gu_tw/bible/kt/adoption.md

3.1 KiB

દત્તક લેવું, દત્તક, દત્તક લીધેલ

વ્યાખ્યા:

“દત્તક,” “દત્તક લેવું” શબ્દ, દર્શાવે છે કે જે વ્યક્તિને જૈવિક રીતે પોતાનું બાળક ના હોય પણ તેને કાયદાકીય પ્રક્રિયા દ્વારા અપનાવામાં આવે.

  • બાઈબલ આ શબ્દનો ઉપયોગ રૂપક રીતે કરે છે, જે દર્શાવે છે કે કેવી રીતે ઈશ્વર લોકોને પોતાના આત્મિક દીકરા અને દીકરી બનાવી પોતાના કુટુંબના ભાગરૂપ બનાવે છે.
  • દત્તક લીધેલ સંતાન તરીકે ઈશ્વર દરેક વિશ્વાસીને પોતાના દીકરા અને દીકરી બનાવી ઇસુ ખ્રિસ્તની સાથે સહવારસ બનાવાની તક આપે છે.

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દનું ભાષાંતર એવા શબ્દથી કરવું જેથી તે માબાપ-બાળક વચ્ચેના ખાસ સબંધને દર્શાવે.

આ શબ્દનો અર્થ, રૂપક અને આત્મિક રીતે થાય તેની તકેદારી રાખો.

  • “પુત્રોને તરીકે દત્તક લીધાનો અનુભવ” શબ્દનું ભાષાંતર “ઈશ્વરે તેના બાળકો તરીકે દત્તક લીધા છે” અથવા “ઈશ્વરના (આત્મિક) બાળકો બન્યા છે” એમ થઇ શકે છે.
  • “તેના દત્તક પુત્રો બનવા રાહ જોવી” તેનું ભાષાંતર “ઈશ્વરના બાળકો બનવા તાકીને રાહ જોવી” અથવા “ઈશ્વરના બાળકો બનવા આશા સાથે રાહ જોવી” તેમ થઇ શકે છે.
  • “તેમને દત્તક લીધા” નું ભાષાંતર “તેમને બાળકો તરીકે સ્વીકાર્યા” અથવા “તેમને પોતાના (આત્મિક) બાળકો બનાવ્યા” એમ થઇ શકે છે.

(તે પણ જુઓ: વારસ, વારસો, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G5206