gu_tw/bible/kt/bornagain.md

34 lines
4.1 KiB
Markdown

# ફરીથી જન્મ પામવો, દેવ દ્વારા જન્મેલો, નવો જન્મ
## વ્યાખ્યા:
“નવો જન્મ” શબ્દ, પ્રથમ ઈસુ દ્વારા વપરાયો હતો, તેનો અર્થ એમ થાય છે કે જયારે દેવ વ્યક્તિને આત્મિક મૃત્યુમાંથી બદલીને નવું આધ્યાત્મિક જીવન આપે છે.
“દેવ દ્વારા જન્મેલો” અને “આત્માથી જન્મેલો” શબ્દો દર્શાવે છે કે જયારે વ્યક્તિને નવું આત્મિક જીવન અપાયેલું હોય છે.
* બધા મનુષ્યો આધ્યાત્મિક રીતે મૃત સ્થિતિમાં જન્મેલા છે અને જયારે તેઓ ઈસુ ખ્રિસ્તને પોતાના તારનાર તરીકે સ્વીકારે છે ત્યારે તેઓ “નવો જન્મ” પામે છે.
* જયારે નવા વિશ્વાસી આત્મિક રીતે નવા જન્મ પામે છે તે જ ક્ષણથી દેવનો પવિત્ર આત્મા નવા વિશ્વાસીમાં રહેવા આવે છે અને તેના જીવનમાં તે તેને સારા આધ્યાત્મિક ફળ ઉપજાવવા સમર્થ કરે છે.
* વ્યક્તિ નવો જન્મ પામે તે દેવનું કામ છે અને તે તેનું બાળક બને છે.
## ભાષાંતરના સુચનો:
* “નવો જન્મ પામવો” તેનું બીજી રીતે ભાષાંતર, “નવો જન્મેલું” અથવા “આધ્યાત્મિક જન્મ” થઇ શકે છે.
* શાબ્દિક અર્થ અનુસાર આ શબ્દનું શ્રેષ્ઠ ભાષાંતર કરવું હોય તો જે શબ્દ નવા જન્મેલા માટે વપરાય છે તેવો જ સામાન્ય ભાષાનો શબ્દ વાપરવો.
* “નવો જન્મ” શબ્દનું ભાષાંતર, “આધ્યાત્મિક જન્મ” થઇ શકે છે.
* “દેવ દ્વારા જન્મેલો” શબ્દનું ભાષાંતર, “દેવના દ્વારા નવા જન્મેલા શિશુ જેવું જીવન હોવું” અથવા “દેવ દ્વારા અપાયેલું નવું જીવન” તરીકે કરી શકાય છે.
* એજ રીતે, “આત્માથી જન્મેલો” શબ્દનું ભાષાંતર, “પવિત્ર આત્મા દ્વારા અપાયેલું નવું જીવન” અથવા “દેવનું બાળક બનવા માટે પવિત્ર આત્મા દ્વારા અપાયેલું સામર્થ્ય” અથવા “આત્માથી નવા જન્મેલા શિશુ જેવું નવું જીવન હોવું” એમ કરી શકાય છે.
(આ પણ જુઓ : [પવિત્ર આત્મા](../kt/holyspirit.md), [બચાવવું](../kt/save.md))
## બાઈબલની કલમો :
* [1 યોહાન 3:9-10](rc://gu/tn/help/1jn/03/09)
* [1 પિતર 1:3-5](rc://gu/tn/help/1pe/01/03)
* [1 પિતર 1:22-23](rc://gu/tn/help/1pe/01/22)
* [યોહાન 3:3-4](rc://gu/tn/help/jhn/03/03)
* [યોહાન 3:7-8](rc://gu/tn/help/jhn/03/07)
* [તિતસ 3:4-5](rc://gu/tn/help/tit/03/04)
## શબ્દ માહિતી:
* Strong's: G313, G509, G1080, G3824