gu_tw/bible/kt/minister.md

30 lines
3.4 KiB
Markdown

# સેવા આપવી, સેવા
## વ્યાખ્યા:
બાઇબલમાં, “સેવા” શબ્દ બીજાઓને ઈશ્વર વિષે શીખવવા દ્વારા અને તેમની આત્મિક જરૂરિયાતો માટે કાળજી કરવા દ્વારા સેવા કરવાનો ઉલ્લેખ કરે છે.
* જૂના કરારમાં, યાજકો ભક્તિસ્થાનમાં બલિદાનો આપવા દ્વારા ઈશ્વરની સેવા કરતા હતા.
* તેઓની “સેવામાં” ભક્તિસ્થાનની સંભાળ રાખવાનો અને લોકો તરફથી ઈશ્વરને પ્રાર્થનાઓ કરવાનો સમાવેશ થતો હતો.
* લોકોને “સેવા આપવાના” કાર્યમાં લોકોને ઈશ્વર વિષે શીખવવા દ્વારા તેઓની આત્મિક રીતે સેવા કરવાનો સમાવેશ થઈ શકે.
* તે લોકોની શારીરિક સેવા કરવાનો ઉલ્લેખ પણ કરી શકે છે, જેમ કે ગરીબોને ખોરાક પૂરો પાડવો અને બીમારોની કાળજી કરવી.
## અનુવાદ માટેના સૂચનો:
* લોકોની સેવા કરવાના સંદર્ભમાં, “સેવા આપવી”નો અનુવાદ “સેવા કરવી” અથવા તો “કાળજી લેવી” અથવા તો “જરૂરિયાતો પૂરી પાડવી” તરીકે પણ કરી શકાય.
* જ્યારે ભક્તિસ્થાનમાં સેવા આપવાનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે, “સેવા આપવી” શબ્દનો અનુવાદ “ભક્તિસ્થાનમાં ઈશ્વરની સેવા કરવી” અથવા તો “લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા” તરીકે કરી શકાય.
* ઈશ્વરની સેવા કરવાના સંદર્ભમાં, આનો અનુવાદ “સેવા કરવી” અથવા તો “ઈશ્વર માટે કામ કરવું” એ રીતે કરી શકાય.
* “સેવા કરી” શબ્દસમૂહનો અનુવાદ “કાળજી લીધી” અથવા તો “પૂરું પાડ્યું” અથવા તો “મદદ કરી” તરીકે પણ થઈ શકે.
(આ પણ જૂઓ: [સેવા કરવી](../other/servant.md), [બલિદાન](../other/sacrifice.md))
## બાઇબલના સંદર્ભો:
* [2 શમુએલ 20:23-26](rc://gu/tn/help/2sa/20/23)
* [પ્રેરિતોના કૃત્યો 6:2-4](rc://gu/tn/help/act/06/02)
* [પ્રેરિતોના કૃત્યો 21:17-19](rc://gu/tn/help/act/21/17)
## શબ્દ માહિતી:
* Strong's: H6399, H8120, H8334, H8335, G1247, G1248, G1249, G2023, G2038, G2418, G3008, G3009, G3010, G3011, G3930, G5256, G5257, G5524