gu_tw/bible/kt/flesh.md

43 lines
5.2 KiB
Markdown

# દેહ
## વ્યાખ્યા:
બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.
* રૂપકાત્મક રીતે સઘળા માનવ જાત અથવા સઘળા જીવિત પ્રાણીઓને દર્શાવવા બાઈબલ પણ “દેહ” શબ્દનો ઉપયોગ કરે છે.
* નવા કરારમાં, “દેહ” શબ્દ માનવ જાતના પાપી સ્વભાવને દર્શાવવા માટે વપરાયેલ છે.
મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.
* “પોતાનો દેહ અને લોહી” અભિવ્યક્તિ કોઈ કે જે જૈવિક રીતે બીજી વ્યક્તિને સંબંધિત છે, જેવા કે માતા- પિતા, ભાઈ-બહેન, બાળક, અથવા પૌત્ર-પૌત્રીને દર્શાવે છે.
* “દેહ અને લોહી” અભિવ્યક્તિ વ્યક્તિના પૂર્વજો અથવા વંશજોને પણ દર્શાવી શકે છે.
* “એક દેહ” અભિવ્યક્તિ લગ્નમાં પુરુષ અને સ્ત્રી શારીરિક રીતે એક થાય છે તેને દર્શાવે છે.
## ભાષાંતરના સૂચનો:
* એક પ્રાણીના શરીરના સંદર્ભમાં, “દેહ” શબ્દનું ભાષાંતર, “શરીર” અથવા “ચામડી” અથવા “માંસ” તરીકે કરી શકાય છે. જયારે આ શબ્દ સામાન્ય રીતે જીવતા પ્રાણીને માટે કરવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર, “જીવતા પ્રાણીઓ” અથવા “જે કાંઈ જીવતું છે,” એમ (ભાષાંતર) થઇ શકે છે.
* સામાન્ય રીતે જયારે બધા લોકો માટે દર્શાવવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર, “લોકો” અથવા “માનવ જાત” અથવા “દરેક જેઓ જીવે છે,” તરીકે કરી શકાય છે.
* “માંસ અને લોહી” અભિવ્યક્તિનું ભાષાંતર, “સંબંધીઓ” અથવા “કુટુંબ” અથવા “સ્વજન” અથવા “કુટુંબનું કુળ” તરીકે પણ કરી શકાય છે.
કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.
* કેટલીક ભાષાઓમાં કદાચ આ અભિવ્યક્તિનો સમાન અર્થ, “માંસ અને લોહી” હોઈ શકે છે.
* “એક દેહ થવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “જાતીય રીતે એક થવું” અથવા “એક શરીર થવું” અથવા “આત્મા અને શરીરમાં એક વ્યક્તિ જેવું બનવું,” તરીકે કરી શકાય છે.
આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ. (જુઓ: [સૌમ્યોક્તિ](rc://gu/ta/man/translate/figs-euphemism)). આ શબ્દનો અર્થ રૂપકાત્મક સમજાવો જોઈએ, અને તેનો અર્થ એવો નથી કે પુરુષ અને સ્ત્રી “એક દેહ બન્યા” એટલે કે તેઓ વાસ્તવિક રીતે એક વ્યક્તિ બન્યા.
## બાઈબલની કલમો:
* [1 યોહાન 2:15-17](rc://gu/tn/help/1jn/02/15)
* [2 યોહાન 1:7-8](rc://gu/tn/help/2jn/01/07)
* [એફેસી 6:12-13](rc://gu/tn/help/eph/06/12)
* [ગલાતી 1:15-17](rc://gu/tn/help/gal/01/15)
* [ઉત્પત્તિ 2:24-25](rc://gu/tn/help/gen/02/24)
* [યોહાન 1:14-15](rc://gu/tn/help/jhn/01/14)
* [માથ્થી 16:17-18](rc://gu/tn/help/mat/16/17)
* [રોમન 8:6-8](rc://gu/tn/help/rom/08/06)
## શબ્દ માહિતી:
* Strong's: H829, H1320, H1321, H2878, H3894, H4207, H7607, H7683, G2907, G4559, G4560, G4561