gu_tw/bible/kt/holyplace.md

37 lines
4.4 KiB
Markdown

# પવિત્ર સ્થાન
## વ્યાખ્યા:
બાઈબલમાં “પવિત્ર સ્થાન” અને “પરમ પવિત્ર સ્થાન” શબ્દો, મુલાકાત મંડપના અથવા મંદિરની ઈમારતના બે ભાગોને દર્શાવે છે. પ્રથમ ખંડ “પવિત્ર સ્થાન” હતું, અને તેમાં વેદીનો ધૂપ અને ટેબલ ઉપર ખાસ “રોટલીની હાજરી” રાખવામાં આવતી હતી.
* સૌથી અંદરનો ખંડ, જે બીજું સ્થાન હતું કે જે “પરમ પવિત્ર સ્થાન” કહેવાતું, અને તેમાં કરારકોશ આવેલો હતો.
* જાડા, ભારે પડદા બહારના ખંડથી અંદરના ખંડને અલગ કરતા.
* ફક્ત પ્રમુખ યાજક એક જ હતો કે જેને પરમપવિત્ર સ્થાનમાં જવાની પરવાનગી આપવામાં આવતી હતી.
* ક્યારેક, મંદિર અથવા મુલાકાત મંડપની ઈમારત અને આંગણાનો એમ બંને વિસ્તારને “પવિત્ર સ્થાન” તરીકે દર્શાવવામાં આવે છે.
સામાન્ય રીતે તે કોઈપણ જગ્યા હોય, તે દેવ માટે અલગ કરાયેલી હતી એમ દર્શાવી શકાય છે.
## ભાષાંતરના સૂચનો:
* “પવિત્ર સ્થાન” શબ્દનું ભાષાંતર, “ખંડ કે જે દેવ માટે અલગ કરાયેલો છે” અથવા “દેવને મળવાનો ખાસ ઓરડો” અથવા “દેવ માટેનું અનામત સ્થળ” તરીકે પણ કરી શકાય છે.
* “પરમ પવિત્ર સ્થાન” શબ્દ નું ભાષાંતર “દેવ માટે સૌથી અલગ કરાયેલો ઓરડો” અથવા “દેવને મળવા માટેનો વિશેષ ઓરડો” તરીકે કરી શકાય છે. સંદર્ભ પર આધાર રાખીને, “પવિત્ર સ્થાન” શબ્દનું સામાન્ય અભિવ્યક્તિમાં ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “અભિષેક કરેલું સ્થાન” અથવા “દેવ કે જેણે અલગ કરેલું સ્થાન” અથવા “મંદિરની ઇમારતનું સ્થાન, કે જે પવિત્ર છે” અથવા “દેવના પવિત્ર મંદિરનું આંગણુ,” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: [વેદીનું ધૂપ](../other/altarofincense.md), [કરાર કોશ](../kt/arkofthecovenant.md), [રોટલી](../other/bread.md), [અભિષેક](../kt/consecrate.md), [આંગણા](../other/courtyard.md), [પડદો](../other/curtain.md), [પવિત્ર](../kt/holy.md), [અલગ કરેલું](../kt/setapart.md), [મુલાકાત મંડપ](../kt/tabernacle.md), [મંદિર](../kt/temple.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 6:16-18](rc://gu/tn/help/1ki/06/16)
* [પ્રેરિતો 6:12-15](rc://gu/tn/help/act/06/12)
* [નિર્ગમન 26:31-33](rc://gu/tn/help/exo/26/31)
* [નિર્ગમન 31:10-11](rc://gu/tn/help/exo/31/10)
* [હઝકિયેલ 41:1-2](rc://gu/tn/help/ezk/41/01)
* [એઝરા 9:8-9](rc://gu/tn/help/ezr/09/08)
* [હિબ્રૂ 9:1-2](rc://gu/tn/help/heb/09/01)
* [લેવીય 16:17-19](rc://gu/tn/help/lev/16/17)
* [માથ્થી 24:15-18](rc://gu/tn/help/mat/24/15)
* [પ્રકટીકરણ 15:5-6](rc://gu/tn/help/rev/15/05)
## શબ્દ માહિતી:
* Strong's: H1964, H4720, H4725, H5116, H6918, H6944, G39, G40, G3485, G5117