gu_tw/bible/kt/discipline.md

2.8 KiB

શિસ્ત, વિવિધ શિસ્ત, શિસ્તબદ્ધ, સ્વયં-શિસ્તપાલન

વ્યાખ્યા:

“શિસ્ત” શબ્દ, નૈતિક આચરણ કરવા માટે લોકોને આપવામાં આવતી તાલીમની બધી માર્ગદર્શિકાને દર્શાવે છે.

  • માબાપ તેઓના બાળકોને નૈતિક માર્ગદર્શન અને દિશા પૂરા પાડે છે જેથી તેઓ શિક્ષણ પ્રાપ્ત કરી શિસ્તથી આજ્ઞાનું પાલન કરે.
  • એ જ રીતે, દેવ તેના બાળકોને શિસ્ત શીખવે છે જેથી તેઓને જીવનમાં તંદુરસ્ત આત્મિક ફળ પેદા કરવામાં મદદ મળે, જેથી તેઓમાં આનંદ, પ્રેમ, ધીરજ જેવા ફળ ઉત્પન્ન થાય.
  • શિસ્તપાલનમાં, દેવને કેવી રીતે ખુશ કરીને જીવવું તથા દેવની ઈચ્છા વિરુદ્ધના વર્તન માટે સજા, એમ (બંને) માહિતીનો સમાવેશ થાય છે.
  • સ્વયં-શિસ્તપાલન, એ પોતાના જીવન માટે નૈતિક અને આત્મિક સિદ્ધાંતોને લાગુ કરવાની પ્રક્રિયા છે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને “શિસ્ત” શબ્દનું ભાષાંતર, “તાલીમ અને સૂચના આપવી” અથવા “નૈતિક માર્ગદર્શન” અથવા “ખોટું કર્યા બદલ થતી શિક્ષા,” એવું (ભાષાંતર) કરી શકાય છે.
  • “શિસ્ત” સંજ્ઞાનું ભાષાંતર, “નૈતિક તાલીમ” અથવા “સજા” અથવા “નૈતિક સુધારો” અથવા “નૈતિક માર્ગદર્શન અને સૂચના” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H4148, G1468