gu_tw/bible/kt/amen.md

4.3 KiB

આમેન, ખચીત

વ્યાખ્યા:

“આમેન” શબ્દનો ઉપયોગ, જયારે કોઈ બાબતની વાત પર ભાર મુકવો હોય અથવા કોઈ બાબત પર વધારે ધ્યાન ખેચવું હોય, ત્યારે થાય છે. તેનો ઉપયોગ પ્રાર્થના પૂરી કરવા માટે કરવામાં આવે છે. અમુકવાર આ શબ્દનું ભાષાંતર “ખચીત” કરવામાં આવ્યું છે.

  • જયારે તેનો ઉપયોગ પ્રાર્થના પૂરી કરવા માટે કરવામાં આવે છે, ત્યારે પોતાની ઈચ્છા અભિવ્યક્ત કરીને તે પ્રાર્થના સાથે સહમત થાય છે.
  • પ્રભુ ઈસુએ પોતાના શિક્ષણમાં “આમેન” શબ્દનો ઉપયોગ કરીને સત્યો પર ભાર મૂક્યો.

આ શબ્દનો ઉપયોગ કર્યા પછી તરત જ ઈસુએ કહ્યું કે “અને હું તમને સાચે જ કહું છું કે” એવું કહીને તેમણે આગળના શિક્ષણને અનુલક્ષીને નવું શિક્ષણ પ્રસ્તુત કર્યું.

  • જયારે ઇસુ “આમેન” શબ્દનો આવો ઉપયોગ કરે છે ત્યારે અંગ્રેજી ભાષાંતર (અને યુ.એલ.બી. આવૃત્તિ), “સાચે જ” અથવા “ખરેખર” શબ્દોનો ઉપયોગ કરે છે.
  • “સાચે જ” શબ્દના અર્થનું બીજું ભાષાંતર “ચોક્કસ” અથવા “ખાતરીપૂર્વક” થઇ શકે છે અને તે દ્વારા જ્યારે વક્તા જે કહે છે તેના પર વધુ ભાર મૂકે છે.

ભાષાંતરના સૂચનો:

  • લક્ષ્ય ભાષામાં કોઈ બાબત પર ભાર મુકવામાં આવે ત્યારે આ શબ્દ અથવા સંજ્ઞા કેવી રીતે વાપરવામાં આવી છે તેનું ધ્યાન રાખવું.
  • જયારે “આમેન” ઉપયોગ પ્રાર્થનાના અંતે કરવામાં આવે છે, ત્યારે તેનું ભાષાંતર “એવું થવા રહેવા દો” અથવા “એવું થવા દો” અથવા “એ સાચું છે” એમ થઇ શકે છે.
  • જયારે ઇસુ કહે છે કે “હું તમને સાચે જ કહું છું” તેનું ભાષાંતર “હા, હું તમને નિષ્ઠાપૂર્વક કહું છું” અથવા “તે સત્ય છે અને હું તમને તે જ કહું છું” એવું થઇ શકે છે.
  • “હું તમને ખચીત ખચીત કહું છું” તેનું ભાષાંતર “હું તમને સાચે જ કહું છું” અથવા “હું તમને સંકલ્પ કરીને કહું છું” અથવા “હું તમને જે કહું છું તે સત્ય છે” એમ થઇ શકે છે.

(તે પણ જુઓ: પૂર્ણ થવું, સાચું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H543, G281