gu_tw/bible/kt/inchrist.md

5.1 KiB

ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં

વ્યાખ્યા:

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને તેને સંબંધિત શબ્દો એવી સ્થિતિ અથવા અવસ્થાને દર્શાવે છે કે જેઓ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવેલા છે.

  • તેમાં અન્ય સંબંધિત શબ્દસમૂહો, જેવા કે, “ખ્રિસ્ત ઈસુમાં, ઈસુ ખ્રિસ્તમાં, ઈસુ પ્રભુમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, જેવા (શબ્દસમૂહો) નો સમાવેશ થાય છે.
  • “ખ્રિસ્તમાં હોવું” તે શબ્દસમૂહના શક્ય અર્થોમાં જેવા કે, “કેમકે તમે ખ્રિસ્તના છો” અથવા “ખ્રિસ્તમાં જે સંબંધ રહેલો છે” અથવા “ખ્રિસ્તમાં તમારા વિશ્વાસને આધારે” જેવા (શબ્દસમૂહ)નો સમાવેશ કરી શકાય છે.
  • આ બધા શબ્દસમૂહોનો એક અર્થ થાય છે, કે ઈસુને માનવું અને તેના શિષ્યો રહેવાની અવસ્થામાં હોવું.
  • નોંધ:

ક્યારેક “માં” શબ્દ ક્રિયાપદનો અથવા ક્રિયાપદ સાથે સંકળાયેલો હોય છે. ઉદાહરણ તરીકે, “ખ્રિસ્તમાં સહભાગિતા” (શબ્દસમૂહ)નો અર્થ, આ “સહભાગિતામાં” જેમાં ખ્રિસ્તને જાણવાથી લાભો પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તના “મહિમામાં” તેનો અર્થ, આંનંદિત હોવું અને ઈસુ કોણ છે અને તેણે શું કર્યું છે તે માટે દેવની પ્રશંસા કરવી. ખ્રિસ્ત “માં વિશ્વાસ” કરવાનો અર્થ, તારનાર તરીકે તેનામાં વિશ્વાસ કરવો અને તેને જાણવો.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, “ખ્રિસ્તમાં” અને “પ્રભુમાં” (અને સંબંધિત શબ્દસમુહો)નો સમાવેશ કરી તેના વિવિધ ભાષાંતર કરી શકાય છે:
  • “ખ્રિસ્તનું કોણ છે”
  • “કારણકે તમે ખ્રિસ્તમાં માનો છો”
  • “કારણકે ખ્રિસ્તે આપણને બચાવ્યા છે”
  • “પ્રભુની સેવામાં”
  • “પ્રભુ પર આધાર રાખવો”
  • “કારણકે પ્રભુએ જે કર્યું છે”
  • જે લોકો ખ્રિસ્ત “માં માને છે” અથવા જેઓને “તેનામાં પર વિશ્વાસ કરે છે,” તેઓ ઈસુએ શીખવ્યું છે તેને માને છે અને તેણે તેઓને બચાવ્યા છે તેવો વિશ્વાસ તે કરે છે, કેમકે તેણે (ઇસુએ) વધસ્તંભ ઉપરના બલિદાન દ્વારા તેઓના પાપોનો દંડ ચૂકવ્યો છે. કેટલીક ભાષાઓમાં કદાચ એક શબ્દ છે કે જેનું ભાષાંતર ક્રિયાપદોમાં, (આ શબ્દો દ્વારા) જેવાકે “(તે)માં વિશ્વાસ” અથવા “(તે)માં સહભાગિતા” અથવા “(તે)માં ભરોસો” થઇ શકે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રભુ, ઈસુ, માનવું, વિશ્વાસ )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G1519, G2962, G5547