gu_tw/bible/kt/promise.md

5.0 KiB
Raw Permalink Blame History

વચન, વચન આપવું

વ્યાખ્યા:

જ્યારે ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાય ત્યારે "વચન" શબ્દ વ્યક્તિના કૃત્યનો ઉલ્લેખ કરે છે એમ દર્શાવી કે તેણે જે કહ્યું છે તે પૂર્ણ કરવા પોતાને જવાબદાર માનતો હોય તે રીતે તે કશુંક કરશે. જ્યારે નામ તરીકે ઉપયોગમાં લેવાય ત્યારે "વચન" શબ્દ એ બાબતનો ઉલ્લેખ કરે છે જે કરવાને વ્યક્તિ પોતાને જવાબદાર માને છે.

  • બાઈબલ એવા ઘણા વચનોનો હેવાલ આપે છે જે ઈશ્વરે પોતાના લોકોને આપ્યાં છે.
  • વચનો, કરારો જેવી ઔપચારિક સમજૂતીઓનો એક મહત્ત્વનો ભાગ છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “વચન” શબ્દનો અનુવાદ “સમર્પણ” અથવા તો “બાયંધરી” અથવા તો “ખાતરી” તરીકે કરી શકાય.
  • “કશું કરવાનું વચન આપવું” તેનો અનુવાદ “કોઈ વ્યક્તિને ખાતરી કરાવવી કે તમે કશું કરશો જ” અથવા તો “કશું કરવાનું સમર્પણ કરવું” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: કરાર, સમ, પ્રતિજ્ઞા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 3:15 ઈશ્વરે કહ્યું, “જો કે લોકો તેમના બાળપણથી જ પાપી હોય છે તે છતાં હું વચન આપું છું કે લોકો જે દુષ્ટ બાબતો કરે છે તે કારણે હું ભૂમિને કદાપિ શ્રાપ નહીં આપું, કે પૂર લાવીને દુનિયાનો નાશ નહીં કરું.”
  • 3:16 ત્યાર બાદ પોતાના વચનની નિશાની તરીકે ઈશ્વરે પ્રથમ મેઘધનુષ રચ્યું. મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.
  • 4:8 ઈશ્વરે ઇબ્રામ સાથે વાત કરી અને ફરીથી વચન આપ્યું કે તેને એક પુત્ર થશે અને તેના સંતાનો આકાશમાંના તારાઓ જેટલાં થશે. ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.
  • 5:4 “તારી પત્ની સારાયને એક પુત્ર થશે તે વચનનો પુત્ર હશે.”
  • 8:15 કરારના જે વચનો ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યાં તેઓને બાદમાં ઇસહાકને, પછી યાકૂબને અને પછી યાકૂબના બારા પુત્રોને તથા તેઓના કુટુંબોને આપવામાં આવ્યાં.
  • 17:14 જો કે દાઉદ ઈશ્વર પ્રત્યે અવિશ્વાસુ હતો તો પણ ઈશ્વર પોતાના વચનો પ્રત્યે હજુ પણ વિશ્વાસુ હતા.
  • 50:1 ઈસુએ વચન આપ્યું કે જગતના અંતે તેઓ પાછા આવશે. જો કે તેઓ હજું પાછા આવ્યા નથી, તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

  • Strong's: H559, H562, H1696, H8569, G1843, G1860, G1861, G1862, G3670, G4279