gu_tw/bible/kt/promisedland.md

40 lines
5.0 KiB
Markdown

# વચનનો દેશ
## તથ્યો:
“વચનનો દેશ” શબ્દ ફક્ત બાઇબલની વાર્તાઓમાં જોવા મળે છે અને બાઇબલના શાસ્ત્રભાગોમાં જોવા મળતો નથી.
ઈશ્વરે ઇબ્રાહિમ તથા તેના વંશજોને જે કનાન દેશ આપવાનું વચન આપ્યું હતું તેનો ઉલ્લેખ કરવાની આ એક બીજી રીત છે.
* જ્યારે ઇબ્રામ ઉર શહેરમાં રહેતો હતો ત્યારે, ઈશ્વરે તેને કનાન દેશમાં જઈને રહેવા આજ્ઞા કરી હતી.
તે અને તેના વંશજો એટલે કે ઇઝરાયલીઓ ત્યાં ઘણા વર્ષો સુધી રહ્યા.
* જ્યારે એક ભીષણ દુકાળને કારણે કનાનમાં ખોરાક ખૂટી ગયો ત્યારે ઇઝરાયલીઓએ ઈજીપ્તમાં સ્થળાંતર કર્યું.
* ચારસો વર્ષ બાદ, ઈશ્વરે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા અને તેઓને પાછા કનાન દેશમાં લાવ્યા, એ દેશ કે જે આપવાનું ઈશ્વરે તેઓને વચન આપ્યું હતું.
## અનુવાદ માટેના સૂચનો:
* “વચનનો દેશ” નો અનુવાદ “ઈશ્વરે ઇબ્રાહિમને આપવાનું કહ્યું હતું તે દેશ” અથવા તો “ઈશ્વરે ઇબ્રાહિમને જેનું વચન આપ્યું હતું તે દેશ” અથવા તો “ઈશ્વરે પોતાના લોકોને જેનું વચન આપ્યું હતું તે દેશ” અથવા તો “કનાન દેશ” તરીકે કરી શકાય.
* બાઇબલના શાસ્ત્રભાગોમાં, “ઈશ્વરે જેનું વચન આપ્યું હતું તે દેશ” જેવા રૂપમાં આ શબ્દ જોવા મળે છે.
(આ પણ જૂઓ: [કનાન](../names/canaan.md), [વચન](../kt/promise.md))
## બાઇબલના સંદર્ભો:
* [પુનર્નિયમ 8:1-2](rc://*/tn/help/deu/08/01)
* [હઝકિયેલ 7:26-27](rc://*/tn/help/ezk/07/26)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[12:1](rc://*/tn/help/obs/12/01)__ તેઓ (ઇઝરાયલીઓ) હવે ગુલામો નહોતા અને તેઓ __વચનના દેશમાં__ જઈ રહ્યા હતા!
* __[14:1](rc://*/tn/help/obs/14/01)__ ઈશ્વરે ઇઝરાયલીઓને પોતાના તેઓની સાથેના કરારના ભાગરૂપે જે નિયમો તેઓ ઇચ્છતા હતા કે ઇઝરાયલીઓ પાળે તે જણાવ્યા બાદ, ઈશ્વરે તેઓને સિનાઇ પહાડથી __વચનના દેશ__ તરફ એટલે કે જેને કનાન પણ કહેવાય છે તે તરફ દોરવાનું શરૂ કર્યું.
* __[14:2](rc://*/tn/help/obs/14/02)__ ઈશ્વરે ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબને વચન આપ્યું હતું કે તેઓ તેમના વંશજોને __વચનનો દેશ__ આપશે, પણ હમણાં તો ત્યાં ઘણી લોકજાતિઓ રહેતી હતી.
* __[14:14](rc://*/tn/help/obs/14/14)__ પછી ઈશ્વરે લોકોને ફરીથી __વચનના દેશની__ સરહદ સુધી દોર્યા.
* __[15:2](rc://*/tn/help/obs/15/02)__ ઇઝરાયલીઓને __વચનના દેશમાં__ પ્રવેશવા યર્દન નદી પાર કરવાની હતી.
* __[15:12](rc://*/tn/help/obs/15/12)__ આ યુદ્ધ પછી, ઈશ્વરે ઇઝરાયલના દરેક કુળને __વચનના દેશનો__ તેમનો પોતાનો ભાગ આપ્યો.
* __[20:9](rc://*/tn/help/obs/20/09)__ જ્યારે ઈશ્વરના લોકોને __વચનનો દેશ__ છોડવા ફરજ પાડવામાં આવી તે સમયગાળાને દેશનિકાલ કહેવામાં આવે છે.
## શબ્દ માહિતી:
* Strong's: H776, H3068, H3423, H5159, H5414, H7650