gu_tw/bible/kt/baptize.md

54 lines
7.5 KiB
Markdown

# બાપ્તિસ્મા આપવું, બાપ્તિસ્મા પામેલ, બાપ્તિસ્મા
## વ્યાખ્યા:
નવાકરારમાં “બાપ્તિસ્મા આપવું” અને “બાપ્તિસ્મા” શબ્દ સામાન્ય રીતે ધર્મિક વિધિને દર્શાવે છે, જેમાં ખ્રિસ્તી વ્યક્તિ જળસંસ્કારથી સ્નાન કરે છે, એ દર્શાવે કે તેઓ પોતાના પાપોથી શુદ્ધ થઈને ખ્રિસ્ત સાથે એક થાય છે.
* પાણીના બાપ્તિસ્મા ઉપરાંત, બાઈબલમાં “પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામવું” અને “અગ્નિથી બાપ્તિસ્મા પામવા” વિશે કહેવામાં આવ્યું છે.
* બાઈબલમાં “બાપ્તિસ્મા” શબ્દ, મહાન પીડામાંથી ગુજરવું તે માટે પણ વાપરવામાં આવ્યો છે.
## ભાષાંતરના સુચનો:
* વ્યક્તિએ કેવી રીતે પાણીથી બાપ્તિસ્મા પામવું જોઈએ છે તે વિશે ખ્રિસ્તીઓમાં અલગ અલગ દ્રષ્ટિકોણ રહેલા છે. સામાન્ય રીતે આ શબ્દનું શ્રેષ્ઠ ભાષાંતર, જેમાં પાણીને અલગ અલગ રીતે ચોપડવામાં આવે છે.
* સંદર્ભ પ્રમાણે, “બાપ્તિસ્મા આપવું” શબ્દનું ભાષાંતર “શુદ્ધ કરવું”, “બહાર ઉપર રેડવું,” “પૂરેપૂરું ડુબાડવું અથવા (અંદર) ડુબાડવું,” ધોઈ કાઢવું,” અથવા “આત્મિક રીતે શુદ્ધ કરવું” થઈ શકે છે. ઉદાહરણ તરીકે, “તને પાણીથી બાપ્તિસ્મા આપવું” તેનું ભાષાંતર “તને પાણીમાં પુરેપુરો ડુબાડવો” થઈ શકે છે.
* “બાપ્તિસ્મા” શબ્દનું ભાષાંતર “શુદ્ધીકરણ,” “બહાર રેડવું,” “ડૂબકી મારવાની ક્રિયા,” “સફાઈ,” અથવા “આત્મિક રીતે ધોયેલા” થઈ શકે છે.
* જયારે તેનો ઉલ્લેખ પીડા માટે કરાય છે ત્યારે “બાપ્તિસ્મા” શબ્દનું ભાષાંતર “ભયંકર પીડાનો સમય” અથવા “સખત પીડા દ્વારા સફાઈ” થઇ શકે છે.
* આ શબ્દનું ભાષાંતર બાઈબલમાં સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે થયું છે, તેનું ધ્યાન રાખો.
(આ પણ જુઓ: [અજ્ઞાનનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-unknown))
(આ પણ જુઓ: [યોહાન (બાપ્તિસ્મી)](../names/johnthebaptist.md), [પસ્તાવો કરવો](../kt/repent.md), [પવિત્ર આત્મા](../kt/holyspirit.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 2:37-39](rc://gu/tn/help/act/02/37)
* [પ્રેરિતો 8:36-38](rc://gu/tn/help/act/08/36)
* [પ્રેરિતો 9:17-19](rc://gu/tn/help/act/09/17)
* [પ્રેરિતો 10:46-48](rc://gu/tn/help/act/10/46)
* [લૂક 3:15-16](rc://gu/tn/help/luk/03/15)
* [માથ્થી 3:13-15](rc://gu/tn/help/mat/03/13)
* [માથ્થી28:18-19](rc://gu/tn/help/mat/28/18)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[24:3](rc://gu/tn/help/obs/24/03)__ જયારે લોકોએ યોહાનનો સંદેશો સાંભળ્યો, તેઓમાંથી ઘણાએ તેમના પાપોનો પસ્તાવો કર્યો, અને યોહાને તેઓને __બાપ્તિસ્મા__ આપ્યું.
ઘણા ધાર્મિક આગેવાનો પણ યોહાનથી __બાપ્તિસ્મા પામવા__ આવ્યા, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં અથવા તેમના પાપોની કબૂલાત કરી નહીં.
* __[24:6](rc://gu/tn/help/obs/24/06)__ બીજા દિવસે, ઈસુ યોહાનથી __બાપ્તિસ્મા પામવા__ આવ્યો.
* __[24:7](rc://gu/tn/help/obs/24/07)__ યોહાને ઈસુને કહ્યું, “હું તને __બાપ્તિસ્મા__ આપવાને લાયક નથી.
તારે મને _બાપ્તિસ્મા_ આપવું જોઈએ.”
* __[42:10](rc://gu/tn/help/obs/42/10)__ જેથી જઈને બધા જાતિના લોકોને શિષ્યો બનાવો, અને પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે __બાપ્તિસ્મા__ આપો, અને મેં જે આજ્ઞા આપી છે તે તેઓને શીખવતા જાઓ.”
* __[43:11](rc://gu/tn/help/obs/43/11)__ પિતરે તેઓને જવાબ આપ્યો, “તમે દરેક જણ પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે __બાપ્તિસ્મા પામો__ જેથી કરીને દેવ તમારા પાપો માફ કરશે.”
* __[43:12](rc://gu/tn/help/obs/43/12)__ પિતરે જે કહ્યું તે સાંભળીને લગભગ 3,000 લોકોએ વિશ્વાસ કર્યો અને ઈસુના શિષ્યો બન્યા.
* તેઓ __બાપ્તિસ્મા__ પામ્યા હતા અને યરુશાલેમની મંડળીના ભાગરૂપ બન્યા.
* __[45:11](rc://gu/tn/help/obs/45/11)__ જયારે ફિલિપ અને હબસી ખોજાએ પ્રવાસ કરી, તેઓ થોડા પાણી પાસે આવ્યા. ઈથોપિયન હબસી ખોજાએ કહ્યું, “જો!” અહીં થોડું પાણી છે! શું હું __બાપ્તિસ્મા__ લઉં શકું?”
* __[46:5](rc://gu/tn/help/obs/46/05)__ શાઉલ તરત ફરીથી જોઈ શક્યો, અને અનાન્યાએ તેને __બાપ્તિસ્મા__ આપ્યું.
* __[49:14](rc://gu/tn/help/obs/49/14)__ ઈસુ તમને તેનામાં વિશ્વાસ કરી બાપ્તિસ્મા લેવાનું આમંત્રણ આપે છે.
## શબ્દ માહિતી:
* Strong's: G907