gu_tw/bible/kt/sin.md

9.9 KiB

પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તેમ ન કરવાનો પણ ઉલ્લેખ કરે છે.

  • પાપ આપણે એવું કંઈપણ કરીએ છીએ જે ઈશ્વરને આધીન નથી અથવા તો તેમને પ્રસન્ન કરતુ નથી, તેનો સમાવેશ કરે છે, એવી પણ બાબતો કે જેના વિષે બીજા કોઈ જાણતા નથી.
  • વિચારો અને ક્રિયાઓ કે જે ઈશ્વરની ઈચ્છાને આધીન નથી તેને “પાપરૂપ” કહેવાય છે.
  • આદમે પાપ કર્યું તેને કારણે, સમગ્ર માનવજાત “પાપી સ્વભાવ” થી જન્મે છે, એવો સ્વભાવ કે જે તેમના પર અંકુશ ધરાવે છે અને તેમને પાપ કરવા તરફ દોરી જાય છે.
  • “પાપી” એ છે કે જે પાપ કરે છે, તેથી દરેક મનુષ્ય પાપી છે.
  • ઘણીવાર “પાપીઓ” શબ્દ ધાર્મિક લોકો જેવા કે ફરોશીઓ દ્વારા એવા લોકોને સંબોધવા માટે વાપરવામાં આવતો હતો કે જેઓ નિયમો પાળતા ન હતા, જે ફરોશીઓ ઈચ્છતા હતા કે તેમણે પાળવા જોઈએ.
  • “પાપી” શબ્દ એવા લોકો માટે પણ વાપરવામાં આવતો હતો જેમને બીજા લોકો કરતાં ખરાબ પાપી ગણવામાં આવતા હતા. ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

  • “પાપ” શબ્દનું અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહ જેનો અર્થ “ઈશ્વરને આધીન નથી” અથવા “ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ જવું” અથવા “દુષ્ટ વર્તન અને વિચારો” અથવા “ખોટું કરવું” તરીકે કરી શકાય.
  • “પાપ” કરવું નો અનુવાદ “ઈશ્વરનું ન માનવું” અથવા “ખોટું કરવું” પણ કરી શકાય.
  • સંદર્ભને આધારે “પાપી” શબ્દનું અનુવાદ “ખોટું કરવાથી ભરપુર” અથવા “દુષ્ટ” અથવા “અનૈતિક” અથવા “દુષ્ટ” અથવા “ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારવું” કરી શકાય.
  • સંદર્ભને આધારે “પાપી” નું અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહનો અર્થ, “એવી વ્યક્તિ કે જે પાપ કરે છે” અથવા “વ્યક્તિ કે જે ખોટી બાબતો કરે છે” અથવા “વ્યક્તિ કે ઈશ્વરનું માનતી નથી” અથવા “વ્યક્તિ કે જે નિયમોને પાળતી નથી” કરી શકાય.
  • “પાપીઓ” શબ્દનું અનુવાદ જે શબ્દ કે શબ્દસમૂહનો અર્થ “અતિ ઘણાં પાપી લોકો” અથવા “લોકો જેઓને ઘણાં પાપી ગણવામાં આવ્યા છે” અથવા “અનૈતિક લોકો” કરી શકાય.
  • “દાણીઓ અને પાપીઓ” નું અનુવાદ કરવાની રીતોમાં “લોકો કે જેઓ સરકાર માટે નાણાં ઉઘરાવે છે, અને બીજા ઘણાં પાપી લોકો” અથવા “ઘણાં પાપી લોકો, જેમાં દાણીઓનો પણ સમાવેશ થાય” કરી શકાય.
  • એ ધ્યાનમાં રાખો કે આ શબ્દનું અનુવાદ પાપી વર્તન અને વિચારોનો સમાવેશ કરે, એવા પણ જેને બીજા લોકો જોઈ શકતા નથી કે તે વિષે જાણતા નથી.
  • “પાપ” શબ્દ સામાન્ય, અને “દુષ્ટતા,” “દુષ્ટ” શબ્દોથી જુદો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અનાધીન, દુષ્ટ, શરીર, દાણી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 3:15 ઈશ્વરે કહ્યું, “હું વચન આપું છું હું હવે કદી લોકોના દુષ્ટ કૃત્યોને કારણે ભૂમિને શાપિત કરીશ નહિ, અથવા જળપ્રલય લાવીને જગતનો નાશ કરીશ નહિ, બાળપણના સમયથી લોકો પાપી હોય તોપણ.”
  • 13:12 ઈશ્વર તેમના પર ઘણાં ગુસ્સે હતા તેમના પાપના કારણે અને તેમનો નાશ કરવાને માટે યોજના કરી.
  • 20:1 ઈઝરાયેલ અને યહુદિયા બંને રાજ્યોએ ઈશ્વરની વિરુદ્ધમાં પાપ કર્યું. તેમણે ઈશ્વરે તેમની સાથેનો કરેલો સિનાઈ પર્વત પરનો કરાર તોડી નાંખ્યો.
  • 21:13 પ્રબોધાકોએ તેમ પણ કહ્યું કે મસીહા સંપૂર્ણ, પાપરહિત હશે. બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.
  • 35:1 એક દિવસ, ઈસુ ઘણાં દાણીઓ અને બીજા પાપીઓને જેઓ તેમનું સાંભળવા ભેગા થયા હતા, તેમને શીખવતા હતા.
  • 38:5 પછી ઈસુએ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ. તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે."
  • 43:11 પીતરે તેઓને ઉત્તર આપ્યો, “તમારામાના દરેકે પસ્તાવો કરવો જોઈએ અને ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ્તિસ્મા લેવું જોઈએ કે જેથી ઈશ્વર તમારા પાપો માફ કરે.”
  • 48:8 આપણે સર્વ આપણા પાપોને માટે મરવા યોગ્ય છીએ!
  • 49:17 જો કે તમે ખ્રિસ્તી છો, તોપણ તમને પાપનું પરીક્ષણ થશે. પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને કહે છે કે જો તમે તમારા પાપો કબૂલ કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

  • Strong's: H817, H819, H2398, H2399, H2400, H2401, H2402, H2403, H2408, H2409, H5771, H6588, H7683, H7686, G264, G265, G266, G268, G361, G3781, G3900, G4258