gu_tw/bible/kt/judge.md

56 lines
6.5 KiB
Markdown

# ન્યાયાધીશ, ન્યાયાધીશો, ન્યાય, ચુકાદાઓ
## વ્યાખ્યા:
મોટેભાગે “ન્યાયાધીશ” અથવા “ન્યાય” શબ્દો, કંઈક નૈતિક રીતે સાચું કે ખોટું છે તે વિશે નિર્ણય કરવો તેને દર્શાવે છે.
* મોટેભાગે “દેવનો ન્યાય” કોઈ બાબત અથવા કોઈને પાપી તરીકે દંડ કરવાના તેના નિર્ણયને દર્શાવે છે.
* સામાન્ય રીતે દેવનો ન્યાય લોકોને તેઓના પાપ માટે સજા કરવાનો સમાવેશ કરે છે.
* “ન્યાય” શબ્દનો અર્થ, “દંડ” પણ થઈ શકે છે.
દેવ તેના લોકોને સૂચન કરે છે કે આ રીતે એક બીજાનો ન્યાય ન કરો.
* જયારે જે વ્યક્તિ વચ્ચે તકરાર હોય ત્યારે તેનો બીજો અર્થ, “બે વ્યક્તિ વચ્ચે વહેંચણી કરવી” અથવા “બે વ્યક્તિ વચ્ચે ન્યાય કરવો” એમ થાય છે.
* કેટલાક સંદર્ભોમાં, દેવના “ચુકાદાઓ” તેણે જે નક્કી કર્યા છે તે સાચા અને ન્યાયી હોય છે.
તેઓ તેના આદેશો, નિયમો, અથવા આજ્ઞાઓ સમાન છે.
* “ન્યાય” ને સમજદાર નિર્ણય કરનારની ક્ષમતાને દર્શાવે છે.
વ્યક્તિ કે જેનામાં “ન્યાય” કરવાનો અભાવ હોય છે તેની પાસે સમજદાર નિર્ણયો કરવાનું જ્ઞાન હોતું નથી.
## ભાષાંતરના સૂચનો:
* સંદર્ભ પર આધાર રાખીને, “ન્યાય કરવો” (શબ્દોના) ભાષાંતરમાં, “નિર્ણય કરવો” અથવા “દંડ કરવો” અથવા “સજા કરવી” અથવા “આદેશ આપવો” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
* “ન્યાય” શબ્દનું ભાષાંતર, “સજા” અથવા “નિર્ણય” અથવા “ચુકાદો” અથવા “આદેશ” અથવા “દંડાજ્ઞા” તરીકે કરી શકાય છે.
* કેટલાક સંદર્ભોમાં, “ન્યાયમાં” શબ્દસમૂહનું ભાષાંતર, “ન્યાયના દિવસે” અથવા “એ સમય દરમ્યાન કે જયારે દેવ લોકોનો ન્યાય કરશે” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: [આદેશ](../other/decree.md), [ન્યાયાધીશ](../other/judgeposition.md), [ન્યાયનો દિવસ](../kt/judgmentday.md), [ન્યાયી](../kt/justice.md), [કાયદો](../other/law.md), [નિયમ](../kt/lawofmoses.md))
## બાઈબલની કલમો:
* [1 યોહાન 4:17-18](rc://*/tn/help/1jn/04/17)
* [1 રાજા 3:7-9](rc://*/tn/help/1ki/03/07)
* [પ્રેરિતો 10:42-43](rc://*/tn/help/act/10/42)
* [યશાયા 3:13-15](rc://*/tn/help/isa/03/13)
* [યાકૂબ 2:1-4](rc://*/tn/help/jas/02/01)
* [લૂક 6:37](rc://*/tn/help/luk/06/37)
* [મીખાહ 3:9-11](rc://*/tn/help/mic/03/09)
* [ગીતશાસ્ત્ર 54:1-3](rc://*/tn/help/psa/054/001)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[19:16](rc://*/tn/help/obs/19/16)__ પ્રબોધકોએ લોકોને ચેતવણી આપી કે જો તેઓ ભૂંડું કરવાનું બંધ નહીં કરે અને દેવની આજ્ઞા પાળવાનું ચાલુ નહિ કરે તો, પછી દેવ દોષિત ગણી તેઓનો __ન્યાય__ કરશે, અને તે તેઓને સજા કરશે.
* __[21:8](rc://*/tn/help/obs/21/08)__ રાજા એ કોઈક કે જે રાજ્ય ઉપર રાજ કરે છે અને લોકોનો __ન્યાય__ કરે છે.
મસીહ જે રાજા બનીને આવશે અને તે દાઉદના રાજ્યાસન પર બેસીને સંપૂર્ણ રાજા બનશે. તે આખી દુનિયા પર સદાકાળ માટે રાજ્ય કરશે, અને તે હંમેશા પ્રમાણિકપણે અને સારા નિર્ણયો કરી __ન્યાય__ કરશે.
* __[39:4](rc://*/tn/help/obs/39/04)__ પ્રમુખ યાજકે પોતાના કપડાં ફાડીને ગુસ્સામાં તથા મોટા અવાજે કહ્યું કે, “હવે આપણને બીજા કોઈની સાક્ષીની જરૂર નથી!” તમે તેને કહેતા સાંભળ્યું કે તેણે કહ્યું કે તે દેવનો દીકરો છે. તમારો ન્યાય શું છે?"
* __[50:14](rc://*/tn/help/obs/50/14)__ પણ દેવ દરેકનો જેઓ ઇસુ પર વિશ્વાસ કરતા નથી તેઓનો __ન્યાય__ કરશે.
જ્યાં તેઓ સદાકાળ માટે નરકમાં નાખવામાં આવશે કે ત્યાં તેઓ રડશે અને દાંત પીસશે.
## શબ્દ માહિતી:
* Strong's: H148, H430, H1777, H1778, H1779, H1780, H1781, H1782, H2940, H4055, H4941, H6414, H6415, H6416, H6417, H6419, H6485, H8196, H8199, H8201, G144, G350, G968, G1106, G1252, G1341, G1345, G1348, G1349, G2917, G2919, G2920, G2922, G2923, G4232