gu_tw/bible/kt/name.md

37 lines
5.0 KiB
Markdown

# નામ, નામો, નામ પાડ્યું
## વ્યાખ્યા:
"નામ" શબ્દ એ તે શબ્દને દર્શાવે છે જેના દ્વારા કોઈ વ્યક્તિ અથવા વસ્તુને સંબોધી શકાય. બાઇબલમાં, જો કે “નામ” શબ્દનો ઉપયોગ વિવિધ રીતે થયો છે જે વિવિધ ખ્યાલોને સૂચિત કરે છે.
* અમુક સંદર્ભોમાં, “નામ” એક વ્યક્તિની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરી શકે છે, જેમ કે “ચાલો આપણે આપણા માટે નામના મેળવીએ”.
* “નામ” શબ્દ કોઈ બાબતની યાદનો ઉલ્લેખ પણ કરી શકે છે. ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી હવે પછી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.
* “ઈશ્વરના નામમાં બોલવાનો” અર્થ તેમના સામર્થ્ય અને અધિકારથી બોલવું અથવા તો તેમના પ્રતિનિધિ તરીકે બોલવું થાય છે.
* કોઈક વ્યક્તિનું “નામ” તેના આખા વ્યક્તિત્વનો ઉલ્લેખ કરી શકે છે, જેમ કે “જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી.” (આ પણ જૂઓ: [લક્ષણાલંકાર](rc://*/ta/man/translate/figs-metonymy))
## અનુવાદ માટેના સૂચનો:
* “તેનું સારું નામ” એ અભિવ્યક્તિનો અનુવાદ “તેની સારી પ્રતિષ્ઠા” તરીકે કરી શકાય છે.
* કોઈ વ્યક્તિના “નામમાં” કશુંક કરવાનો અનુવાદ તે વ્યક્તિના “અધિકારથી” અથવા તો “પરવાનગીથી” અથવા તો “તેના પ્રતિનિધિ તરીકે કરવું” એમ કરી શકાય છે.
* “આપણા માટે નામના મેળવવી” અભિવ્યક્તિનો અનુવાદ “ઘણાં લોકો આપણા વિષે જાણે તેવું કરવું” અથવા તો “લોકો આપણા માટે વિચારે કે આપણે અગત્યના છીએ તેવું કરવું” તરીકે કરી શકાય.
* “તેનું નામ કહેવાવું” અભિવ્યક્તિનો અનુવાદ “નામ પાડવું” અથવા તો “તેને નામ આપવું” તરીકે કરી શકાય.
* “જેઓ તમારા નામને પ્રેમ કરે છે” અભિવ્યક્તિનો અનુવાદ “જેઓ તમને પ્રેમ કરે છે” તરીકે કરી શકાય.
* “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા” અભિવ્યક્તિનો અનુવાદ “મૂર્તિઓનો નાશ કરવો કે જેથી તેઓને યાદ પણ કરવામાં ન આવે” અથવા તો “લોકોને જૂઠા દેવોની આરાધના કરતા રોકવા” અથવા તો “બધી મૂર્તિઓનો સંપૂર્ણપણે નાશ કરવો કે જેથી લોકો તેઓ વિષે વિચારે પણ નહિ” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: [કહેવું](../kt/call.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 યોહાન 2:12-14](rc://*/tn/help/1jn/02/12)
* [2 તિમોથી 2:19-21](rc://*/tn/help/2ti/02/19)
* [પ્રેરિતોના કૃત્યો 4:5-7](rc://*/tn/help/act/04/05)
* [પ્રેરિતોના કૃત્યો 4:11-12](rc://*/tn/help/act/04/11)
* [પ્રેરિતોના કૃત્યો 9:26-27](rc://*/tn/help/act/09/26)
* [ઉત્પત્તિ 12:1-3](rc://*/tn/help/gen/12/01)
* [ઉત્પત્તિ 35:9-10](rc://*/tn/help/gen/35/09)
* [માથ્થી 18:4-6](rc://*/tn/help/mat/18/04)
## શબ્દ માહિતી:
* Strong's: H5344, H7121, H7761, H8034, H8036, G2564, G3686, G3687, G5122