gu_tw/bible/kt/save.md

58 lines
9.2 KiB
Markdown
Raw Permalink Blame History

This file contains invisible Unicode characters

This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# બચાવવું, બચાવ્યા, સલામત, તારણ
## વ્યાખ્યા:
“બચાવવું” શબ્દ કોઈકને કંઇક ખરાબ અથવા નુકસાનકારક અનુભવતા દુર રાખવુંનો ઉલ્લેખ કરે છે. “સલામત રહેવું”નો અર્થ નુકસાન અથવા જોખમથી સુરક્ષિત, થાય છે.
* શારીરિક અર્થમાં, લોકોને નુકસાન, જોખમ, અથવા મરણથી બચાવવામાં અથવા છોડાવવામાં આવી શકે.
* આત્મિક અર્થમાં, જો વ્યક્તિને “બચાવવામાં”આવ્યો છે, તો પછી ઈશ્વરે, ઈસુના વધસ્તંભના મરણ દ્વારા, તેને માફ કર્યો છે અને નરકમાં પોતાના પાપોની શિક્ષા ભોગવતા છોડાવ્યો છે.
* લોકો બીજા લોકોને બચાવી શકે અથવા જોખમમાંથી છોડાવી શકે, પરંતુ માત્ર ઈશ્વર જ લોકોને તેઓના પાપોની અનંતકાળની શિક્ષાથી બચાવી શકે.                                                                                                                                                                    “તારણ” શબ્દ બચાવવામાં આવ્યા અથવા દુષ્ટતાથી અને જોખમથી છોડાવવામાં આવ્યા, નો ઉલ્લેખ કરે છે.
* બાઈબલમાં, “તારણ” જેઓએ પોતાના પાપોનો પસ્તાવો કર્યો છે અને ઈસુમાં વિશ્વાસ કર્યો છે તેઓનો આત્મિક અને અનંતકાળ છુટકારો ઈશ્વર દ્વારા માન્ય થયો છે, તેનો ઉલ્લેખ કરે છે.
* બાઈબલ ઈશ્વર તેમના લોકોને તેમના શારીરિક શત્રુઓથી બચાવે અથવા છોડાવે છે, એ વિષે પણ વાત કરે છે.
## અનુવાદ માટેના સૂચનો:
* “બચાવવું” નું અનુવાદ કરવાની રીતોમાં “છોડાવવું” અથવા “નુકસાનથી દુર રાખવું” અથવા “નુકસાનના માર્ગેથી બહાર લાવવું” અથવા “મરણથી દુર રાખવું” નો સમાવેશ કરી શકાય.
* “જે કોઈ પોતાનો જીવ બચાવે” તે અભિવ્યક્તિમાં “બચાવે” શબ્દનો અનુવાદ “સાચવવું” અથવા “રક્ષણ” એમ પણ કરી શકાય.
* “સલામત” શબ્દનો અનુવાદ “જોખમથી સુરક્ષિત” અથવા “એવી જગ્યામાં કે જ્યાં કશું પણ નુકસાન ન કરી શકે” એમ કરી શકાય.
* “તારણ” શબ્દનો અનુવાદ “બચાવવું” અથવા “છોડાવવું” શબ્દોનો ઉપયોગ કરીને કરી શકાય જેવી રીતે “ઈશ્વર દ્વારા બચાવવામાં આવેલા લોકો (તેમના પાપોની શિક્ષામાંથી)” અથવા “ઈશ્વર પોતાના લોકોને છોડાવે છે (તેમના શત્રુઓથી)” તે રીતે.
* “ઈશ્વર મારું તારણ છે” તેનું અનુવાદ “ઈશ્વર એ છે કે જે મને બચાવે છે” એમ કરી શકાય.
* “તમે તારણના ઝરાઓમાંથી પાણી ભરશો” નું અનુવાદ “તમે પાણીથી તાજગી પામશો કારણ કે ઈશ્વર તમને છોડાવે છે.”
(આ પણ જુઓ: [વધસ્તંભ](../kt/cross.md), [છોડાવવું](../other/deliverer.md), [શિક્ષા](../other/punish.md), [પાપ](../kt/sin.md), [તારણહાર](../kt/savior.md))
## બાઈબલના સંદર્ભો:
* [ઉત્પતિ 49:16-18](rc://*/tn/help/gen/49/16)
* [ઉત્પતિ 47:25-26](rc://*/tn/help/gen/47/25)
* [ગીતશાસ્ત્ર 80:1-3](rc://*/tn/help/psa/080/001)
* [યર્મિયા 16:19-21](rc://*/tn/help/jer/16/19)
* [મીખાહ 6:3-5](rc://*/tn/help/mic/06/03)
* [લૂક 2:30-32](rc://*/tn/help/luk/02/30)
* [લૂક 8:36-37](rc://*/tn/help/luk/08/36)
* [પ્રેરિતોના કૃત્યો 4:11-12](rc://*/tn/help/act/04/11)
* [પ્રેરિતોના કૃત્યો 28:28](rc://*/tn/help/act/28/28)
* [પ્રેરિતોના કૃત્યો 2:20-21](rc://*/tn/help/act/02/20)
* [રોમન 1:16-17](rc://*/tn/help/rom/01/16)
* [રોમન 10:8-10](rc://*/tn/help/rom/10/08)
* [એફેસીઓ 6:17-18](rc://*/tn/help/eph/06/17)
* [ફિલિપ્પીઓ 1:28-30](rc://*/tn/help/php/01/28)
* [1 તિમોથી 1:15-17](rc://*/tn/help/1ti/01/15)
* [પ્રકટીકરણ 19:1-2](rc://*/tn/help/rev/19/01)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* **[9:8](rc://*/tn/help/obs/09/08)** મુસાએ તેના સાથી ઈઝરાયેલીને **બચાવવાને** પ્રયત્ન કર્યો .
* **[11:2](rc://*/tn/help/obs/11/02)** જેઓએ તેમના પર વિશ્વાસ કર્યો હોય તેવા કોઈપણના પ્રથમજનિત દીકરાને **બચાવવા માટે** ઈશ્વરે માર્ગ કરી આપ્યો.
* **[12:5](rc://*/tn/help/obs/12/05)** મુસાએ ઈઝરાયેલીઓને કહ્યું, “ભયભીત થવાનું મૂકી દો! ઈશ્વર તમારા માટે આજે લડશે અને તમને **બચાવશે**.”
* **[12:13](rc://*/tn/help/obs/12/13)** ઈઝરાયેલીઓએ તેમની નવી સ્વતંત્રતા ઉજવવા માટે ઘણાં ગીતો ગાયા અને ઈશ્વરની સ્તુતિ કરી કારણ કે તેમણે તેઓને ઈજીપ્તના લશ્કરથી **બચાવ્યા**.
* **[16:17](rc://*/tn/help/obs/16/17)** આ માળખું ઘણીવાર પુનરાવર્તિત થયું: ઈઝરાયેલીઓ પાપ કરે, ઈશ્વર તેઓને શિક્ષા કરે, તેઓ પસ્તાવો કરે, અને ઈશ્વર તેઓને **બચાવવા માટે** છોડાવનાર મોકલે.
* **[44:8](rc://*/tn/help/obs/44/08)** “તમે ઈસુને વધસ્તંભે જડ્યા, પરંતુ ઈશ્વરે તેઓને સજીવન કર્યા! તમે તેઓને નકાર્યા, પરંતુ ઈસુના સામર્થ્ય સિવાય **તારણ પામવાનો** બીજો કોઈ રસ્તો નથી!”
* **[47:11](rc://*/tn/help/obs/47/11)** જ્યારે દરોગો પાઉલ અને સિલાસ પાસે ધ્રુજતો ધ્રુજતો આવ્યો અને પૂછ્યું, “**તારણ પામવા માટે** મારે શું કરવું જોઈએ?" પાઉલે જવાબ આપ્યો, “ઈસુ પર વિશ્વાસ કર, કે જે માલિક છે, અને તું અને તારું કુટુંબ **તારણ પામશો**.”
* **[49:12](rc://*/tn/help/obs/49/12)** સારી કરણીઓ તમને **બચાવી શકશે નહિ**.
* **[49:13](rc://*/tn/help/obs/49/13)** દરેક કે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે અને તેઓને પોતાના માલિક તરીકે સ્વીકારે છે તેઓને ઈશ્વર **બચાવશે**. પરંતુ જેઓ તેમનામાં વિશ્વાસ નથી કરતાં તે કોઈને પણ તેઓ **બચાવશે નહિ**  .
## શબ્દ માહિતી:
* Strong's: H983, H2421, H3444, H3467, H3468, H4190, H4422, H4931, H6403, H7682, H7951, H7965, H8104, H8668, G803, G804, G806, G1295, G1508, G4982, G4991, G4992, G5198