gu_tw/bible/kt/sign.md

40 lines
4.7 KiB
Markdown

# ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર
## વ્યાખ્યા:
ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.
* “સ્મૃતિપત્રો” ચિહ્નો છે જે લોકોને “યાદ અપાવે છે” તેઓને કંઇક યાદ કરાવવા મદદરૂપ બનીને, મોટેભાગે જેનું વચન આપવામાં આવ્યું હતું તેને:
* આકાશમાં જે મેઘધનુષ્ય ઈશ્વર રચે છે તે લોકોને યાદ અપાવવા માટે ચિહ્ન છે કે તેમણે વચન આપ્યું છે કે હવે પછી તેઓ સર્વ જીવોનો નાશ વૈશ્વિક જળપ્રલયથી નહિ કરે.
* ઈશ્વરે ઈઝરાયેલીઓને આજ્ઞા કરી કે તેમના તેઓ સાથેના કરારના ચિહ્ન તરીકે તેઓના દીકરાઓની સુન્નત કરાવવામાં આવે.
* ચિહ્નો કંઇક પ્રગટ કે દર્શાવી શકે છે:
* દૂતે ભરવાડોને ચિહ્ન આપ્યું કે જે તેઓને મદદરૂપ બને એ જાણવા માટે કે કયું બાળક બેથલેહેમમાં નવા જન્મેલાં મસીહા છે.
* યહુદાએ ધાર્મિક આગેવાનોને ઈસુ એ જ વ્યક્તિ છે જેને તેઓએ પકડવા જોઈએ તેના ચિહ્ન તરીકે ઈસુને ચુંબન કર્યું.
* ચિહ્નો સાબિત કરી શકે છે કે કંઇક સાચું છે:
* પ્રબોધકો અને પ્રેરીતો દ્વારા જે ચમત્કારો કરવામાં આવ્યા તે ચિહ્નરૂપ હતા કે જે સાબિત કરતાં હતા કે તેઓ ઈશ્વરનો સંદેશો બોલી રહ્યા છે.
* ઈસુએ જે ચમત્કારો કર્યા તે ચિહ્નરૂપ હતા જે સાબિત કરતાં હતા કે તેઓ ખરેખર મસીહા હતા.
## અનુવાદ માટેના સૂચનો:
* તેના સંદર્ભના આધારે, “ચિહ્ન” નું અનુવાદ “સંકેત” અથવા “પ્રતિક” અથવા “ચિહ્ન” અથવા “પુરાવો” અથવા “સાબિતી” અથવા “હાવભાવ” એમ પણ કરી શકાય.
* “હાથ વળે ચિહ્નો કરવા” નું અનુવાદ “હાથ વળે પ્રસ્તાવ” અથવા “હાથ વળે હાવભાવ” અથવા “હાવભાવ કરવા” એમ પણ અનુવાદ કરી શકાય.
* કેટલીક ભાષાઓમાં, “ચિહ્ન” માટે એક જ શબ્દ હોઈ શકે કે જે કંઇક સાબિત કરે અને જુદા જુદા શબ્દ “ચિહ્ન” માટે કે જે ચમત્કાર હોઈ શકે.
(આ પણ જુઓ: [ચમત્કાર](../kt/miracle.md), [પ્રેરિત](../kt/apostle.md), [ખ્રિસ્ત](../kt/christ.md), [કરાર](../kt/covenant.md), [સુન્નત](../kt/circumcise.md))
## બાઈબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 2:18-19](rc://*/tn/help/act/02/18)
* [નિર્ગમન 4:8-9](rc://*/tn/help/exo/04/08)
* [નિર્ગમન 31:12-15](rc://*/tn/help/exo/31/12)
* [ઉત્પતિ 1:14-15](rc://*/tn/help/gen/01/14)
* [ઉત્પતિ 9:11-13](rc://*/tn/help/gen/09/11)
* [યોહાન 2:17-19](rc://*/tn/help/jhn/02/17)
* [લૂક 2:10-12](rc://*/tn/help/luk/02/10)
* [માર્ક 8:11-13](rc://*/tn/help/mrk/08/11)
* [ગીતશાસ્ત્ર 89:5-6](rc://*/tn/help/psa/089/005)
## શબ્દ માહિતી:
* Strong's: H226, H852, H2368, H2858, H4150, H4159, H4864, H5251, H5824, H6161, H6725, H6734, H7560, G364, G880, G1213, G1229, G1718, G1730, G1732, G1770, G3902, G4102, G4591, G4592, G4953, G4973, G5280