gu_tw/bible/kt/son.md

7.6 KiB

દીકરો

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જેને દીકરો હોવાના સ્થાને કાયદેસર રીતે મૂકવામાં આવ્યો છે.

  • શબ્દસમૂહ “નો દીકરો”  નો ઉપયોગ વ્યક્તિના પિતા, માતા, અથવા એક પૂર્વજ આગળની કોઈક પેઢીમાંથી માટે કરી શકાય છે. આ શબ્દસમૂહનો ઉપયોગ ઘણા સ્થાનોએ વંશાવળીમાં થાય છે.
  • "ઈઝરાયેલના દીકરાઓ" એટલે સામાન્યપણે ઈઝરાયેલી રાષ્ટ્ર (ઉત્પતિ પછી).
  • “નો દીકરો” ઉપયોગ કરીને વારંવાર પિતાનું નામ આપીને એવા લોકોની ઓળખ કરવા મદદ કરે છે જેઓના નામ એકસરખા છે. ઉદાહરણ તરીકે, ૧ રાજાઓ ૪ મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને ૨ રાજાઓ ૧૫ મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.
  • "નો દીકરો" શબ્દસમૂહનો ઉપયોગ વ્યક્તિ સાથે આગળ આવતા વ્યક્તિ અથવા ખ્યાલને જોડવા માટે ઉપયોગમાં લેવાય છે. આ અર્થ ખૂબ વીશાળ રીતે સંદર્ભ દ્વારા નક્કી થાય છે. એ હકારાત્મક હોઈ શકે છે (ઉદાહરણ તરીકે ૨ જો રાજા ૨:૧૬: "ક્ષમતાના દીકરાઓ"), નકારાત્મક (ઉદાહરણ તરીકે ૨ જો શમૂએલ ૭:૧૦" "દુષ્ટતાના દીકરાઓ), જૂથમાં સભ્યપદ આપવું, વ્યક્તિનું નામ લીધા વગર તુચ્છકારને વ્યક્ત કરવો (ઉદાહરણ તરીકે "તમે ઝેરુયાહના દીકરાઓ"), વિગેરે.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દના મોટા ભાગના બનાવોમાં, “દીકરા”નું અનુવાદ ભાષામાં પુત્ર માટે વપરાતા શાબ્દિક શબ્દ દ્વારા કરવું શ્રેષ્ઠ રહેશે.
  • “ઈશ્વરના દીકરા” શબ્દસમૂહનું અનુવાદ કરતી વખતે, પ્રોજેક્ટ ભાષાનો “દીકરા” માટેનો સામાન્ય શબ્દ વાપરવો જોઈએ.
  • કેટલીકવાર “દીકરાઓ” નું અનુવાદ “બાળકો” કરી શકાય, જ્યારે બંને પુરુષ અને સ્ત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. ઉદાહરણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો પણ સમાવેશ કરે છે. (આ પણ જુઓ: વંશજ, પૂર્વજ, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 4:8 ઈશ્વરે અબ્રામ સાથે વાત કરી અને ફરી વચન આપ્યું કે તેને દીકરો થશે આકાશમાંના તારા જેટલા વંશજો થશે.
  • 4:9 ઈશ્વરે કહ્યું, “તારા પોતાના દેહમાંથી હું તને દીકરો આપીશ.”
  • 5:5 લગભગ એક વર્ષ બાદ, જ્યારે ઈબ્રાહીમ 100 વર્ષનો હતો ને સારા 90 વર્ષની હતી, ત્યારે સારાએ ઈબ્રાહિમના દીકરાને જન્મ આપ્યો.
  • 5:8 જ્યારે તેઓ દહનાર્પણની જગાએ પહોંચ્યા, ત્યારે ઈબ્રાહિમે તેના દીકરા ઈસહાકને બાંધ્યો અને તેને વેદી પર સુવડાવ્યો. તે તેના દીકરાને મારવાની તૈયારીમાં જ હતો ત્યારે ઈશ્વરે કહ્યું, “થોભી જા! છોકરાને નુકસાન પહોંચાડીશ નહિ! હવે હું જાણું છું કે તું મારાથી બીએ છે કારણ કે તેં તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી.”
  • 9:7 જ્યારે તેણીએ બાળકને જોયું, ત્યારે તેણી તેને પોતાના દીકરા તરીકે લઇ ગઈ.
  • 11:6 ઈશ્વરે મીસરીઓના દરેક પ્રથમ જનીત દીકરાઓને મારી નાંખ્યા.
  • 18:1 ઘણાં વર્ષો પછી દાઉદ મરણ પામ્યો, અને તેના દીકરા સુલેમાને રાજ કરવાની શરૂઆત કરી.
  • 26:4 તેઓએ પૂછ્યું, શું એ દીકરો યુસફનો છે?"

શબ્દ માહિતી:

  • Strong's: H1060, H1121, H1123, H1248, H3173, H3206, H3211, H4497, H5209, H5220, G3816, G5043, G5207