/help/mat/09/10)
* [માથ્થી 12:1-2](rc://gu/tn/help/mat/12/01)
* [માથ્થી 12:38-40](rc://gu/tn/help/mat/12/38)
* [ફિલિપ્પી 3:4-5](rc://gu/tn/help/php/03/04)
## શબ્દ માહિતી:
* Strong's: G5330