gu_tw/bible/kt/jesus.md

77 lines
8.5 KiB
Markdown

# ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ
## સત્યો:
ઈસુ દેવનો પુત્ર છે.
“ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.”
“ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.
* મોટેભાગે “ઈસુ ખ્રિસ્ત” અથવા “ખ્રિસ્ત ઈસુ” તે બે નામો સંયુક્ત કરવામાં આવે છે.
આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.
* ચમત્કારિક રીતે, દેવનો અનંત દીકરો મનુષ્ય તરીકે જન્મ્યો.
એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.
* ઈસુએ ઘણા ચમત્કારો કર્યા કે જે પ્રગટ કરે છે કે તે ઈશ્વર છે અને તેજ ખ્રિસ્ત, અથવા મસીહા છે.
## ભાષાંતરના સૂચનો:
* ઘણી ભાષાઓમાં “ઈસુ” અને “ખ્રિસ્ત” ની જોડણી એવી રીતે કરવામાં આવી છે કે તે શક્ય રીતે અસલ જોડણીમાં રાખી શકાય.
ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.
* “ખ્રિસ્ત” શબ્દ માટે કદાચ કેટલાક અનુવાદકો ફક્ત “મસીહા” શબ્દ વાપરવાનું પસંદ કરે છે.
* એ પણ ધ્યાન રાખવું કે આ નામોની જોડણી નજીકની સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે કરવામાં આવી છે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ખ્રિસ્ત](../kt/christ.md), [દેવ](../kt/god.md), [ઈશ્વરપિતા](../kt/godthefather.md), [પ્રમુખ યાજક](../kt/highpriest.md), [દેવનું રાજ્ય](../kt/kingdomofgod.md), [મરિયમ](../names/mary.md), [બચાવનાર](../kt/savior.md), [દેવનો પુત્ર](../kt/sonofgod.md))
## બાઇબલના કલમો:
* [1કરિંથી 6:9-11](rc://gu/tn/help/1co/06/09)
* [1 યોહાન 2:1-3](rc://gu/tn/help/1jn/02/01)
* [1 યોહાન 4:15-16](rc://gu/tn/help/1jn/04/15)
* [1 તિમોથી 1:1-2](rc://gu/tn/help/1ti/01/01)
* [2 પિતર 1:1-2](rc://gu/tn/help/2pe/01/01)
* [2 થેસ્સલોનિકી 2:13-15](rc://gu/tn/help/2th/02/13)
* [2 તિમોથી 1:8-11](rc://gu/tn/help/2ti/01/08)
* [પ્રેરિતો 2:22-24](rc://gu/tn/help/act/02/22)
* [પ્રેરિતો 5:29-32](rc://gu/tn/help/act/05/29)
* [પ્રેરિતો 10:36-38](rc://gu/tn/help/act/10/36)
* [હિબ્રૂ 9:13-15](rc://gu/tn/help/heb/09/13)
* [હિબ્રૂ 10:19-22](rc://gu/tn/help/heb/10/19)
* [લૂક 24:19-20](rc://gu/tn/help/luk/24/19)
* [માથ્થી 1:20-21](rc://gu/tn/help/mat/01/20)
* [માથ્થી 4:1-4](rc://gu/tn/help/mat/04/01)
* [ફિલિપ્પી 2:5-8](rc://gu/tn/help/php/02/05)
* [ફિલિપ્પી 2:9-11](rc://gu/tn/help/php/02/09)
* [ફિલિપ્પી 4:21-23](rc://gu/tn/help/php/04/21)
* [પ્રકટીકરણ 1:4-6](rc://gu/tn/help/rev/01/04)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[22:4](rc://gu/tn/help/obs/22/04)__ દૂતે કહ્યું, “તને ગર્ભ રહેશે અને પુત્રને જન્મ દેશે.
તું તેનું નામ __ઈસુ__ પાડશે અને તે મસીહા કહેવાશે.”
* __[23:2](rc://gu/tn/help/obs/23/02)__ "તેનું નામ __ઈસુ__ રાખજે (જેનો અર્થ, ‘યહોવા બચાવે છે'), કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવશે."
* __[24:7](rc://gu/tn/help/obs/24/07)__ જેથી __ઈસુ__ એ કદી પાપ કર્યું નહોતું છતાંપણ યોહાને (ઈસુ) ને બાપ્તિસ્મા આપ્યું.
* __[24:9](rc://gu/tn/help/obs/24/09)__ ફક્ત એકજ દેવ છે. પણ યોહાને ઈશ્વરપિતાની વાણી સાંભળી, અને __ઈસુ__ ને તથા પવિત્ર આત્માને જોયો ત્યારે તેણે __ઈસુ__ ને બપ્તિસ્મા આપ્યું.
* __[25:8](rc://gu/tn/help/obs/25/08)__ __ઈસુ__ શેતાનના પરીક્ષણોને સોંપાયો નહિ, જેથી શેતાન તેને છોડી ચાલ્યો ગયો.
* __[26:8](rc://gu/tn/help/obs/26/08)__ પછી __ઈસુ__ સમગ્ર ગાલીલના વિસ્તારમાં ગયો, અને મોટું ટોળું તેની પાસે આવ્યું. તેઓ ઘણા લોકો કે જેઓ માંદા અથવા અપંગ અને જેઓ જોઈ, ચાલી, સાંભળી, અથવા બોલી શકતા ન હતા તેઓ સહિત તેની પાસે લાવ્યાં, અને _ઈસુ_એ તેઓને સાજા કર્યા.
* __[31:3](rc://gu/tn/help/obs/31/03)__ પછી __ઈસુ__ એ પ્રાર્થના પૂરી કરી અને શિષ્યો પાસે ગયા.
તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!
* __[38:2](rc://gu/tn/help/obs/38/02)__ તે (યહૂદા) જાણતો હતો કે યહૂદી આગેવાનો કે જેઓ __ઈસુ__ મસીહા હતો તેમ સ્વીકારતા નથી અને તેઓ તેને મારી નાંખવાનું કાવતરું કરતા હતા.
* __[40:8](rc://gu/tn/help/obs/40/08)__ __ઈસુ__ એ તેના મૃત્યુ દ્વારા, લોકો માટે દેવની પાસે આવવાનો માર્ગ ખોલ્યો.
* __[42:11](rc://gu/tn/help/obs/42/11)__ પછી __ઈસુ__ ને સ્વર્ગમાં ઉપર લઈ લેવામાં આવ્યો હતો, અને વાદળોએ તેને તેઓની દ્રષ્ટિથી ઢાંકી દીધો. __ઈસુ__ સઘળી બાબતો પર રાજ કરવા દેવને જમણે હાથ પર બિરાજમાન છે.
* __[50:17](rc://gu/tn/help/obs/50/17)__ __ઈસુ__ અને તેના લોકો નવી પૃથ્વી પર રહેશે, અને તે જે બધું અસ્તિત્વમાં હશે તેના પર સદાકાળ રાજ કરશે. તે બધા આંસુ લૂછી નાખશે અને ત્યાં વધુ પીડા, નિરાશા, રુદન, દુષ્ટતા, દુઃખ, અથવા મરણ નહિ હોય. __ઈસુ__ શાંતિ અને ન્યાયથી તેનું રાજ્ય ચલાવશે, અને તે તેના લોકો સાથે સદાકાળ રહેશે.
## શબ્દ માહિતી:
* Strong's: G2424, G5547