gu_tw/bible/kt/ark.md

3.0 KiB

વહાણ

વ્યાખ્યા:

“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે. વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે. અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા. આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.

  • આ હિબ્રુ શબ્દ કે જે આ વિશાળ નાવ માટે વપરાયો છે તેજ શબ્દ પેટી અથવા ખોખું માટે વપરાયો છે અથવા પેટી કે જેમાં બાળક મૂસાને તેની માતાએ નાઈલ નદીમાં સંતાડવા ઉપયોગ કર્યો હતો.

આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.

  • “કરારકોશ” શબ્દમાં “કોશ” માટે જુદો જ હિબ્રુ શબ્દનો ઉપયોગ કરાયો છે.

તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.

  • જયારે આ શબ્દ “વહાણ” ભાષાંતર કરવા પસંદ કરીએ, ત્યારે તેનો ઉપયોગ કયા સંદર્ભમાં થયો છે તે સમજવું અગત્યનું છે.

(આપણ જુઓ: કરારકોશ, પેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H727, H8392, G2787