gu_tw/bible/kt/remnant.md

29 lines
2.8 KiB
Markdown

# શેષ
## વ્યાખ્યા:
“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.
* ઘણીવાર “શેષ” એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ જીવનની જોખમભરી પરિસ્થિતીથી બચી ગયા હોય અથવા તો સતાવણીમાંથી પસાર થતી વખતે ઈશ્વરને વિશ્વાસુ રહ્યા હોય.
* જેઓ બહારના લોકોના હુમલાઓથી બચી જશે અને કનાન દેશમાં વચનની ભૂમિમાં પાછા ફરવા જીવતા રહેશે તેવા યહૂદીઓના જૂથનો ઉલ્લેખ યશાયાએ શેષ કરીકે કર્યો હતો.
* પાઉલ ઈશ્વરે તેમની કૃપા મેળવવા પસંદ કરેલા લોકોના “શેષ” વિષે વાત કરે છે.
* “શેષ” શબ્દ સૂચિત કરે છે કે બીજા લોકો પણ હતા કે જેઓ વિશ્વાસુ રહ્યા નહીં અથવા તો બચ્યા નહીં અથવા તો તેઓને પસંદ કરવામાં આવ્યા નહોતા.
## અનુવાદ માટેના સૂચનો:
* “આ લોકોનો શેષ” એવા શબ્દસમૂહનો અનુવાદ “આ લોકોમાંના બાકીના લોકો” અથવા તો “જે લોકો વિશ્વાસુ રહ્યા તેઓ” અથવા તો “બાકી રહેલા લોકો” તરીકે કરી શકાય.
* “લોકોનો તમામ શેષ” નો અનુવાદ “બાકીના બધા જ લોકો” અથવા તો “બાકી રહેલા લોકો” તરીકે કરી શકાય.
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 15:15-18](rc://*/tn/help/act/15/15)
* [આમોસ 9:11-12](rc://*/tn/help/amo/09/11)
* [હઝકિયેલ 6:8-10](rc://*/tn/help/ezk/06/08)
* [ઉત્પત્તિ 45:7-8](rc://*/tn/help/gen/45/07)
* [યશાયા 11:10-11](rc://*/tn/help/isa/11/10)
* [મીખાહ 4:6-8](rc://*/tn/help/mic/04/06)
## શબ્દ માહિતી:
* Strong's: H3498, H3499, H5629, H6413, H7604, H7605, H7611, H8281, H8300, G2640, G3005, G3062