gu_tw/bible/kt/life.md

69 lines
8.6 KiB
Markdown

# જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત
## વ્યાખ્યા:
આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે.
તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે.
"ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.
### 1. ભૌતિક જીવન
* ભૌતિક જીવન એ તો શરીરમાં આત્માની હાજરી છે.
ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.
* "જીવન" એ વ્યક્તિગત વ્યક્તિનો પણ ઉલ્લેખ કરે છે જેમ "જીવન બચી ગયું" માં છે તેમ.
* કેટલીકવાર "જીવન" શબ્દ જીવવાના અનુભવનો ઉલ્લેખ કરે છે જેમ, તેનું જીવન આનંદપ્રદ હતું" માં છે તેમ.
* તે વ્યક્તિના જીવનકાળનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેના જીવનનો અંત" અભિવ્યક્તિમાં છે તેમ.
* "જીવંત" શબ્દ શારીરિક રીતે જીવંતનો ઉલ્લેખ કરે છે, જેમ "મારા માતા હજુ પણ જીવે છે" માં છે તેમ.
તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.
* બાઈબલમાં, "જીવન" નો ખ્યાલ "મરણ" ના ખ્યાલ કરતાં વિપરીત છે.
### 2. આત્મિક જીવન
* જ્યારે વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે ત્યારે તેની પાસે આત્મિક જીવન હોય છે અને પવિત્ર આત્માને તેનામાં રહેવા દઈને ઈશ્વર તે વ્યક્તિને પરિવર્તિત જીવન આપે છે.
* આ જીવનને તેનો કોઈ અંત નથી તે દર્શાવવા તેને "અનંતજીવન" પણ કહેવાય છે.
* આત્મિક જીવનનું વિરુદ્ધાર્થી આત્મિક મરણ છે, જેનો અર્થ ઈશ્વરથી અલગ અને અનંતકાળની શિક્ષા અનુભવવી તેમ થાય છે.
## અનુવાદ માટેના સૂચનો:
* સનદ્ર્ભ્ને આધારે, "જીવન" નું અનુવાદ "અસ્તિત્વ" અથવા "વ્યક્તિ" અથવા "આત્મા" અથવા "અસ્તિત્વ ધરાવનાર" અથવા "અનુભવ" એમ કરી શકાય.
* "જીવવું" શબ્દનું અનુવાદ "રહેવું" અથવા "માં નિહિત હોવું" અથવા "ટકી રહેવું" દ્વારા કરી શકાય.
* "તેના જીવનનો અંત" અભિવ્યક્તિનું અનુવાદ "જ્યારે તેણે જીવવાનું બંધ કર્યું" તરીકે કરી શકાય.
* "તેમના જીવનોને છોડી દો" અભિવ્યક્તિનું અનુવાદ "તેમને જીવવા માટે મંજૂરી આપો" અથવા "તેમની હત્યા ન કરશો" એમ કરી શકાય.
* "તેમણે પોતાના જીવનો જોખમમાં નાખ્યા" અભિવ્યક્તિનું અનુવાદ "તેમણે પોતાને જોખમમાં મૂક્યા" અથવા "તેમણે એવું કંઈક કર્યું જે તેમના જીવનને ખતમ કરી શક્યું હોત" એમ કરી શકાય.
* જ્યારે બઈબલનું વચન આત્મિક રીતે જીવવાની વાત કરે છે ત્યારે, સંદર્ભને આધારે "જીવન" નું અનુવાદ "આત્મિક જીવન" એમ કરી શકાય.
* "આત્મિક જીવન" નો ખ્યાલનું અનુવાદ "ઈશ્વર આપણને આપણાં આત્મામાં જીવંત બનાવે છે" અથવા "ઈશ્વરના આત્મા દ્વારા નવું જીવન" અથવા "આપણાં આંતરિક જીવનમાં જીવંત બનાવવામાં આવેલા" એમ કરી શકાય.
* સંદર્ભને આધારે, "જીવન આપવું" નું અનુવાદ "જીવવાનું કારણ આપવું" અથવા "અનંતજીવન આપવું" અથવા "અનંતકાળિક રીતે જીવવાનું કારણ આપવું" એમ કરી શકાય.
(આ પણ જુઓ: [મરણ](../other/death.md), [અનંતકાળિક](../kt/eternity.md))
## બાઈબલના સંદર્ભો:
* [2 પિત્તર 1:3-4](rc://gu/tn/help/2pe/01/03)
* [પ્રેરિતોના કૃત્યો 10:42-43](rc://gu/tn/help/act/10/42)
* [ઉત્પત્તિ 2:7-8](rc://gu/tn/help/gen/02/07)
* [ઉત્પત્તિ 7:21-22](rc://gu/tn/help/gen/07/21)
* [હિબ્રૂઓ 10:19-22](rc://gu/tn/help/heb/10/19)
* [યર્મિયા 44:1-3](rc://gu/tn/help/jer/44/01)
* [યોહાન 1:4-5](rc://gu/tn/help/jhn/01/04)
* [ન્યાયાધીશો 2:18-19](rc://gu/tn/help/jdg/02/18)
* [લૂક 12:22-23](rc://gu/tn/help/luk/12/22)
* [માથ્થી 7:13-14](rc://gu/tn/help/mat/07/13)
## બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:
* __[1:10](rc://gu/tn/help/obs/01/10)__ તેથી ઈશ્વરે થોડી માટી લીધી, તેની માણસમાં રચના કરી, અને શ્વાસ ફૂંક્યો __જીવનનો__ તેનામાં.
* __[3:1](rc://gu/tn/help/obs/03/01)__ ઘણાં લાંબા સમય પછી, ઘણા લોકો __જીવી__ રહ્યા હતા જગતમાં.
* __[8:13](rc://gu/tn/help/obs/08/13)__ જ્યારે યુસફના ભાઈઓ ઘરે પરત ફર્યા અને તેમના પિતા, યાકુબને કહ્યું કે, યુસાફ હજુ __જીવંત છે__, ત્યારે તે ખૂબ ખુશ હતો.
* __[17:9](rc://gu/tn/help/obs/17/09)__ જો કે, તેના અંત સમયે (દાઉદના)__જીવનના__ તેણે ઈશ્વરની આગળ ભયંકર પાપ કર્યું.
* __[27:1](rc://gu/tn/help/obs/27/01)__ એક દિવસ, યહૂદી નિયમનો નિષ્ણાત ઈસુની કસોટી કરવા તેમની પાસે આવ્યો, તેણે પૂછ્યું કે, "શિક્ષક, અનંત __જીવનનો વારસો પામવા મારે શું કરવું__?"
* __[35:5](rc://gu/tn/help/obs/35/05)__ ઈસુએ પ્રત્યુત્તર આપ્યો, "હું પુનરુત્થાન તથા __જીવન છું__."
* __[44:5](rc://gu/tn/help/obs/44/05)__ "તમે એ લોકો છો કે જેઓએ રોમન રાજ્યપાલને ઈસુની હત્યા કરવા કહેતા હતા. તમે મારી નાખ્યા છે __જીવનના લેખકેને__ , પરંતુ ઈશ્વરે તેમણે મરણમથી ઉઠાડ્યા છે."
## શબ્દ માહિતી:
* Strong's: H1934, H2416, H2417, H2421, H2425, H5315, G198, G222, G227, G806, G590