gu_tw/bible/kt/call.md

62 lines
7.3 KiB
Markdown

# તેડું, તેડું આપે છે, બોલાવવું, તેડાયેલા
## વ્યાખ્યા:
“બોલાવ્યા” અને “બોલાવવું” શબ્દનો અર્થ, જેઓ પાસે નથી તેમને કંઇક કહેવા કે બોલાવવા મોટે સાદે પોકારવું.
કોઈકને “તેડાવવા” તેનો અર્થ, તે વ્યક્તિ બોલાવવા, એમ થાય છે.
તેના બીજા પણ કેટલાક અર્થ થાય છે.
* કોઈકને “બોલાવવું” તેનો અર્થ, કોઈક દૂર છે તેને બૂમ પાડીને અથવા મોટેથી બોલાવવું.
તેનો તે પણ અર્થ થાય કે કોઈક ને મદદ માટે પૂછવું, ખાસ કરીને ઈશ્વરને.
બાઈબલમાં મોટેભાગે, “તેડાનો” અર્થ “બોલાવવું” અથવા “આવવાની આજ્ઞા આપવી” અથવા “આવવાની વિનંતી કરવી”
* દેવે લોકોને તેની પાસે આવવા અને તેના લોકો થવા બોલાવ્યા.
આ તેઓનું “તેડું” છે
* જયારે દેવ લોકોને “બોલાવે છે,” જેનો અર્થ દેવ લોકોને તેના બાળકો થવા, તેના સેવકો થવા અને ઈસુ દ્વારા મુક્તિનો સંદેશ પ્રચાર કરવા નિમણુક કરે છે અથવા પસંદ કરે છે.
* આ શબ્દ કોઈકના નામકરણના સંદર્ભમાં પણ વપરાય છે.
ઉદાહરણ તરીકે, “તેનું યોહાન કહેવાયું” તેનો અર્થ, “તેનું નામ યોહાન આપવામાં આવ્યું” અથવા “તેનું નામ યોહાન છે.”
* “નામ દ્વારા બોલાવવું” તેનો અર્થ એમ કે, કોઈકને બીજી વ્યક્તિનું નામ આપવામાં આવ્યું.
દેવ કહે છે કે તેણે તેના લોકોને તેના નામથી બોલાવ્યા.
* “મેં તને નામથી બોલાવ્યો છે” તેવી વિવિધ અભિવ્યક્તિનો અર્થ, “દેવે તે વ્યક્તિને વિશેષ કરીને પસંદ કરી છે.
## ભાષાંતરના સુચનો:
“તેડું” શબ્દના ભાષાંતરમાંથી જે શબ્દ નીકળે છે તેનો અર્થ, “બોલાવવું” કરી શકાય છે, જે ઇરાદાપૂર્વક અથવા હેતુપૂર્ણ તેડાનો વિચાર આપે છે.
* “તમને બહાર બોલાવે” અભિવ્યક્તિનુ ભાષાંતર, “મદદ માટે તમને પૂછે છે” અથવા “તમને તાકીદથી વિનંતી કરે છે” એમ થઇ શકે છે.
* જયારે બાઈબલ કહેછે કે દેવે આપણને તેના સેવકો થવા “તેડ્યા” છે, તેનું ભાષાંતર, “આપણને ખાસ રીતે પસંદ કર્યા છે” અથવા “આપણી નિમણુક કરી છે” જેથી આપણે તેના સેવકો થઇ શકીએ.
* “તમે અવશ્ય તેને તેના નામથી બોલવો” તેનું ભાષાંતર, “તમે તેને અવશ્ય નામ આપો” થઇ શકે છે.
* “તેનું નામ તે કહેવાશે” તેનું ભાષાંતર, “તે તેનું નામ છે” અથવા “તેને તે નામ આપવામાં આવ્યું છે” થઇ શકે છે.
* “બોલાવવું” નું ભાષાંતર, “મોટેથી કહેવું” અથવા “બૂમ પાડવી” અથવા “મોટા અવાજથી કહેવું” એમ કરી શકાય છે.
ખાતરી કરી ધ્યાન રાખો કે તેનું ભાષાંતર, કોઈ વ્યક્તિ ગુસ્સે થયો છે તેવું ન લાગવું જોઈએ.
* “તમારું તેડું” તે અભિવ્યક્તિનું ભાષાંતર “તમારો હેતુ” અથવા “તમારા માટે દેવનો હેતુ” અથવા “તમારા માટે દેવનું ખાસ કામ” તરીકે કરી શકાય.
* “પ્રભુના નામને પોકારવું” નું ભાષાંતર, “પ્રભુને શોધવા અને તેના પર આધાર રાખવો” અથવા “પ્રભુમાં ભરોસો રાખવો અને તેને આધીન રહેવું” થઇ શકે છે.
* “ કોઈને બોલાવવું” તે શબ્દનું ભાષાંતર, “માંગવું” અથવા “પૂછવું” અથવા “આદેશ આપવો” એમ કરી શકાય છે.
* “તને મારા નામથી બોલાવ્યા છે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “મેં તમને મારું નામ આપ્યું છે જે દર્શાવે છે કે તમે મારા છો” એમ કરી શકાય છે.
* જયારે દેવ કહે છે, “મેં તને નામથી બોલાવ્યો છે”, તેનું ભાષાંતર, “હું તમને જાણું છું અને મેં તમને પસંદ કર્યા છે” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: [પ્રાર્થના ](../kt/pray.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 18:22-24](rc://gu/tn/help/1ki/18/22)
* [1 થેસ્સલોનિકી 4:7-8](rc://gu/tn/help/1th/04/07)
* [2 તિમોથી 1:8-11](rc://gu/tn/help/2ti/01/08)
* [એફેસી 4:1-3](rc://gu/tn/help/eph/04/01)
* [ગલાતી 1:15-17](rc://gu/tn/help/gal/01/15)
* [માથ્થી 2:13-15](rc://gu/tn/help/mat/02/13)
* [ફિલિપ્પી 3:12-14](rc://gu/tn/help/php/03/12)
## શબ્દ માહિતી:
* Strong's: H559, H2199, H4744, H6817, H7121, H7123, G154, G363, G1458, G1528, G1941, G1951, G2028, G2046, G2564, G2821, G2822, G2840, G2919, G3004, G3106, G3333, G3343, G3603, G3686, G3687, G4316, G4341, G4377, G4779, G4867, G5455, G5537, G5581