gu_tw/bible/kt/lawofmoses.md

7.8 KiB

નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ

વ્યાખ્યા:

ખૂબ સરળ રીતે, "નિયમ" શબ્દ, એક કાયદો અથવા સૂચના કે જેનું અનુસરણ કરવામાં આવે, તેનો ઉલ્લેખ કરે છે. બાઈબલમાં "નિયમ" શબ્દનો મહદઅંશે ઉપયોગ, એવું દરેક અને સઘળું જે ઈશ્વર ઈચ્છે છે કે તેમના લોકો પાળે અને કરે, તેનો ઉલ્લેખ કરે છે. વિશિષ્ટ શબ્દસમૂહ "મૂસાનો નિયમ" ઈશ્વરે મૂસાને આપેલ આજ્ઞાઓ અને સૂચનાઓ કે જેનું પાલન ઇઝરાયેલીઓ કરે, તેનો ઉલ્લેખ કરે છે.

  • સંદર્ભને આધારે, "નિયમ" નો ઉલ્લેખ થઈ શકે કે:
  • દસ અજ્ઞાઓ જે ઈશ્વરે પથ્થરની પાટી પર ઈઝરાયેલીઓ માટે લખી
  • મુસાને આપવામાં આવેલા સર્વ નિયમો
  • જૂના કરારના પ્રથમ પાંચ પુસ્તકો
  • સમગ્ર જૂનો કરાર (નવા કરારમાં "શાસ્ત્રો/વચનો" તરીકે પણ ઉલ્લેખવામાં આવેલ)
  • ઈશ્વરની સઘળી સૂચનાઓ અને ઈચ્છાઓ
  • "નિયમો અને પ્રબોધકો" શબ્દસમૂહ નવા કરારમાં હિબ્રૂ શાસ્ત્રો/વચનો (અથવા "જૂના કરાર") ના ઉલ્લેખ માટે ઉપયોગમાં લેવાયેલ છે.

અનુવાદ માટેના સૂચનો:

  • "નિયમો" બહુવચનના ઉપયોગ દ્વારા આ શબ્દનો અનુવાદ કરી શકાય, કેમ કે તે ઘણી સૂચનાઓનો ઉલ્લેખ કરે છે.
  • "મુસાનો નિયમ" નું અનુવાદ "નિયમો કે જે ઈશ્વરે મુસાને ઈઝરાયેલીઓ આપવા સારું કહ્યા" એમ કરી શકાય.
  • સંદર્ભને આધારે, "મુસાનો નિયમ" નું અનુવાદ "નિયમ કે જે ઈશ્વરે મુસાને કહ્યા" અથવા "ઈશ્વરના નિયમો કે જે મુસાએ લખ્યા" અથવા "નિયમો કે જે ઈશ્વરે મુસાને ઈઝરાયેલીઓને આપવા સારું કહ્યા" એમ કરી શકાય.
  • "નિયમ/કાયદો/કાનૂન" અથવા ”ઈશ્વરનો નિયમ” અથવા "ઈશ્વરના નિયમો" નું અનુવાદ કરવાની રીતોમાં "ઈશ્વર તરફથી નિયમો" અથવા "ઈશ્વરના હુકમો/આજ્ઞાઓ" અથવા "નિયમો કે જે ઈશ્વરે આપ્યા" અથવા "સઘળું જેનો ઈશ્વર હુકમ કરે છે" અથવા "ઈશ્વરની સઘળી સૂચનાઓ" નો સમાવેશ કરી શકાય.
  • "યહોવાનો નિયમ" શબ્દસમૂહનું અનુવાદ આમ પણ કરી શકાય; "યહોવાના નિયમો" અથવા "નિયમો કે જે યહોવાએ પાળવા કહ્યા" અથવા "યહોવા તરફથી નિયમો" અથવા "યહોવાએ હુકમ કરેલી બાબતો."

(આ પણ જુઓ: સૂચન, મુસા, દસ આજ્ઞાઓ, કાયદેસર, યહોવા)

બાઈબલ સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

  • 13:7 ઈશ્વરે અનુસરવાને માટે બીજા ઘણા કાનુનો અને નિયમો આપ્યા. જો લોકો આ કાનુનોને આધીન થાય તો, ઈશ્વર વચન આપે છે કે તેઓ તેમને આશીર્વાદ આપશે અને તેમનું રક્ષણ કરશે. જો તેઓ ઉલ્લંઘન કરે તો, ઈશ્વર તેઓને શિક્ષા કરશે.
  • 13:9 જે કોઈ ઈશ્વરના કાનુનોનો આજ્ઞાભંગ કરે તો તે મુલાકાત મંડપની સામે વેદી પર ઈશ્વરને માટે બલિદાન તરીકે પ્રાણી લાવતો.
  • 15:13 પછી યહોશુઆએ સિનાઈ ખાતે ઈશ્વરે ઈઝરાયેલીઓ સાથે જે કરાર કર્યો હતો તેને આધીન થવા માટે તેમની જવાબદારીની યાદ અપાવી. લોકોએ ઈશ્વરને વિશ્વાસુ રહેવાનુ અને તેમના કાનુનોને અનુસરવાનું વચન આપ્યું.
  • 16:1 યહોશુઆના મરણ પછી, ઈઝરાયેલીઓ ઈશ્વરને આધીન રહ્યા નહિ અને ઈશ્વરના કાનુનોને આધીન ના રહેતા બાકી રહેલા કનાનીઓને કાઢી મૂક્યા નહિ.
  • 21:5 નવા કરારમાં, ઈશ્વર તેમનો નિયમ લોકોના હ્રદયપટ પર લખશે, લોકો ઈશ્વરને વ્યક્તિગત રીતે ઓળખશે, તેઓ તેમના લોક થશે, અને ઈશ્વર તેઓના પાપ માફ કરશે.
  • 27:1 ઈસુએ જવાબ આપ્યો, "ઈશ્વરના નિયમમાં શું લખેલું છે?"
  • 28:1 ઈસુએ તેને કહ્યું, "તું મને 'સારો કેમ કહે છે?' સારો તો એક જ છે, અને તે ઈશ્વર છે. પરંતુ જો તું અનંતજીવન મેળવવા ઈચ્છે છે તો, ઈશ્વરના નિયમોને આધીન થા."

શબ્દ માહિતી:

  • Strong's: H430, H1881, H1882, H2706, H2710, H3068, H4687, H4872, H4941, H8451, G2316, G3551, G3565