gu_tw/bible/kt/mosthigh.md

35 lines
2.2 KiB
Markdown

# અતિ ઉચ્ચ, સર્વોચ્ચ
## તથ્યો:
“સર્વોચ્ચ” શબ્દ ઈશ્વરનું એક શીર્ષક છે.
તે તેમની મહાનતા અથવા તો અધિકાર સૂચવે છે.
* આ શબ્દનો અર્થ “સાર્વભૌમ” અથવા તો “પરમ” શબ્દોના અર્થ સમાન છે.
* આ શીર્ષકમાં “ઉચ્ચ” શબ્દ ભૌતિક ઊંચાઈ કે અંતરનો ઉલ્લેખ કરતો નથી.
તે મહાનતાનો ઉલ્લેખ કરે છે.
## અનુવાદ માટેના સૂચનો:
* આ શબ્દનો અનુવાદ “અતિ ઉચ્ચ ઈશ્વર” અથવા તો “સર્વોચ્ચ વ્યક્તિ” અથવા તો “ઈશ્વર કે જેઓ પરમ છે” અથવા તો “સૌથી મહાન” અથવા તો “ઈશ્વર કે જેઓ સર્વ કરતા મહાન છે” એ રીતે પણ કરી શકાય.
* જો “ઉચ્ચ” જેવો શબ્દ વાપરવામાં આવે તો ધ્યાન રાખો કે તે ભૌતિક અર્થમાં ઊંચા કે ઉચ્ચ એવો અર્થ વ્યક્ત ન કરતો હોય.
(આ પણ જૂઓ: [ઈશ્વર](../kt/god.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 7:47-50](rc://gu/tn/help/act/07/47)
* [પ્રેરિતોના કૃત્યો 16:16-18](rc://gu/tn/help/act/16/16)
* [દાનિયેલ 4:17-18](rc://gu/tn/help/dan/04/17)
* [પુનર્નિયમ 32:7-8](rc://gu/tn/help/deu/32/07)
* [ઉત્પત્તિ 14:17-18](rc://gu/tn/help/gen/14/17)
* [હિબ્રૂ 7:1-3](rc://gu/tn/help/heb/07/01)
* [હોશિયા 7:16](rc://gu/tn/help/hos/07/16)
* [યર્મિયાનો વિલાપ 3:34-36](rc://gu/tn/help/lam/03/34)
* [લૂક 1:30-33](rc://gu/tn/help/luk/01/30)
## શબ્દ માહિતી:
* Strong's: H5945, G5310