gu_tw/bible/kt/pray.md

41 lines
6.2 KiB
Markdown

# પ્રાર્થના કરવી, પ્રાર્થના, પ્રાર્થનાઓ, પ્રાર્થના કરી
## વ્યાખ્યા:
“પ્રાર્થના કરવી” અને “પ્રાર્થના” શબ્દો ઈશ્વર સાથે વાત કરવાનો ઉલ્લેખ કરે છે. જે લોકો જૂઠા દેવો સાથે વાત કરવા પ્રયાસ કરે છે તેઓનો ઉલ્લેખ કરવા પણ આ શબ્દોનો ઉપયોગ કરાયો છે.
* લોકો ઈશ્વર સાથે પોતાના વિચારોમાં વાત કરતા શાંત રીતે પ્રાર્થના કરી શકે છે અથવા તો ઈશ્વર સાથે પોતાના અવાજથી વાત કરતા મોટેથી પ્રાર્થના કરી શકે છે. જેમ દાઉદે ગીતશાસ્ત્રના પુસ્તકમાં તેની પ્રાર્થનાઓ લખી છે તેમ, કેટલીક વાર પ્રાર્થનાઓને લખવામાં આવે છે.
* પ્રાર્થનામાં ઈશ્વર પાસે દયા માંગવી, કોઈ પ્રશ્ન વિષે મદદ માંગવી અને નિર્ણયો કરવા માટે બુધ્ધિ માંગવાનો સમાવેશ થઈ શકે છે.
* મોટાભાગે લોકો જેઓ બીમાર છે તેઓને સાજા કરવા કે જેઓને બીજી બાબતોમાં મદદની જરૂર છે તેના માટે ઈશ્વર પાસે માંગે છે.
* જ્યારે લોકો ઈશ્વરને પ્રાર્થના કરે છે ત્યારે તેઓ તેમનો આભાર માને છે અને સ્તુતિ પણ કરે છે.
* પ્રાર્થનામાં ઈશ્વર સમક્ષ આપણાં પાપો કબૂલ કરવા તથા તેઓ આપણને માફ કરે તે માંગવુ, તેનો સમાવેશ થાય છે.
* ઈશ્વર સાથે વાત કરવાની બાબતને કેટલીક વાર તેઓ સાથે “સંગત કરવી” એવું કહેવામાં આવે છે જ્યારે આપણો આત્મા આપણી લાગણીઓને પ્રગટ કરતા તથા તેમની હાજરીનો આનંદ માણતા તેમના આત્મા સાથે વાતચીત કરે છે.
* આ શબ્દનો અનુવાદ “ઈશ્વર સાથે વાત કરવી” અથવા તો “ઈશ્વર સાથે વાર્તાલાપ કરવો” તરીકે કરી શકાય. આ શબ્દનો અનુવાદ જે પ્રાર્થના શાંત રીતે કરવામાં આવે છે તેનો સમાવેશ કરતો હોવો જોઈએ.
(આ જૂઓ: [જૂઠો દેવ](../kt/falsegod.md), [માફ કરવું](../kt/forgive.md), [સ્તુતિ કરવી](../other/praise.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 થેસ્સલોનિકી 3:8-10](rc://*/tn/help/1th/03/08)
* [પ્રેરિતોનાં કૃત્યો 8:24](rc://*/tn/help/act/08/24)
* [પ્રેરિતોનાં કૃત્યો 14:23-26](rc://*/tn/help/act/14/23)
* [ક્લોસ્સી 4:2-4](rc://*/tn/help/col/04/02)
* [યોહાન 17:9-11](rc://*/tn/help/jhn/17/09)
* [લૂક 11:1](rc://*/tn/help/luk/11/01)
* [માથ્થી 5:43-45](rc://*/tn/help/mat/05/43)
* [માથ્થી 14:22-24](rc://*/tn/help/mat/14/22)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* **[6:5](rc://*/tn/help/obs/06/05)** ઈસહાકે રિબકા માટે **પ્રાર્થના** કરી અને તે જોડિયા બાળકો સાથે ગર્ભવતી થાય તેવા આશીર્વાદ ઈશ્વરે રિબકાને આપ્યા.
* **[13:12](rc://*/tn/help/obs/13/12)** પણ મૂસાએ તેઓ માટે **પ્રાર્થના** કરી અને ઈશ્વરે તેની **પ્રાર્થના** સાંભળીને તેઓનો નાશ કર્યો નહીં.
* **[19:8](rc://*/tn/help/obs/19/08)** પછી બઆલના પ્રબોધકોએ બઆલને **પ્રાર્થના** કરી કે, “ઓ બઆલ, અમારું સાંભળ!”
* **[21:7](rc://*/tn/help/obs/21/07)** યાજકોએ પણ લોકો માટે ઈશ્વરને **પ્રાર્થના** કરી.
* **[38:11](rc://*/tn/help/obs/38/11)** ઈસુએ પોતાના શિષ્યોને **પ્રાર્થના** કરવા કહ્યું કે જેથી તેઓ પરીક્ષણમાં ન પડે.
* **[43:13](rc://*/tn/help/obs/43/13)** શિષ્યોએ સતત પ્રેરિતોનું શિક્ષણ સાંભળવાનું ચાલુ રાખ્યું, સાથે સમય ગાળ્યો, સાથે ખાધું અને એકબીજા સાથે **પ્રાર્થના** કરી.
* **[49:18](rc://*/tn/help/obs/49/18)** ઈશ્વર તમને **પ્રાર્થના** કરવા, તેમના વચનનો અભ્યાસ કરવા, બીજા ખ્રિસ્તીઓ સાથે મળીને તેમની સ્તુતિ કરવા તથા તેઓએ તમારા માટે જે કર્યું છે તે બીજાઓને કહેવા, જણાવે છે.
## શબ્દ માહિતી:
* Strong's: H559, H577, H1156, H2470, H3863, H3908, H4994, H6279, H6293, H6419, H6739, H7592, H7878, H7879, H7881, H8034, H8605, G154, G1162, G1189, G1783, G2065, G2171, G2172, G3870, G4335, G4336