gu_tw/bible/kt/mercy.md

6.1 KiB

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

  • “દયા” શબ્દમાં લોકોએ કશુંક ખોટું કર્યું હોય તો તમને શિક્ષા ન કરવાનો અર્થ પણ સમાયેલો છે.
  • જ્યારે એક શક્તિશાળી વ્યક્તિ જેમકે એક રાજા લોકોને નુકસાન પહોંચાડવાને બદલે તેઓ સાથે માયાળુપણે વર્તે છે ત્યારે તેને “દયાળુ” કહેવામાં આવે છે.
  • દયાળુ હોવાનો અર્થ કોઈ વ્યક્તિ કે જેણે આપણી વિરુદ્ધ કંઈક ખોટું કર્યું હોય તેને માફ કરવાનો પણ છે.
  • જ્યારે આપણે જેઓ ખૂબ જ જરૂરિયાતમાં છે તેઓને મદદ કરીએ છીએ ત્યારે આપણે દયા દાખવીએ છીએ.
  • ઈશ્વર આપણી પ્રત્યે દયાળુ છે, અને તેઓ ઈચ્છે છે કે આપણે બીજાઓ પ્રત્યે દયાળુ બનીએ.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભને ધ્યાનમાં રાખતા “દયા”નો અનુવાદ “ભલાઈ” અથવા તો “કરુણા” અથવા તો “રહેમ” તરીકે કરી શકાય.
  • “દયાળુ” શબ્દનો અનુવાદ “દયા કરવી” અથવા તો “કોઈક પ્રત્યે ભલા હોવું” અથવા તો “માફ કરવું” તરીકે કરી શકાય.
  • “દયા બતાવવી” અથવા તો “દયા કરવી”નો અનુવાદ “માયાળુપણે વર્તવું” અથવા તો “કરુણામય હોવું” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 19:16 તેઓ (પ્રબોધકો) બધાએ લોકોને મૂર્તિપૂજા કરવાનું બંધ કરવા અને બીજાઓ પ્રત્યે ન્યાય તથા દયા દર્શાવવા કહ્યું.
  • 19:17 તે (યર્મિયા) કૂવાના તળિયે રહેલા કાદવમાં ખૂંપી ગયો, પણ પછી રાજાએ તેના પર દયા કરી અને તેણે યર્મિયા મરી જાય તે પહેલાં તેને બહાર કાઢવા પોતાના ચાકરોને આજ્ઞા કરી.
  • 20:12 ઈરાનનું સામ્રાજ્ય શક્તિશાળી હતું તો પણ તેણે જીતેલા લોકો પ્રત્યે તે દયાળુ હતું.
  • 27:11 પછી ઈસુએ નિયમના નિષ્ણાંતને પૂછ્યું, “તને શું લાગે છે?

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

  • 32:11 પણ ઈસુએ તેને કહ્યું, “ના, મારી ઈચ્છા છે કે તું ઘરે જાય અને ઈશ્વરે તારા માટે જે બધું કર્યું છે અને કેવી રીતે તેઓએ તારા પર દયા કરી છે તે વિષે તારા મિત્રો તથા કુટુંબને જણાવે.
  • 34:9 “પણ કર ઉઘરાવનાર ધાર્મિક આગેવાનથી દૂર ઊભો રહ્યો અને આકાશ તરફ જોયું પણ નહિ. તેને બદલે, તેણે છાતી કૂટીને પ્રાર્થના કરી, ‘ઈશ્વર, મારા પર દયા કરો કારણકે હું પાપી છું.’”

શબ્દ માહિતી:

  • Strong's: H2551, H2603, H2604, H2616, H2617, H2623, H3722, H3727, H4627, H4819, H5503, H5504, H5505, H5506, H6014, H7349, H7355, H7356, H7359, G1653, G1655, G1656, G2433, G2436, G3628, G3629, G3741, G4698