gu_tw/bible/kt/restore.md

37 lines
3.7 KiB
Markdown

# પુનઃસ્થાપિત કરવું, ઠીક કરવું, પાછું સોંપવું, પુનઃસ્થાપિત કરે છે, પુનઃસ્થાપિત કર્યું, પુનઃસ્થાપના
## વ્યાખ્યા:
“પુનઃસ્થાપિત કરવું” અને “પુનઃસ્થાપના” શબ્દો કોઈ બાબત તેની મૂળ અને વધારે સારી સ્થિતિમાં પાછી બદલાય તેવું કરવાનો ઉલ્લેખ કરે છે.
* જ્યારે શરીરનો રોગગ્રસ્ત ભાગ ઠીક કરવામાં આવ્યો છે ત્યારે, તેનો અર્થ તેને સાજો કરવામાં આવ્યો છે એવો થાય છે.
* ભંગીત સંબંધ કે જેને ઠીક કરવામાં આવ્યો છે તેમાં “સમાધાન” કરવામાં આવ્યું છે.
ઈશ્વર પાપી લોકોને પુનઃસ્થાપિત કરે છે અને પોતાની સાથે પાછા જોડે છે.
* જો લોકોને તેમના વતનના દેશમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે તો, તેઓને તે દેશમાં “પાછા લાવવામાં આવ્યા છે” અથવા તો “ તેઓ પાછા આવ્યા છે”.
## અનુવાદ માટેના સૂચનો:
* સંદર્ભ અનુસાર, “પુનઃસ્થાપિત કરવું” નો અનુવાદ “નવીનીકરણ કરવું” અથવા તો “ચૂકવી આપવું” અથવા તો “પાછું આપવું” અથવા તો “સાજું કરવું” અથવા તો “પાછા લાવવું” એ રીતોથી કરી શકાય.
* આ શબ્દની બીજી અભિવ્યક્તિઓ “નવું બનાવવું” અથવા તો “ફરી નવા જેવુ બનાવવું” જેવી થઈ શકે.
* જ્યારે સંપત્તિ “પાછી સોંપવામાં આવે” છે ત્યારે, તે “સમારવામાં આવી છે” અથવા તો “બદલવામાં આવી છે” અથવા તો તેના માલિકને “પાછી આપવામાં આવી છે”.
* સંદર્ભ અનુસાર, “પુનઃસ્થાપના” નો અનુવાદ “નવીનીકરણ” અથવા તો “સાજાપણું” અથવા તો “સમાધાન” તરીકે થઈ શકે.
## બાઇબલના સંદર્ભો:
* [2 રાજા 5:8-10](rc://*/tn/help/2ki/05/08)
* [પ્રેરિતોનાં કૃત્યો 3:21-23](rc://*/tn/help/act/03/21)
* [પ્રેરિતોનાં કૃત્યો 15:15-18](rc://*/tn/help/act/15/15)
* [યશાયા 49:5-6](rc://*/tn/help/isa/49/05)
* [યર્મિયા 15:19-21](rc://*/tn/help/jer/15/19)
* [યર્મિયાનો વિલાપ 5:19-22](rc://*/tn/help/lam/05/19)
* [લેવીય 6:5-7](rc://*/tn/help/lev/06/05)
* [લૂક 19:8-10](rc://*/tn/help/luk/19/08)
* [માથ્થી 12:13-14](rc://*/tn/help/mat/12/13)
* [ગીતશાસ્ત્ર 80:1-3](rc://*/tn/help/psa/080/001)
## શબ્દ માહિતી:
* Strong's: H7725, H7999, H8421, G600, G2675