gu_tw/bible/kt/church.md

51 lines
6.3 KiB
Markdown

# મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી
## વ્યાખ્યા:
નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.
* તેનો શબ્દનો શાબ્દિક અર્થ, “બોલાવવામાં આવેલી,” જે લોકોની સભા અથવા મંડળી છે, કે જેઓ વિશેષ હેતુ માટે સાથે મળતા હોય તેને દર્શાવે છે.
* જયારે આ શબ્દ બધા વિશ્વાસીઓ માટે વાપરવામાં આવે છે, ત્યારે તે ખ્રિસ્તના પુરા શરીરની સર્વત્ર મંડળીને દર્શાવે છે, અમુક ભાષાંતર “મંડળી” (વૈશ્વિક મંડળી) દર્શાવવા માટે અંગ્રેજીમાં વિશેષ જોડણી વાપરે છે (ચર્ચ માટે કેપીટલ સી), જેથી સ્થાનિક મંડળી અલગ દેખાઈ આવે.
મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા.
આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું.
બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.
## ભાષાંતરના સૂચનો:
* “મંડળી” શબ્દનું ભાષાંતર, “એક સાથે ભેગા થવું” અથવા “સભા” અથવા “મંડળ” અથવા “જેઓ એક સાથે ભેગા થાય” તરીકે કરી શકાય છે.
* આ શબ્દ અથવા શબ્દસમૂહ કે જે ભાષાંતરમાં વપરાયો છે, તે શબ્દ ફક્ત નાના જૂથ ને જ નહીં, પણ બધા વિશ્વાસીને દર્શાવતો હોવો જોઈએ.
* ધ્યાનમાં રાખો કે “મંડળી શબ્દનું ભાષાંતર ફક્ત મકાનને દર્શાવતું નથી.
* જૂના કરારમાં “સભા” માટે જે શબ્દ વપરાયો છે તે જ શબ્દનો ઉપયોગ કરી ભાષાંતર કરી શકાય છે.
એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.
(જુઓ: [અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-unknown).)
(આ પણ જુઓ: [સભા](../other/assembly.md), [માનવું](../kt/believe.md), [ખ્રિસ્તી](../kt/christian.md))
## બાઈબલની કલમો:
* [1 કરિંથીઓ 5:11-13](rc://gu/tn/help/1co/05/11)
* [1 થેસ્સલોનિકીઓ 2:14-16](rc://gu/tn/help/1th/02/14)
* [1 તિમોથી 3:4-5](rc://gu/tn/help/1ti/03/04)
* [પ્રેરિતો 9:31-32](rc://gu/tn/help/act/09/31)
* [પ્રેરિતો 14:23-26](rc://gu/tn/help/act/14/23)
* [પ્રેરિતો 15:39-41](rc://gu/tn/help/act/15/39)
* [કલોસ્સીઓ 4:15-17](rc://gu/tn/help/col/04/15)
* [એફેસી 5:22-24](rc://gu/tn/help/eph/05/22)
* [માથ્થી 16:17-18](rc://gu/tn/help/mat/16/17)
* [ફિલિપ્પી 4:14-17](rc://gu/tn/help/php/04/14)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[43:12](rc://gu/tn/help/obs/43/12)__ પિતરે જે કહ્યું સાંભળીને લગભગ 3000 લોકોએ વિશ્વાસ કર્યો અને ઈસુના શિષ્યો બન્યા. તેઓએ બાપ્તિસ્મા લીધું અને યરૂશાલેમની __મંડળી__ ના એક ભાગરૂપ બન્યા.
* __[46:9](rc://gu/tn/help/obs/46/09)__ અંત્યોખમાંના મોટાભાગના લોકો યહૂદી નહોતા, પણ પ્રથમવાર તેઓમાંના ઘણા વિશ્વાસીઓ બન્યા. બર્નાબાસ અને શાઉલ આ નવા વિશ્વાસીઓને ઈસુ વિશે વધારે શીખવવા અને __મંડળી__ ને મજબૂત કરવા ત્યાં ગયા.
* __[46:10](rc://gu/tn/help/obs/46/10)__ જેથી અંત્યોખની __મંડળી__ એ બર્નાબાસ અને શાઉલ પર તેઓના હાથો મૂકીને તેઓ માટે પાર્થના કરી. પછી તેઓએ તેઓને ઈસુની સુવાર્તાનો પ્રચાર કરવા બીજા અન્ય સ્થળોએ મોકલ્યા.
* __[47:13](rc://gu/tn/help/obs/47/13)__ ઈસુની સુવાર્તા પ્રસરતી ગઈ અને __મંડળી__ વધતી ગઈ.
* __[50:1](rc://gu/tn/help/obs/50/01)__ લગભગ 2000 વર્ષોથી, જગતની આસપાસના લોકો ઈસુ મસિહની સુવાર્તા સાંભળવા આવ્યા છે. તે રીતે __મંડળી__ વૃદ્ધિ પામી રહી છે.
## શબ્દ માહિતી:
* Strong's: G1577