gu_tw/bible/kt/parable.md

33 lines
2.5 KiB
Markdown

# દ્રષ્ટાંત, દ્રષ્ટાંતો
## વ્યાખ્યા:
“દ્રષ્ટાંત” શબ્દ સામાન્ય રીતે એક નાની વાર્તા અથવા તો પદાર્થપાઠનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ એક નૈતિક સત્ય સમજાવવા અથવા તો શીખવવા થાય છે.
* ઈસુએ પોતાના શિષ્યોને શીખવવા દ્રષ્ટાંતોનો ઉપયોગ કર્યો.
જો કે તેમણે લોકોના ટોળાઓને પણ દ્રષ્ટાંતો કહ્યાં, તો પણ તેમણે હંમેશાં દ્રષ્ટાંતની સમજણ આપી નહિ.
* દ્રષ્ટાંતનો ઉપયોગ એક તરફ ફરોશીઓ જેવા લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરતાં ન હતા તેઓથી સત્યને છુપાવવા તો બીજી તરફ પોતાના શિષ્યોને સત્ય પ્રગટ કરવા કરી શકાતો હતો.
* નાથાન પ્રબોધકે દાઉદ રાજાને તેનું ભયંકર પાપ બતાવવા એક દ્રષ્ટાંત કહ્યું હતું.
* ભલા સમરૂનીની વાર્તા એક દ્રષ્ટાંત કે જે વાર્તા છે તેનું ઉદાહરણ છે.
ઈસુએ જૂની તથા નવી મશકોની સરખામણી કરી તે દ્રષ્ટાંતનું એક ઉદાહરણ છે. શિષ્યોને ઈસુનું શિક્ષણ સમજવામાં મદદ કરવા તે એક પદાર્થપાઠ હતો.
(આ પણ જૂઓ: [સમરૂન](../names/samaria.md))
## બાઇબલના સંદર્ભો:
* [લૂક 5:36](rc://gu/tn/help/luk/05/36)
* [લૂક 6:39-40](rc://gu/tn/help/luk/06/39)
* [લૂક 8:4-6](rc://gu/tn/help/luk/08/04)
* [લૂક 8:9-10](rc://gu/tn/help/luk/08/09)
* [માર્ક 4:1-2](rc://gu/tn/help/mrk/04/01)
* [માથ્થી 13:3-6](rc://gu/tn/help/mat/13/03)
* [માથ્થી 13:10-12](rc://gu/tn/help/mat/13/10)
* [માથ્થી 13:13-14](rc://gu/tn/help/mat/13/13)
## શબ્દ માહિતી:
* Strong's: H1819, H4912, G3850, G3942