gu_tw/bible/kt/hypocrite.md

32 lines
3.0 KiB
Markdown

# ઢોંગી, ઢોંગીઓ, પાખંડ
## વ્યાખ્યા:
“ઢોંગી” શબ્દ વ્યક્તિ કે જે ન્યાયી હોવાની બાબતો કરે છે, પણ તે ગુપ્તમાં દુષ્ટ રીતે વર્તે છે.
“પાખંડ” શબ્દ, એવું વર્તન કે જે તે વ્યક્તિ ન્યાયી છે તેવો વિચાર કરાવી લોકોને છેતરે છે, તેને દર્શાવે છે.
ઢોંગીઓ સારી બાબતો કરે છે તેવું દેખાડવા માંગે છે, જેથી કે લોકો તેઓ વિશે વિચારે કે તેઓ સારા લોકો છે.
* મોટેભાગે ઢોંગી કે જે તેઓ પોતે કરે છે તેવી સમાન પાપરૂપ બાબતો કરવા માટે બીજા લોકોને ટીકા કરે છે.
* ઈસુએ ફરોશીઓને ઢોંગીઓ કહ્યા છે, કારણકે તેઓ ધાર્મિક રીતે વર્ત્યા, જેમકે ચોક્કસ કપડાં પહેરવા અને ચોક્કસ ખોરાક ખાવો, એમ છતાં પણ તેઓ લોકો માટે દયાળુ અથવા વ્યાજબી ન હતા.
* ઢોંગી બીજા લોકોમાં ખામીઓ શોધે છે, પણ પોતાની ખામીઓને સ્વીકારતા નથી.
## ભાષાંતરના સૂચનો:
* કેટલીક ભાષાઓમાં એક અભિવ્યક્તિ છે જેવીકે “બે મોઢાવાળું” કે જે ઢોંગી અથવા ઢોંગીના કાર્યોને દર્શાવે છે.
* “ઢોંગી” શબ્દના અન્ય ભાષાંતરમાં, “છેતરપિંડી” અથવા “દંભી” અથવા “ઘમંડી, કપટી વ્યક્તિ” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
* “ઢોંગ” શબ્દનું ભાષાંતર, “છેતરપિંડી” અથવા “નકલી કાર્યો” અથવા “ઢોંગ” દ્વારા કરી શકાય છે.
## બાઈબલની કલમો:
* [ગલાતી 2:13-14](rc://gu/tn/help/gal/02/13)
* [લૂક 6:41-42](rc://gu/tn/help/luk/06/41)
* [લૂક 12:54-56](rc://gu/tn/help/luk/12/54)
* [લૂક 13:15-16](rc://gu/tn/help/luk/13/15)
* [માર્ક 7:6-7](rc://gu/tn/help/mrk/07/06)
* [માથ્થી 6:1-2](rc://gu/tn/help/mat/06/01)
* [રોમન 12:9-10](rc://gu/tn/help/rom/12/09)
## શબ્દ માહિતી:
* Strong's: H120, H2611, H2612, G505, G5272, G5273