gu_tw/bible/kt/lord.md

73 lines
10 KiB
Markdown

# પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો
## વ્યાખ્યા:
આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.
* ઈસુનો ઉલ્લેખ કરતી વખતે અથવા ગુલામોના માલિકની વાત કરતી વખતે આ શબ્દનો ઘણીવાર "માલીક" તરીકે અનુવાદ કરવામાં આવે છે.
* કેટલાક અંગ્રેજી આવૃતીઓ આ શબ્દ "સાહેબ" તરીકે અનુવાદિત કરે છે જ્યાં કોઈ નમ્રતાપૂર્વક ઉચ્ચસ્થિતિવાળા વ્યક્તિના સંદર્ભમાં સંબોધન કરે છે.
જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)
* જૂના કરારમાં, આ શબ્દનો ઉપયોગ " સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર" અથવા "પ્રભુ યહોવા" અથવા "યહોવા અમારા પ્રભુ" જેવી અભિવ્યક્તિમાં પણ થાય છે.
* નવા કરારમાં, પ્રેરિતોએ આ શબ્દનો ઉપયોગ "પ્રભુ ઈસુ" અને "પ્રભુ ઈસુ ખ્રિસ્ત" જેવા શબ્દોમાં કર્યો છે, જે જણાવે છે કે ઇસુ પ્રભુ છે.
* નવા કરારમાં "પ્રભુ" શબ્દનો ઉપયોગ ઈશ્વરના સીધા સંદર્ભ તરીકે એકલા કરવામાં આવે છે, ખાસ કરીને જૂના કરારમાંના અવતરણમાં.
ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."
* યુએલબી અને યુડીબીમાં, "પ્રભુ" શીર્ષકનો ઉપયોગ ફક્ત હેબ્રી અને ગ્રીક શબ્દનો અનુવાદ કરવા માટે થાય છે જેનો અર્થ "પ્રભુ" થાય છે. જેમ ઘણા અનુવાદોમાં થાય છે તેમ ઈશ્વરના નામ (યહોવા) ના ભાષાંતર તરીકે ક્યારેય ઉપયોગમાં લેવાતો નથી,
* કેટલીક ભાષાઓ "પ્રભુ" ને "માલીક" અથવા "શાસક" અથવા અન્ય કોઈ શબ્દ જે માલિકી અથવા સર્વોચ્ચ શાસનને દર્શાવતા હોય તે અનુસાર અનુવાદ કરે છે.
* યોગ્ય સંદર્ભોમાં, ઘણા અનુવાદો, આ શબ્દનો પ્રથમ મોટો અક્ષર વાચકને સ્પષ્ટ કરે છે કે તે ઈશ્વરનો ઉલ્લેખ કરનાર શીર્ષક છે.
* નવા કરારમાં સ્થાનોમાં જ્યાં જૂના કરારના અવતરણ છે, "પ્રભુ ઈશ્વર" શબ્દનો ઉપયોગ તેને સ્પષ્ટ કરવા માટે થઈ શકે છે કે આ ઈશ્વરનો સંદર્ભ છે.
## અનુવાદ માટેનાં સૂચનો:
* આ શબ્દનો અનુવાદ જ્યારે તે ગુલામોના માલિકની વાત કરે છે ત્યારે "માલીક" ની સમકક્ષ કરી શકાય છે
નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.
* જ્યારે તે ઈસુને ઉલ્લેખ કરે છે, જો સંદર્ભ દર્શાવે છે કે વક્તા તેને ધાર્મિક શિક્ષક તરીકે જુએ છે, તો ધાર્મિક શિક્ષક માટે એક આદરણીય સંબોધન સાથે અનુવાદ કરી શકાય છે. , જેમ કે "સાહેબ."
* જો ઇસુને સંબોધતી વ્યક્તિ તેને ઓળખતી ન હોય, તો "પ્રભુ" ને આદરપૂર્ણ સ્વરૂપ સાથે અનુવાદિત કરી શકાય છે જેમ કે "સ્વામી." આ ભાષાંતરનો ઉપયોગ અન્ય સંદર્ભો માટે પણ કરવામાં આવશે જેમાં વ્યક્તિને નમ્ર સ્વરૂપે સંબોધન કરવામાં આવે છે.
* પિતા અથવા ઈસુને ઈશ્વરનો સંદર્ભ આપતા, આ શબ્દ એક શીર્ષક માનવામાં આવે છે, જે અંગ્રેજીમાં "પ્રભુ" (મોટા અક્ષરો) તરીકે લખાય છે.
(આ પણ જુઓ: [ઈશ્વર](../kt/god.md), [ઈસુ](../kt/jesus.md), [શાસક](../other/ruler.md), [યહોવા](../kt/yahweh.md))
## બાઇબલના સંદર્ભો:
* [ઉત્પત્તિ 39:1-2](rc://gu/tn/help/gen/39/01)
* [યહોશુઆ 3:9-11](rc://gu/tn/help/jos/03/09)
* [ગીતશાસ્ત્ર 86:15-17](rc://gu/tn/help/psa/086/015)
* [યર્મિયા 27:1-4](rc://gu/tn/help/jer/27/01)
* [યર્મિયાનો વિલાપ 2:1-2](rc://gu/tn/help/lam/02/01)
* [હઝકિયેલ 18:29-30](rc://gu/tn/help/ezk/18/29)
* [દાનિયેલ 9:9-11](rc://gu/tn/help/dan/09/09)
* [દાનિયેલ 9:17-19](rc://gu/tn/help/dan/09/17)
* [માલાખી 3:1-3](rc://gu/tn/help/mal/03/01)
* [માથ્થી 7:21-23](rc://gu/tn/help/mat/07/21)
* [લુક 1:30-33](rc://gu/tn/help/luk/01/30)
* [લુક 16:13](rc://gu/tn/help/luk/16/13)
* [રોમન 6:22-23](rc://gu/tn/help/rom/06/22)
* [એફેસી 6:9](rc://gu/tn/help/eph/06/09)
* [ફિલિપી 2:9-11](rc://gu/tn/help/php/02/09)
* [કલોસી 3:22-25](rc://gu/tn/help/col/03/22)
* [હિબ્રુ 12:14-17](rc://gu/tn/help/heb/12/14)
* [યાકૂબ 2:1-4](rc://gu/tn/help/jas/02/01)
* [1 પિતર 1:3-5](rc://gu/tn/help/1pe/01/03)
* [યહુદા 1:5-6](rc://gu/tn/help/jud/01/05)
* [પ્રકટીકરણ 15:3-4](rc://gu/tn/help/rev/15/03)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[25:5](rc://gu/tn/help/obs/25/05)__ પરંતુ ઈસુએ શાસ્ત્રવચનોમાંથી અવતરણ ટાંકીને શેતાનને જવાબ આપ્યો. તેમણે કહ્યું, "ઈશ્વરના વચનમાં, તેમણે પોતાના લોકોને આજ્ઞા આપી છે, 'તમારા દેવ __પ્રભુ__ નું પરીક્ષણ ન કરો.'"
* __[25:7](rc://gu/tn/help/obs/25/07)__ ઈસુએ જવાબ આપ્યો, "મારાથી દૂર રહે, શેતાન! ઇશ્વરના વચનમાં તેણે પોતાના લોકોને આજ્ઞા આપી છે, 'ફક્ત તમારા પ્રભુ દેવની જ પૂજા કરો અને તેની જ સેવા કરો.' "
* __[26:3](rc://gu/tn/help/obs/26/03)__ આ __પ્રભુનું__ માન્ય વર્ષ છે.
* __[27:2](rc://gu/tn/help/obs/27/02)__ શાસ્ત્રીએ જવાબ આપ્યો કે ઇશ્વરનો નિયમ કહે છે, "તમારા પ્રભુ દેવ પર તમારા ખરા હૃદયથી, આત્માથી, શક્તિથી અને મનથી પ્રેમ કરો."
* __[31:5](rc://gu/tn/help/obs/31/05)__ પછી પિતરે ઈસુને કહ્યું, "__સ્વામી__, જો તે તમે જ છો, તો મને પાણી પર ચાલીને તમારી પાસે આવવા માટે આજ્ઞા આપો"
* __[43:9](rc://gu/tn/help/obs/43/09)__ "પરંતુ ચોક્કસ જાણો કે ઈશ્વરે ઇસુને __પ્રભુ__ અને મસીહ બન્ને બનાવ્યા છે!"
* __[47:3](rc://gu/tn/help/obs/47/03)__ આ દુષ્ટાત્માના માધ્યમથી તેણે લોકો માટે ભવિશ્યની આગાહી કરી, તેણીએ તેના __માલીકો__ માટે એક ભવિષ્યવેત્તા તરીકે ખૂબ પૈસા કમાવી આપ્યા.
* __[47:11](rc://gu/tn/help/obs/47/11)__ પાઉલે જવાબ આપ્યો, "ઈસુ __સ્વામી__ માં વિશ્વાસ કરો, , અને તમે અને તમારું કુટુંબ બચાવી લેવામાં આવશે."
## શબ્દ માહિતી:
* Strong's: H113, H136, H1167, H1376, H4756, H7980, H8323, G203, G634, G962, G1203, G2962