gu_tw/bible/kt/manna.md

3.0 KiB

માન્ના

વ્યાખ્યા:

માન્ના સફેદ દાણાના જેવો ખોરાક હતો કે જે ઈશ્વરે ઇઝરાયલીઓને તેઓ ઈજીપ્ત દેશમાંથી નીકળ્યા ત્યાર બાદ અરણ્યના 40 વર્ષના વસવાટ દરમ્યાન ખાવા માટે પૂરો પાડ્યો.

  • માન્ના સફેદ પાપડી જેવું દેખાતું હતું કે જે દર સવારે ઝાકળ નીચે જમીન પર મળતું હતું.

તે મધની જેમ ગળ્યું લાગતું હતું.

  • ઇઝરાયલીઓ વિશ્રામવાર સિવાય દરરોજ માન્નાની પાપડીઓ એકઠી કરતા હતા.
  • વિશ્રામવારની અગાઉના દિવસે, ઈશ્વરે ઇઝરાયલીઓને બમણું માન્ના એકઠું કરવા કહ્યું હતું કે જેથી તેઓએ તેમના આરામના દિવસે તે એકઠું કરવું ન પડે.
  • “માન્ના” શબ્દનો અર્થ “એ શું છે?” એવો થાય છે.
  • બાઇબલમાં, માન્નાનો ઉલ્લેખ “સ્વર્ગમાંથી આપવામાં આવેલી રોટલી” અને “સ્વર્ગમાંથી આપવામાં આવેલો ખોરાક” તરીકે પણ કરવામાં આવ્યો છે.

અનુવાદ માટેના સૂચનો

  • આ શબ્દનો અનુવાદ બીજી આ રીતે થઈ શકે કે “સફેદ પાતળી પાપડીનો ખોરાક” અથવા તો “સ્વર્ગથી આવેલો ખોરાક”.
  • સ્થાનિક અથવા તો રાષ્ટ્રીય ભાષાના બાઇબલ અનુવાદમાં આ શબ્દનો અનુવાદ કેવી રીતે થયો છે તેને પણ તપાસો.

(આ જૂઓ: અજ્ઞાત બાબતોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: રોટલી, અરણ્ય, દાણા, સ્વર્ગ, વિશ્રામવાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4478, G3131