gu_tw/bible/kt/nazirite.md

35 lines
3.0 KiB
Markdown

# નાજીરી, નાજીરીઓ, નાજીરવ્રત
## તથ્યો:
“નાજીરી” શબ્દ એક વ્યક્તિ કે જેણે “નાજીરવ્રત” લીધું છે તેનો ઉલ્લેખ કરે છે.
મહદ્દઅંશે પુરુષો આ વ્રત લેતા હતા, પણ સ્ત્રીઓ પણ તે લઈ શકતી હતી.
* નાજીરવ્રત લેનાર વ્યક્તિ તે વ્રત પૂરું કરવાના નિયત સમયગાળા દરમ્યાન દ્રાક્ષાનો બનાવેલો ખોરાક કે પીણું ન લેવા પ્રતિજ્ઞા લેતી હતી.
આ સમયગાળા દરમ્યાન તેણે વાળ પણ કપાવવાના ન હતા અને મૃતદેહ પાસે જવાનું ન હતું.
* જ્યારે નિયત સમયગાળો પૂરો થતો અને વ્રત પૂરું થતું ત્યારે, નાજીરી યાજક પાસે જતો અને અર્પણ કરતો.
ત્યારે તેના વાળ કાપવામાં આવતા અને બાળી નાખવામાં આવતા.
બીજા બધા પ્રતિબંધો પણ દૂર કરવામાં આવતા હતા.
* સામસૂન જૂના કરારનો પ્રસિદ્ધ માણસ છે કે જેણે નાજીરીવ્રત લીધું હતું.
* યોહાન બાપ્તિસ્મીનો જન્મ ઘોષિત કરનાર દૂતે ઝખાર્યાને કહ્યું કે તેનો પુત્ર દ્રાક્ષાસવ નહિ પીએ કે જે કદાચને દર્શાવે છે કે યોહાન નાજીરીવ્રત હેઠળ હતો.
* પ્રેરિતોનાં કૃત્યોના એક શાસ્ત્રભાગ અનુસાર પાઉલ પ્રેરિતે પણ એક સમયે આ વ્રત લીધું હશે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [યોહાન (બાપ્તિસ્મી)](../names/johnthebaptist.md), [બલિદાન](../other/sacrifice.md), [સામસૂન](../names/samson.md), [વ્રત](../kt/vow.md), [ઝખાર્યા)
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 18:18-19](../names/zechariahot.md)
* [આમોસ 2:11-12](rc://gu/tn/help/act/18/18)
* [ન્યાયાધીશો 13:3-5](rc://gu/tn/help/amo/02/11)
* [ગણના 6:1-4](rc://gu/tn/help/jdg/13/03)
## શબ્દ માહિતી:
* Strong's: H5139