gu_tw/bible/kt/peopleofgod.md

42 lines
4.5 KiB
Markdown

# ઈશ્વરના લોકો, મારા લોકો
## વ્યાખ્યા:
“ઈશ્વરના લોકો” શબ્દ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓને ઈશ્વરે પોતાની સાથે ખાસ સંબંધ રાખવા જગતમાંથી તેડ્યા છે.
* જ્યારે ઈશ્વર “મારા લોકો” કહે છે ત્યારે તેઓ જેઓને તેઓએ પસંદ કર્યા છે અને જેઓનો ઈશ્વર સાથે સંબંધ છે તે લોકો વિષે વાત કરે છે.
* ઈશ્વરના લોકોને ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે અને ઈશ્વરને પ્રસન્ન કરે તેવી રીતે જીવવા જગતમાંથી અલગ કરવામાં આવ્યા છે.
ઈશ્વર પોતાના લોકોને પોતાના બાળકો પણ કહે છે.
* જૂના કરારમાં, “ઈશ્વરના લોકો” શબ્દ ઇઝરાયલ દેશનો ઉલ્લેખ કરે છે કે જેને ઈશ્વર દ્વારા પસંદ કરાયો હતો અને તેમની સેવા કરવા તથા આજ્ઞાઓ પાળવા બીજા દેશોમાંથી અલગ કરાયો હતો.
* નવા કરારમાં, “ઈશ્વરના લોકો” શબ્દ ખાસ કરીને એ બધા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે અને જેઓને મંડળી કહેવામા આવે છે.
તેમાં યહૂદીઓ અને બિનયહૂદીઓ બંનેનો સમાવેશ થાય છે.
## અનુવાદ માટેના સૂચનો:
* “ઈશ્વરના લોકો” શબ્દનો અનુવાદ “ઈશ્વરની પ્રજા” અથવા તો “ઈશ્વરની આરાધના કરતા લોકો” અથવા તો “ઈશ્વરની સેવા કરતા લોકો” અથવા તો “ઈશ્વરની માલિકીના લોકો” તરીકે કરી શકાય.
* જ્યારે ઈશ્વર “મારા લોકો” શબ્દ વાપરે છે તો તેનો બીજો અનુવાદ “એવા લોકો કે જેઓને મેં પસંદ કર્યા છે” અથવા તો “મારી આરાધના કરતા લોકો” અથવા તો “મારી માલિકીના લોકો” એ રીતે કરી શકાય.
* તેવી જ રીતે, “તમારા લોકો” શબ્દનો અનુવાદ “તમારી માલિકીના લોકો” અથવા તો “એવા લોકો જેમણે તમારા બનવા પસંદ કર્યું” તરીકે કરી શકાય.
* વળી “તેમના લોકો” શબ્દનો અનુવાદ “તેમની માલિકીના લોકો” અથવા તો “ઈશ્વરે પોતાના બનાવવા માટે પસંદ કરેલા લોકો” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: [ઇઝરાયલ](../kt/israel.md), [લોકજાતિ](../other/peoplegroup.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 11:1-3](rc://gu/tn/help/1ch/11/01)
* [પ્રેરિતોનાં કૃત્યો 7:33-34](rc://gu/tn/help/act/07/33)
* [પ્રેરિતોનાં કૃત્યો 7:51-53](rc://gu/tn/help/act/07/51)
* [પ્રેરિતોનાં કૃત્યો 10:36-38](rc://gu/tn/help/act/10/36)
* [દાનિયેલ 9:24-25](rc://gu/tn/help/dan/09/24)
* [યશાયા 2:5-6](rc://gu/tn/help/isa/02/05)
* [યર્મિયા 6:20-22](rc://gu/tn/help/jer/06/20)
* [યોએલ 3:16-17](rc://gu/tn/help/jol/03/16)
* [મીખાહ 6:3-5](rc://gu/tn/help/mic/06/03)
* [પ્રકટીકરણ 13:7-8](rc://gu/tn/help/rev/13/07)
## શબ્દ માહિતી:
* Strong's: H430, H5971, G2316, G2992