gu_tw/bible/kt/antichrist.md

32 lines
3.4 KiB
Markdown

# ખ્રિસ્તવિરોધી, ખ્રિસ્તવિરોધીઓ
## વ્યાખ્યા:
“ખ્રિસ્તવિરોધી” શબ્દ દર્શાવે છે કે એવો વ્યક્તિ જે ઈસુ ખ્રિસ્તના શિક્ષણ અને તેના કાર્ય વિરોધી હોય.
વિશ્વમાં ઘણા ખ્રિસ્તવિરોધીઓ છે.
* પ્રેરિત યોહાને લખ્યું તે વ્યક્તિ ખ્રિસ્તવિરોધી છે, જે લોકોને ઈસુ મસીહ નથી એમ કહીને લોકોને છેતરે છે, અથવા તે ઈસુ દેવ અને માનવ બન્ને હોવાનું નકારે છે.
* બાઈબલ તે પણ શીખવે છે કે વિશ્વમાં ખ્રિસ્તવિરોધી એક સામાન્ય આત્મા છે કે જે ઈસુના કામનો વિરોધ કરે છે.
* નવાકરારમાં પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે કે “ખ્રિસ્તવિરોધી” એક માણસ હશે જે અંતના સમયમાં પ્રગટ થશે .
* આ માણસ ઈશ્વરના લોકોનો નાશ કરવા કોશિશ કરશે, પણ તે ઈસુ દ્વારા હારી જશે.
## ભાષાંતરના સુચનો:
* આ શબ્દનું બીજી રીતે ભાષાંતર કરીએ તો, તે શબ્દ અથવા શબ્દસમૂહનો અર્થ “ખ્રિસ્તનો વિરોધ કરનાર” અથવા “ખ્રિસ્તનો શત્રુ” અથવા “ખ્રિસ્તની વિરુદ્ધનો વ્યક્તિ” એમ થઈ શકે છે.
* શબ્દસમૂહ “ખ્રિસ્તવિરોધીનો આત્મા” નું ભાષાંતર “એવો આત્મા જે ખ્રિસ્તની વિરુદ્ધ છે” અથવા “જે ખ્રિસ્ત વિશે જૂઠું શીખવે” અથવા “ખ્રિસ્ત વિશે જુઠું સ્વીકારવાનું વલણ” અથવા “આત્મા કે જે ખ્રિસ્ત વિશે જુઠું શીખવે છે.”
* આ શબ્દનું રાષ્ટ્રીય ભાષામાં અથવા સ્થાનિક ભાષા કેવી રીતે ભાષાંતર કરવામાં આવ્યું છે તેનું ધ્યાન આપો.
(જુઓ: [અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-unknown))
(આ પણ જુઓ: [ખ્રિસ્ત](../kt/christ.md), [પ્રગટ કરવું](../kt/reveal.md), [ભારે દુઃખ](../other/tribulation.md))
## બાઈબલની કલમો:
* [1 યોહાન 2:18-19 ](rc://gu/tn/help/1jn/02/18)
* [1 યોહાન 4:1-3 ](rc://gu/tn/help/1jn/04/01)
* [2 યોહાન 1:7-8 ](rc://gu/tn/help/2jn/01/07)
## શબ્દ માહિતી:
* Strong's: G500