gu_tw/bible/kt/intercede.md

2.9 KiB

મધ્યસ્થી કરવી, મધ્યસ્થી કરે છે, મધ્યસ્થી

વ્યાખ્યા:

“મધ્યસ્થી કરવી” અને “મધ્યસ્થી” શબ્દો બીજી વ્યક્તિના બદલામાં કોઈને વિનંતી કરવી તે દર્શાવે છે. સામાન્ય રીતે બાઈબલમાં આ લોકો બીજા માટે પ્રાર્થના કરવાનું દર્શાવે છે.

  • “(તે) માટે મધ્યસ્થી કરો” અને “ (તેને) માટે મધ્યસ્થી કરો” અભિવ્યક્તિઓનો અર્થ અન્ય લોકોના લાભ માટે દેવને વિનંતી કરવી.
  • બાઈબલ શીખવે છે કે પવિત્ર આત્મા આપણા માટે મધ્યસ્થતા કરે છે, જે દેવને આપણા માટે પ્રાર્થના કરે છે.
  • વ્યક્તિ કોઈ જે અધિકારમાં છે તેને વિનંતીને કરી બીજા લોકો માટે મધ્યસ્થી કરવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

  • “મધ્યસ્થી કરવી” ના વિવિધ ભાષાંતરમાં, “(બીજા) માટે આજીજી” અથવા “(કોઈને) માટે અરજ કરવી (કોઈ બીજાના માટે)” જેવાનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
  • “મધ્યસ્થી” સંજ્ઞાનું ભાષાંતર, “અરજી” અથવા “વિનંતી” અથવા “તાત્કાલિક પ્રાર્થના” તરીકે કરી શકાય છે.
  • “માટે મધ્યસ્થી કરો” શબ્દસમૂહનું ભાષાંતર, “(તે)ના લાભના માટે વિનંતી કરો” અથવા “ના બદલે અરજી કરો” અથવા “મદદ માટે દેવને પૂછો” અથવા “(કોઈને) આશીર્વાદ આપવા માટે દેવને અરજ કરવી” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: પ્રાર્થના)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H6293, G1783, G1793, G5241