gu_tw/bible/kt/sanctuary.md

33 lines
3.8 KiB
Markdown

# પવિત્રસ્થાન
## વ્યાખ્યા:
શાબ્દિક રીતે “પવિત્રસ્થાન”નો અર્થ “પવિત્ર સ્થાન” અને તે જે જગ્યાને ઈશ્વરે પવિત્ર બનાવી છે તેનો ઉલ્લેખ કરે છે. તે એવી પણ જગ્યાનો ઉલ્લેખ કરે છે કે જે રક્ષણ અને સલામતી આપે છે.
* જુના કરારમાં, “પવિત્રસ્થાન” શબ્દનો વારંવાર ઉપયોગ મુલાકાતમંડપ અથવા મંદિર કે જ્યાં “પવિત્ર સ્થાન” અને “પરમ પવિત્રસ્થાન” સ્થાપિત હતું તેનો ઉલ્લેખ કરવા માટે થયો હતો.
* ઈશ્વરે પવિત્રસ્થાનને તેઓ તેમના લોકો, ઈઝરાયેલીઓ મધ્યે રહેતાં હતાં તે સ્થળ તરીકે ઉલ્લેખ કર્યો હતો.
* તેઓ પોતાને “પવિત્રસ્થાન” અથવા તેમના લોકોને માટે સલામત જગ્યા કે જ્યાં તેઓ રક્ષણ મેળવી શકે એ પ્રમાણે પણ ઓળખાવતાં હતાં.
## અનુવાદ માટેના સૂચનો:
* આ શબ્દનો મૂળભૂત અર્થ "પવિત્ર સ્થાન" અથવા "સ્થળ કે જે અલગ કરવામાં આવ્યું છે" તે છે.
* સંદર્ભને આધારે “પવિત્રસ્થાન” શબ્દનો અનુવાદ “પવિત્ર સ્થાન” અથવા “પવિત્ર ઈમારત” અથવા “ઈશ્વરનું પવિત્ર રહેવાનું સ્થાન” અથવા “રક્ષણ માટેનું પવિત્ર સ્થાન” અથવા “સલામતી માટેનું પવિત્ર સ્થાન” એ પ્રમાણે કરી શકાય.
* શબ્દસમૂહ “પવિત્રસ્થાનનું શેકેલ” નું અનુવાદ “મુલાકાત મંડપને માટે એક પ્રકારનું શેકેલ આપવામાં આવતું” અથવા “મંદિરની સંભાળ લેવાને માટે કર ચુકવવા શેકેલનો ઉપયોગ થતો” આ પ્રમાણે કરી શકાય.
* નોંધ: સાવધ રહો કે આ શબ્દનું અનુવાદ આધુનિક સમયની મંડળીમાં ભજન ખંડનો ઉલ્લેખ કરતુ નથી
(આ પણ જુઓ: [પવિત્ર](../kt/holy.md), [પવિત્ર આત્મા](../kt/holyspirit.md), [પવિત્ર](../kt/holy.md), [અલગ કરવું](../kt/setapart.md), [મુલાકાત મંડપ](../kt/tabernacle.md), [કર](../other/tax.md), [મંદિર](../kt/temple.md))
## બાઈબલના સંદર્ભો:
* [આમોસ 7:12-13](rc://*/tn/help/amo/07/12)
* [નિર્ગમન 25:3-7](rc://*/tn/help/exo/25/03)
* [હઝકિયેલ 25:3-5](rc://*/tn/help/ezk/25/03)
* [હિબ્રુઓ 8:1-2](rc://*/tn/help/heb/08/01)
* [લૂક 11:49-51](rc://*/tn/help/luk/11/49)
* [ગણના 18:1-2](rc://*/tn/help/num/18/01)
* [ગીતશાસ્ત્ર 78:67-69](rc://*/tn/help/psa/078/067)
## શબ્દ માહિતી:
* Strong's: H4720, H6944, G39