gu_tw/bible/kt/innocent.md

45 lines
6.1 KiB
Markdown

# નિર્દોષ
## વ્યાખ્યા:
“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો.
વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.
* જો કોઈ વ્યક્તિએ કંઈ ખોટું કર્યું નથી તો તે આરોપી નિર્દોષ છે.
* ક્યારેક “નિર્દોષ” શબ્દ, લોકો કે જેઓની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે, અને તેને લાયક તે વ્યક્તિઓએ કંઈજ ખોટું કર્યું નથી, જેવા કે દુશ્મનનું લશ્કર કે જેઓ “નિર્દોષ લોકો” ઉપર હુમલો કરે છે.
## ભાષાંતરના સૂચનો:
* મોટાભાગના સંદર્ભોમાં, “નિર્દોષ” શબ્દનું ભાષાંતર, “દોષિત નથી” અથવા “જવાબદાર નથી” અથવા કોઈ બાબત માટે જેના પર “આરોપ નથી” તરીકે કરી શકાય છે.
* જયારે નિર્દોષ લોકોનો સામાન્ય ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર, “જેઓએ કંઈજ ખોટું કર્યું નથી” અથવા “જેઓ દુષ્ટ કરવામાં સામેલ નથી” તરીકે કરી શકાય છે.
* વારંવાર આવતી અભિવ્યક્તિ “નિર્દોષ લોહી” શબ્દનું ભાષાંતર, “લોકો કે જેઓએ મરવા લાયક કંઈ ખોટું કર્યું નથી” તરીકે કરી શકાય છે.
* “નિર્દોષ લોહી રેડવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “નિર્દોષ લોકોને મારી નાખવું” અથવા “એવા લોકોને મારી નાખવા કે જેઓએ મરવા લાયક કંઇપણ કર્યું નથી” તરીકે કરી શકાય છે.
* કોઈને મારી નાખ્યાના સંદર્ભમાં, “(તે)ના લોહીમાં નિર્દોષ” શબ્દોનું ભાષાંતર, “મરણ માટે દોષિત નથી” તરીકે કરી શકાય છે.
* જયારે લોકો ઈસુ વિશેની સુવાર્તા સાંભળે છે પણ તેને સ્વીકારતા નથી તેવા લોકો વિશે વાત કરવામાં આવે છે ત્યારે “(તે)ના લોહી વિશે નિર્દોષ” તે (શબ્દસમૂહ)નું ભાષાંતર, “તેઓ આત્મિક મૃત અવસ્થા છે કે નહિ તે માટે (હું/અમે) જવાબદાર નથી” અથવા “આ સંદેશને તેઓ સ્વીકારે કે નહિ તે માટે (હું/અમે) જવાબદાર નથી” તરીકે કરી શકાય છે.
* જયારે યહૂદાએ કહ્યું, “મેં નિર્દોષ લોહીનો વિશ્વાસઘાત કર્યો છે,” ત્યારે તે કહેતો હતો કે, “મેં એક માણસ જેણે કંઈ ખોટું કર્યું નથી તેનો વિશ્વાસઘાત કર્યો છે” અથવા “હું માણસ કે જે પાપરહિત હતો તેના મરણનું કારણ થયો છું.”
* જયારે પિલાતે ઈસુ વિશે કહ્યું “હું આ નિર્દોષના લોહી વિશે નિર્દોષ છું,” તેનું ભાષાંતર, “આ માણસના મરણ માટે હું જવાબદાર નથી કે જેણે તેને લાયક કંઈ ખોટું કર્યું નથી.”
(આ પણ જુઓ: [દોષ](../kt/guilt.md))
## બાઈબલની કલમો:
* [1 કરિંથી 4:3-4](rc://*/tn/help/1co/04/03)
* [1 શમુએલ 19:4-5](rc://*/tn/help/1sa/19/04)
* [પ્રેરિતો 20:25-27](rc://*/tn/help/act/20/25)
* [નિર્ગમન 23:6-9](rc://*/tn/help/exo/23/06)
* [યર્મિયા 22:17-19](rc://*/tn/help/jer/22/17)
* [અયૂબ 9:21-24](rc://*/tn/help/job/09/21)
* [રોમન 16:17-18](rc://*/tn/help/rom/16/17)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[8:6](rc://*/tn/help/obs/08/06)__ બે વર્ષ પછી, તે __નિર્દોષ__ હોવા છતાં પણ, હજુ યૂસફ જેલમાં હતો.
* __[40:4](rc://*/tn/help/obs/40/04)__ તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પણ બીજાએ કહ્યું, “શું તને દેવનો ભય નથી? આપણે દોષિત છીએ, પરંતુ આ માણસ __નિર્દોષ__ છે.”
* __[40:8](rc://*/tn/help/obs/40/08)__ જયારે સિપાઈ ઈસુની ચોકી કરતા હતો ત્યારે જે બધું થયું તે જોયું, તેણે કહ્યું, “ખરેખર, આ માણસ __નિર્દોષ__ હતો.
તે દેવનો દીકરો હતો”.
## શબ્દ માહિતી:
* Strong's: H2136, H2600, H2643, H5352, H5355, H5356, G121