gu_tw/bible/kt/works.md

5.9 KiB

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

"કાર્ય" શબ્દ સામાન્યપણે, કાંતો કશુંક હાંસલ કરવા માટે વિસ્તૃત કરવામાં આવેલ પ્રયત્નોને અથવા તે કાર્યના પરિણામનો ઉલ્લેખ કરે છે. "કાર્યો" શબ્દ સામાન્યપણે સમગ્ર કૃત્યોનો (એટલે કે, બાબતો જે પૂર્ણ થઇ છે અથવા પૂર્ણ કરવાની છે તેનો) ઉલ્લેખ કરે છે.

  • બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે ઈશ્વર અથવા લોકોના સંદર્ભમાં ઉલ્લેખાયેલ છે.
  • જ્યારે ઈશ્વરના સંદર્ભમાં બાઇબલ "કાર્ય" શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે મહદઅંશે તે ઈશ્વરના કાર્ય જેવા કે, સૃષ્ટિની રચના કરવી કે તેમના લોકોનો બચાવ કરવો (કાંતો દુશ્મનોથી, પાપથી અથવા બંનેથી), નો ઉલ્લેખ કરે છે.
  • ઈશ્વરના કાર્યો એટલે તેમણે જે સઘળું કર્યું છે કે તે જે સઘળું કરે છે, જેમ કે જગતની ઉત્પત્તિ કરવી, પાપીઓને બચાવવા, સમગ્ર સર્જનની જરૂરીયાતો પૂરી પાડવી અને સમગ્ર સુષ્ટિને એકસૂત્રતામાં જાળવી રાખવાનો સમાવેશ કરે છે.
  • વ્યક્તિ જે કાર્યો કે પ્રક્રિયાઓ કરે છે તે કાંતો સારા કે ખરાબ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • “કામો" અથવા "કાર્યો" નું ભાષાંતર અન્ય રીતે "ક્રિયાઓ" અથવા "જે બાબતો થઈ છે તે" કરી શકાય છે.
  • પરમેશ્વરના "કામો" અથવા "કાર્યો" અને "તેમના હાથનાં કામ" નો ઉલ્લેખ કરતી વખતે, આ શબ્દોનો અર્થ "ચમત્કારો" અથવા "પરાક્રમી કૃત્યો" અથવા "ઈશ્વર જે અદ્દભુત કાર્યો કરે છે" તરીકે પણ કરી શકાય છે.
  • “ઈશ્વરના કામ" શબ્દનું ભાષાંતર "જે બાબતો ઈશ્વર કરી રહયા છે" અથવા "ઈશ્વર કરે છે તે ચમત્કારો" અથવા "ઈશ્વર કરે છે એ અદ્દભુત વસ્તુઓ" અથવા "ઈશ્વરે જે કંઈ સિદ્ધ કર્યું છે તે" તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • કામ” શબ્દ ફક્ત” દરેક સારા કામને" અથવા "દરેક સારા કાર્યો" જેવા "કામો" નું એકવચન હોઇ શકે છે.
  • જ્યારે કાર્ય ઈશ્વર માટે કે અન્યોને માટે કરવામાં આવે ત્યારે તેનું ભાષાંતર "સેવા" અથવા "સેવા કાર્ય" કરી શકાય છે.
  • “કામ" શબ્દ "સેવા" અથવા "સેવાકાર્ય" ના વ્યાપક અર્થમાં પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે."
  • “તમારા પોતાના કામનું પરીક્ષણ" શબ્દનું ભાષાંતર "ઈશ્વરની ઇચ્છા છે કે તમે જે કરો છો તે કરો" અથવા "ખાતરી કરો કે જે તમે કરો છો તે ઈશ્વરને ખુશ કરે છે."
  • “પવિત્ર આત્માનું કાર્ય" શબ્દસમૂહનું ભાષાંતર "પવિત્ર આત્માનું ભરપુરીપણું" અથવા "પવિત્ર આત્માનું સેવાકાર્ય” અથવા "જે બાબતો પવિત્ર આત્મા કરે છે તે" તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4566, H4567, H4611, H4659, H5949, G2041