gu_tw/bible/kt/pastor.md

29 lines
2.1 KiB
Markdown

# પાળક, પાળકો
## વ્યાખ્યા:
“પાળક” શબ્દ શબ્દશઃ રીતે “ઘેટાંપાળક” નો સમાનાર્થી શબ્દ છે.
કોઈ વ્યક્તિ કે જે એક વિશ્વાસીઓના જૂથનો આત્મિક આગેવાન છે તેના માટે તે શીર્ષક તરીકે વપરાય છે.
* અંગ્રેજી બાઇબલના અનુવાદોમાં, “પાળક” શબ્દ ફક્ત એક જ વાર એટલે કે એફેસીઓના પત્રમાં જોવા મળે છે.
બીજે બધે જ્યાં “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે તેનો આ સમાનર્થી શબ્દ છે.
* કેટલીક ભાષાઓમાં, “પાળક” માટેનો શબ્દ “ઘેટાંપાળક” માટેના શબ્દ સમાન છે.
* ઈસુનો ઉલ્લેખ “ઉત્તમ ઘેટાંપાળક” તરીકે કરવામાં જે શબ્દ વપરાયો છે તે આ જ શબ્દ છે.
## અનુવાદ માટેના સૂચનો:
* ભાષાંતર કરવાની ભાષામાં “ઘેટાંપાળક” માટે જે શબ્દ છે તે જ શબ્દ દ્વારા આ શબ્દનો અનુવાદ કરવો સૌથી શ્રેષ્ઠ રીત છે.
* આ શબ્દનો અનુવાદ કરવાની બીજી રીતોમાં “આત્મિક પાળક” અથવા તો “ખ્રિસ્તી પાળકિય આગેવાન” નો સમાવેશ થઈ શકે.
(આ પણ જૂઓ: [ઘેટાંપાળક](../other/shepherd.md), [ઘેટું](../other/sheep.md))
## બાઇબલના સંદર્ભો:
* [એફેસી 4:11-13](rc://gu/tn/help/eph/04/11)
## શબ્દ માહિતી:
* Strong's: H7462, G4166