gu_tw/bible/kt/tabernacle.md

38 lines
3.8 KiB
Markdown

# મુલાકાતમંડપ
## વ્યાખ્યા:
આ મુલાકાતમંડપ એ ખાસ તંબુ જેવું હતું, જ્યાં ઈસ્રાએલીઓ 40 વર્ષ દરમિયાન ઈશ્વરનું ભજન કરતા હતા.
* ઈશ્વરે ઈસ્રાએલીઓને આ વિશાળ તંબુ બનાવવા માટે વિગતવાર સૂચનો આપ્યા હતા, જેમાં બે ઓરડા હતા અને એક બંધ આંગણાથી ઘેરાયેલું હતું.
દરરોજ ઈસ્રાએલીઓ અરણ્યમાં રહેવા માટે જુદીજુદી જગ્યાએ જતાં ત્યારે,યાજકો મુલાકાતમંડપને ઊંચકીને તેને બીજી છાવણીએ લઈ જતા હતા.
પછી તેઓ ફરીથી તેને નવી છાવણીની મધ્યમાં ઊભો કરતા.
* મુલાકાતમંડપ કાપડ,બકરાના વાળ અને પશુના ચામડામાંથી બનેલા પડદાને લાકડાની ફ્રેમ સાથે લટકાવીને બનાવવામાં આવ્યો હતો. આંગણાને આસપાસ વધુ પડદાથી બંધ કરવામાં આવ્યું હતું.
* મંડપના બે ભાગ પવિત્રસ્થાન (જ્યાં ધૂપ બાળવાની ધૂપવેદી હતી) અને પરમપવિત્ર સ્થાન (જ્યાં કરારકોશ રાખવામાં આવ્યો હતો) હતા.
* આ મંડપના આંગણામાં પ્રાણીના બલિદાન માટે વેદી અને ખાસ ધાર્મિક શુધ્ધિકરણ માટેનો હોજ હતા.
* સુલેમાન દ્વારા યરૂશાલેમમાં મંદિર બાંધવામાં આવ્યું ત્યારે, ઈસ્રાએલીઓએ મુલાકાતમંડપનો ઉપયોગ કરવાનું બંધ કર્યું.
## અનુવાદ માટેના સૂચનો:
"મંડપ" શબ્દનો અર્થ "નિવાસસ્થાન" થાય છે.
બીજી રીતે અનુવાદ કરવામાં "પવિત્ર તંબુ" અથવા " જ્યાં ઈશ્વર હતા તે તંબુ" અથવા " ઈશ્વરનો તંબુ" નો સમાવેશ થાય છે.
ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ "મંદિર"ના અનુવાદથી અલગ છે.
(આ પણ જુઓ: [યજ્ઞવેદી](../kt/altar.md), [ધૂપવેદી](../other/altarofincense.md), [કરારકોશ](../kt/arkofthecovenant.md), [મંદિર](../kt/temple.md), [મુલાકાતમંડપ](../other/tentofmeeting.md))
## બાઇબલ સંદર્ભો
* [1 કાળવૃત્તાંત 21:28-30](rc://*/tn/help/1ch/21/28)
* [2 કાળવૃત્તાંત 1:2-5](rc://*/tn/help/2ch/01/02)
* [પ્રેરિતોનાં કૃત્યો 7:43](rc://*/tn/help/act/07/43)
* [પ્રેરિતોનાં કૃત્યો 7:44-46](rc://*/tn/help/act/07/44)
* [નિર્ગમન 38:21-23](rc://*/tn/help/exo/38/21)
* [યહોશુઆ 22:19-20](rc://*/tn/help/jos/22/19)
* [લેવીય 10:16-18](rc://*/tn/help/lev/10/16)
## શબ્દ માહિતી:
* Strong's: H168, H4908, H5520, H5521, H5522, H7900, G4633, G4634, G4636, G4638