gu_tw/bible/kt/passover.md

45 lines
5.4 KiB
Markdown

# પાસ્ખા, પાસ્ખાપર્વ
## તથ્યો:
ઈશ્વરે કેવી રીતે તેઓના પૂર્વજોને એટલે કે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની યાદગીરીમાં યહૂદીઓ દર વર્ષે જે ધાર્મિક પર્વ મનાવતા હતા તેનું નામ “પાસ્ખાપર્વ” છે.
* આ પર્વનું નામ એ હકીકત પર આધારિત છે કે જ્યારે ઈશ્વરે ઈજીપ્તના લોકોના પ્રથમજનિત પુત્રોનો સંહાર કર્યો ત્યારે તેમણે ઇઝરાયલીઓના ઘરોને ટાળ્યા અને તેઓના પુત્રોનો સંહાર કર્યો નહિ.
* પાસ્ખાપર્વની ઉજવણીમાં એક સંપૂર્ણ હલવાન (ઘેટું) કે જેને હલાલ કરીને તથા શેકીને અને ખમીર વગરની રોટલીનું તૈયાર કરેલું ખાસ ભોજન કરવામાં આવતું હતું.
આ ખોરાક તેમને તે ભોજનની યાદ અપાવતો હતો કે જેને ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી છૂટકારો પામ્યા તેની આગલી રાત્રે ખાધું હતું.
* કેવી રીતે ઈશ્વરે તેઓના ઘરોને “ટાળ્યા” અને તેઓને ઈજીપ્તની ગુલામીમથી મુક્ત કર્યા તેને યાદ કરવા અને તેનો ઉત્સવ મનાવવા ઈશ્વરે ઇઝરાયલીઓને આ ભોજન દર વર્ષે ખાવા કહ્યું હતું.
## અનુવાદ માટેના સૂચનો:
* “પાસ્ખાપર્વ” શબ્દનો અનુવાદ “પસાર થવું” અને “ઉપરથી” એ બંને શબ્દોને જોડીને અથવા તો આવો અર્થ ધરાવતા બીજા શબ્દોને જોડવા દ્વારા કરી શકાય.
* આ પર્વના નામ માટે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તે શબ્દો દૂતે ઇઝરાયલીઓના ઘરોને ટાળવામાં અને તેઓના પુત્રોને બચાવવામાં જે કર્યું તેની સાથે સ્પષ્ટ રીતે જોડાયેલા હોય તો તે મદદરૂપ થશે.
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 5:6-8](rc://*/tn/help/1co/05/06)
* [2 કાળવૃતાંત 30:13-15](rc://*/tn/help/2ch/30/13)
* [2 રાજા 23:21-23](rc://*/tn/help/2ki/23/21)
* [પુનર્નિયમ 16:1-2](rc://*/tn/help/deu/16/01)
* [નિર્ગમન 12:26-28](rc://*/tn/help/exo/12/26)
* [એઝરા 6:21-22](rc://*/tn/help/ezr/06/21)
* [યોહાન 13:1-2](rc://*/tn/help/jhn/13/01)
* [યહોશુઆ 5:10-11](rc://*/tn/help/jos/05/10)
* [લેવીય 23:4-6](rc://*/tn/help/lev/23/04)
* [ગણના 9:1-3](rc://*/tn/help/num/09/01)
## બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
* __[12:14](rc://*/tn/help/obs/12/14)__ ઈશ્વરે દર વર્ષે __પાસ્ખાપર્વ__ પાળવા દ્વારા ઇઝરાયલીઓને ઈશ્વરનો ઈજિપ્તના લોકો પરનો વિજય અને ઇઝરાયલીઓનો ગુલામીમાંથી છૂટકારો યાદ રાખવા આજ્ઞા આપી.
* __[38:1](rc://*/tn/help/obs/38/01)__ યહૂદીઓ દર વર્ષે __પાસ્ખાપર્વ__ પાળતા. ઘણી સદીઓ અગાઉ કેવી રીતે ઈશ્વરે તેઓના પૂર્વજોને ઈજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની આ ઉજવણી હતી.
* __[38:4](rc://*/tn/help/obs/38/04)__ ઈસુએ પોતાના શિષ્યો સાથે __પાસ્ખાપર્વ__ મનાવ્યું.
* __[48:9](rc://*/tn/help/obs/48/09)__ જ્યારે ઈશ્વરે રક્ત જોયું ત્યારે, તેમણે તેઓના ઘરોને ટાળ્યા અને તેઓના પ્રથમજનિત પુત્રોનો સંહાર કર્યો નહીં. આ ઘટનાને __પાસ્ખાપર્વ__ કહેવામાં આવે છે.
* __[48:10](rc://*/tn/help/obs/48/10)__ ઈસુ આપણું __પાસ્ખાપર્વનું__ હલવાન છે.
તેઓ સંપૂર્ણ અને પાપરહિત હતા અને તેમને __પાસ્ખાપર્વની__ ઉજવણી દરમ્યાન મારી નાખવામાં આવ્યા હતા.
## શબ્દ માહિતી:
* Strong's: H6453, G3957