gu_tw/bible/kt/brother.md

5.6 KiB

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

  • જૂના કરારમાં, “ભાઈઓ” શબ્દ, સામાન્ય સંદર્ભમાં સબંધીઓ, જેમકે સમાન કુળના સભ્યો, ગોત્ર, અથવા લોકોનું જૂથ તરીકે વપરાયો છે.
  • નવા કરારમાં, પ્રેરિતો મોટે ભાગે “ભાઈઓ” શબ્દ, ખ્રિસ્તી સાથીઓ, પુરુષો અને સ્ત્રીઓ (બન્ને સહિત), કારણકે બધા વિશ્વાસીઓ ખ્રિસ્તમાં એક આત્મિક કુટુંબના સભ્યો હોઈ, ઈશ્વર તેઓના સ્વર્ગીય પિતા છે.
  • નવા કરારમાં કોઈક વાર, પ્રેરિતોએ “બહેન” શબ્દ પણ વાપર્યો છે, ખાસ કરીને કે જયારે ખ્રિસ્તી સાથી તે સ્ત્રી હતી, અથવા તે દર્શાવે છે કે પુરુષો અને સ્ત્રીઓ બન્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

  • જૂના કરારમાં જયારે “ભાઈઓને” સામાન્ય રીતે દર્શાવવા માટે, જેમાં વિશેષ કરીને, એક જ કુટુંબના સભ્યો, ગોત્ર, અથવા જન જૂથ માટે આ શબ્દ વપરાયો હોય ત્યારે તેનું સંભવિત ભાષાંતર “સબંધીઓ” અથવા “કુળના સભ્યો” અથવા “સાથી ઈઝરાએલી” થઇ શકે છે.
  • ખ્રિસ્તમાં સાથી વિશ્વાસીના સંદર્ભના જયારે આ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે આ શબ્દનું ભાષાંતર “ખ્રિસ્તમાં ભાઈ” અથવા “આત્મિક ભાઈ” એમ કરી શકાય છે.
  • જો પુરુષો અને સ્ત્રીઓ બન્નેને “ભાઈ” તરીકે ઉલ્લેખવામાં આવે તો તે ખોટો અર્થ આપે શકે છે, તે સંદર્ભમાં સગપણને લગતો કોઈ સામાન્ય શબ્દનો ઉપયોગ કરવો કે જેમાં પુરુષો અને સ્ત્રીઓનો બંનેનો સમાવેશ કરી શકાય.
  • બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરીએ તો પુરુષ અને સ્ત્રી વિશ્વાસીઓ માટે “વિશ્વાસુ સાથી” અથવા “ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો” શબ્દ વાપરી શકાય.
  • સંદર્ભ પ્રમાણે ધ્યાનથી તપાસ કરીને નિર્ણય કરવો કે, શું ફક્ત પુરુષને દર્શાવવામાં આવ્યો છે, અથવા શું તેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વર પિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H251, H252, H264, H1730, H2992, H2993, H2994, H7453, G80, G81, G2385, G2455, G2500, G4613, G5360, G5569