gu_tw/bible/kt/fear.md

42 lines
4.4 KiB
Markdown

# ડર,(ભય), ડર લાગે છે, બીક
## વ્યાખ્યા:
“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.
* “ડર” શબ્દ, જે વ્યક્તિ સત્તામાં હોય, તેની ધાક અને ઊંડા આદરને પણ દર્શાવી શકે છે.
* “યહોવાનો ભય” શબ્દસમૂહ તેમજ તેને સંબંધિત શબ્દો, “દેવનો ડર” અને “પ્રભુનો ડર”, દેવ માટે ઊંડો આદર અને તે તેની આજ્ઞા પાળીને દર્શાવવામાં આવે છે.
દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.
* બાઈબલ શીખવે છે કે જે વ્યક્તિ યહોવાનો ભય રાખે છે, તે જ્ઞાની થશે.
## ભાષાંતરના સૂચનો:
* સંદર્ભ પર આધાર રાખીને, “ડર” શબ્દનું ભાષાંતર, “બીક લાગવી” અથવા “ઊંડો આદર” અથવા “આદર હોવો” તરીકે કરી શકાય છે.
* “બીક” શબ્દનું ભાષાંતર, “ભયગ્રસ્ત” અથવા “ભયભીત” અથવા “ભયજનક” તરીકે કરી શકાય છે.
* “દેવનો ભય તે બધા ઉપર આવ્યો” તે વાક્યનું ભાષાંતર, “એકાએક તેઓ બધાને દેવ માટે ઊંડો ડર અને ધાક લાગ્યા” અથવા “તરત જ, તેઓ બધા ખૂબ જ આશ્ચર્ય પામ્યા અને દેવને ઊંડો આદર આપ્યો” અથવા “પછી તરતજ, (તેની મહાન શક્તિથી) તેઓ બધાને દેવનો ખુબજ ડર લાગ્યો” તરીકે (ભાષાંતર) પણ કરી શકાય છે
* “ડરો નહીં” શબ્દસમૂહનું ભાષાંતર, “બીક રાખશો નહીં” અથવા બીવાનું બંધ કરો” તરીકે પણ કરી શકાય છે.
* નોંધ કરો કે “યહોવાનું ભય” શબ્દસમૂહ નવા કરારમાં આવતો નથી.
“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: [આશ્ચર્યl](../other/amazed.md), [ધાક](../other/awe.md), [પ્રભુ](../kt/lord.md), [શક્તિ](../kt/power.md), [યહોવા](../kt/yahweh.md))
## બાઈબલની કલમો:
* [1 યોહાન 4:17-18](rc://gu/tn/help/1jn/04/17)
* [પ્રેરિતો 2:43-45](rc://gu/tn/help/act/02/43)
* [પ્રેરિતો 19:15-17](rc://gu/tn/help/act/19/15)
* [ઉત્પત્તિ 50:18-21](rc://gu/tn/help/gen/50/18)
* [યશાયા 11:3-5](rc://gu/tn/help/isa/11/03)
* [અયૂબ 6:14-17](rc://gu/tn/help/job/06/14)
* [યૂના 1:8-10](rc://gu/tn/help/jon/01/08)
* [લૂક 12:4-5](rc://gu/tn/help/luk/12/04)
* [માથ્થી 10:28-31](rc://gu/tn/help/mat/10/28)
* [નીતિવચન 10:24-25](rc://gu/tn/help/pro/10/24)
## શબ્દ માહિતી:
* Strong's: H367, H926, H1204, H1481, H1672, H1674, H1763, H2119, H2296, H2727, H2729, H2730, H2731, H2844, H2849, H2865, H3016, H3025, H3068, H3372, H3373, H3374, H4032, H4034, H4035, H4116, H4172, H6206, H6342, H6343, H6345, H6427, H7264, H7267, H7297, H7374, H7461, H7493, H8175, G870, G1167, G1168, G1169, G1630, G1719, G2124, G2125, G2962, G5398, G5399, G5400, G5401