gu_tw/bible/kt/faithful.md

62 lines
8.8 KiB
Markdown

# વફાદાર (વિશ્વાસુ), વિશ્વાસુ, અવિશ્વાસુ, બેવફાઈ
## વ્યાખ્યા:
દેવને “વફાદાર” હોવું તેનો અર્થ, સતત દેવના શિક્ષણ પ્રમાણે જીવવું.
તેનો અર્થ આજ્ઞાપાલન દ્વારા તેને “વફાદાર” રહેવું. “વિશ્વાસુપણું” એ “વફાદાર” હોવાની સ્થિતિ છે.
* વ્યક્તિ કે જે વિશ્વાસુ હોય છે, તે હંમેશા તેના વચનો પાળવામાં વિશ્વસનીય હોઈ શકે છે અને હંમેશા બીજા લોકો માટેની તેની જવાબદારીઓ પરિપૂર્ણ કરે છે.
* જયારે કાર્ય લાંબુ અને મુશ્કેલ હોય, ત્યારે પણ વિશ્વાસુ વ્યક્તિ ધૈર્ય (ખંત) રાખે છે.
* દેવ પ્રત્યે વિશ્વાસુપણું રહેવું એટલે, દેવ આપણી પાસે જે કરાવવા માંગે છે તેમાં સતત રીતે લાગ્યા રહેવું. “અવિશ્વાસુ” શબ્દ એવા લોકોનું વર્ણન કરે છે કે જેઓ દેવની આજ્ઞા પ્રમાણે કરતા નથી. “અવિશ્વાસુ” હોવાની સ્થિતિ અથવા રીત જેને “બેવફાઈ” (અવિશ્વાસુપણું) કહી શકાય છે.
* જયારે ઈઝરાએલના લોકોએ અન્ય રીતે દેવનો અનાદર કર્યો અને મૂર્તિઓની પૂજા કરવાની શરૂઆત કરી ત્યારે તેઓ “અવિશ્વાસુ” કહેવાયા હતા.
* લગ્નમાં, કોઈ કે જે વ્યભિચાર કરે છે તે તેના અથવા તેણીના પતિ અથવા પત્નીને “અવિશ્વાસુ” છે.
* “બેવફાઈ” શબ્દ, દેવે ઈઝરાએલના આજ્ઞાભંગના વર્તનને વર્ણવવા માટે વાપર્યો છે.
તેઓ દેવની આજ્ઞાઓ પાળતા નહોતા, અને તેને માન આપતા નહોતા.
## ભાષાંતરના સૂચનો:
* ઘણા સંદર્ભોમાં, “વિશ્વાસુ” શબ્દનું ભાષાંતર, “વફાદાર” અથવા “સમર્પિત” અથવા “વિશ્વસનીય,” તરીકે કરી શકાય છે.
* બીજા સંદર્ભોમાં, “વિશ્વાસુ” શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જેનો અર્થ, “માનવાનું ચાલુ રાખવું” અથવા “માનવામાં અને આજ્ઞા પાડવામાં લાગુ રહેવું,” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
* “વિશ્વાસુપણું” શબ્દના ભાષાંતરમાં, “માનવામાં લાગુ રહેવું” અથવા “વફાદારી” અથવા “વિશ્વસનીયતા” અથવા “દેવની આજ્ઞા માનવી અને પાળવી,” એવા શબ્દો સામેલ કરી શકાય છે.
* સંદર્ભ પર આધાર રાખીને, “અવિશ્વાસુ” શબ્દનું ભાષાંતર, “વિશ્વાસુ નથી” અથવા “અવિશ્વાસી” અથવા “આજ્ઞાકારી નથી” અથવા “વફાદાર નથી,” તરીકે કરી શકાય છે.
* “અવિશ્વાસુ” શબ્દસમૂહનું ભાષાંતર, “લોકો કે જેઓ (દેવને) વિશ્વાસુ નથી” અથવા “અવિશ્વાસુ લોકો” અથવા “લોકો કે જે દેવનો અનાદર કરે છે” અથવા “લોકો કે જેઓ દેવની વિરુદ્ધ બળવાખોર છે,” તરીકે કરી શકાય છે.
* “બેવફાઈ” શબ્દનું ભાષાંતર, “આજ્ઞાભંગ” અથવા “બેવફાઈ” અથવા “વિશ્વાસ અથવા આજ્ઞા ન પાળવી,” તરીકે કરી શકાય છે.
* કેટલીક ભાષાઓમાં, “અવિશ્વાસુ” શબ્દ “અવિશ્વાસ” શબ્દ માટે સંબંધિત છે
(આ પણ જુઓ: [વ્યભિચાર](../kt/adultery.md), [માનવું](../kt/believe.md), [અનાદર](../other/disobey.md), [વિશ્વાસ](../kt/faith.md), [વિશ્વાસ](../kt/believe.md))
## બાઈબલની કલમો:
* [ઉત્પત્તિ 24:49](rc://gu/tn/help/gen/24/49)
* [લેવીય 26:40-42](rc://gu/tn/help/lev/26/40)
* [ગણના 12:6-8](rc://gu/tn/help/num/12/06)
* [યહોશુઆ 2:14](rc://gu/tn/help/jos/02/14)
* [ન્યાયાધીશો 2:16-17](rc://gu/tn/help/jdg/02/16)
* [1 શમુએલ 2:9](rc://gu/tn/help/1sa/02/09)
* [ગીતશાસ્ત્ર 12:1](rc://gu/tn/help/psa/012/001)
* [નીતિવચન 11:12-13](rc://gu/tn/help/pro/11/12)
* [યશાયા 1:26](rc://gu/tn/help/isa/01/26)
* [યર્મિયા 9:7-9](rc://gu/tn/help/jer/09/07)
* [હોશિયા 5:5-7](rc://gu/tn/help/hos/05/05)
* [લૂક 12:45-46](rc://gu/tn/help/luk/12/45)
* [લૂક 16:10-12](rc://gu/tn/help/luk/16/10)
* [કલોસ્સી 1:7-8](rc://gu/tn/help/col/01/07)
* [1થેસ્સલોનિકી 5:23-24](rc://gu/tn/help/1th/05/23)
* [3 યોહાન 1:5-8](rc://gu/tn/help/3jn/01/05)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[8:5](rc://gu/tn/help/obs/08/05)__ કેદમાં પણ, યૂસફ દેવને __વિશ્વાસુ__ રહ્યો, અને દેવે તેને આશીર્વાદ આપ્યો.
* __[14:12](rc://gu/tn/help/obs/14/12)__ તેથી, હજુ પણ દેવ તેના વચનો માટે ઈબ્રાહિમ, ઈસહાક, અને યાકૂબને __વિશ્વાસુ__ હતો.
* __[15:13](rc://gu/tn/help/obs/15/13)__ લોકોએ દેવને __વિશ્વાસુ__ રહેવા અને તેના નિયમોને અનુસરવા વચન આપ્યું.
* __[17:9](rc://gu/tn/help/obs/17/09)__ દાઉદે ઘણા વર્ષો માટે ન્યાય અને __વિશ્વાસુ પણા__ સાથે રાજ્ય કર્યું, અને દેવે તેને આશીર્વાદિત કર્યો. જો કે, તેના જીવનના પાછલા ભાગમાં તેણે દેવની વિરુદ્ધ ભયંકર પાપ કર્યું.
* __[18:4](rc://gu/tn/help/obs/18/04)__ દેવ સુલેમાન પર ગુસ્સે હતો, અને સુલેમાંનના __અવિશ્વાસુ પણા__ ની સજા તરીકે, તેણે સુલેમાંનના મરણ પછી ઈઝરાએલ રાષ્ટ્રના બે ભાગ કરવાનું વચન આપ્યું.
* __[35:12](rc://gu/tn/help/obs/35/12)__ મોટા દીકરાએ તેના પિતાને કહ્યું, આ સઘળા વર્ષોમાં મેં __વિશ્વાસુ__ રીતે તારા માટે કામ કર્યું છે!”
* __[49:17](rc://gu/tn/help/obs/49/17)__ પણ દેવ __વિશ્વાસુ__ છે અને કહે છે કે જો તમે તમારા પાપો કબૂલ કરો તો, તે તમને માફ કરશે.
* __[50:4](rc://gu/tn/help/obs/50/04)__ જો અંત સુધી તમે મને __વિશ્વાસુ__ રહેશો, તો પછી દેવ તમને બચાવશે.
## શબ્દ માહિતી:
* Strong's: H529, H530, H539, H540, H571, H898, H2181, H4603, H4604, H4820, G569, G571, G4103