gu_tw/bible/kt/inherit.md

63 lines
8.3 KiB
Markdown

# વારસો મેળવવો, વારસો, ધરોહર, વારસદાર
## વ્યાખ્યા:
“વારસો મેળવવો” શબ્દ દર્શાવે છે કે માબાપ અથવા બીજીકોઈ વ્યક્તિ સાથેના ખાસ સંબંધને કારણે, અન્ય વ્યક્તિ દ્વારા કંઈક કિંમતી વસ્તુ પ્રાપ્ત કરવી.
જે મેળવેલું છે તે “વારસો” છે.
* ભૌતિક વારસો કે જે કદાચ પૈસા, જમીન, અથવા બીજા પ્રકારની મિલકતના રૂપમાં મેળવવામાં આવે છે.
* આત્મિક વારસો, જેમાં બધું જ જેમકે હાલના જીવનના આશીર્વાદો, તેમજ તેની સાથે અનંતજીવન જે દેવ ઈસુમાં વિશ્વાસ કરવાથી લોકોને આપે છે.
* બાઈબલ પણ કહે છે કે દેવના લોકો તેનો વારસો છે, જેનો અર્થ એમ કે તેઓ તેના છે; તેઓ તેની કિંમતી મિલકત છે.
* દેવે ઈબ્રાહિમ અને તેના વંશજોને વચન આપ્યું કે તેઓ કનાનની ભૂમિનો વારસો પામશે, કે જે સદા માટે તેઓની થશે.
* અહીં રૂપકાત્મક અથવા આત્મિક અર્થમાં જે લોકો દેવના છે તેઓ “જમીનનો વારસો પામશે” તેમ પણ કહેવામાં આવ્યું છે.
આ બાબતનો અર્થ એમકે તેઓ દેવ દ્વારા ભૌતિક અને આત્મિક રીતે આબાદ અને આશીર્વાદિત થશે.
* નવા કરારમાં, દેવે વચન આપ્યું છે કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરશે તેઓને “તારણનો વારસો” અને “અનંતજીવનનો વારસો” મળશે.
તેને “દેવના રાજયના વારસા” તરીકે પણ વ્યક્ત કરવામાં આવ્યું છે.
આ આત્મિક વારસો છે જે સદાકાળ ટકે છે.
* આ શબ્દો માટેના બીજા રૂપકાત્મક અર્થો છે:
* બાઈબલ કહે છે કે જ્ઞાની લોકો “મહિમાનો વારસો” પામશે અને ન્યાયી લોકો “સારી બાબતોનો વારસો” પામશે.
* “વચનોનો વારસો પામવો” તેનો અર્થ સારી બાબતોને પ્રાપ્ત કરવી કે જે દેવે તેના લોકોને આપવાનું વચન આપ્યું છે.
* આ શબ્દને મૂર્ખ અને આજ્ઞા ન માનનારા લોકો કે જેઓ “પવનનો વારસો” અથવા “મૂર્ખાઈનો વારસો” પામનાર છે, તેવા નકારાત્મક અર્થમાં પણ આ (શબ્દને) વાપરવામાં આવ્યો છે.
આ બાબતનો અર્થ એમ કે તેઓને તેઓના પાપી કાર્યોને કારણે સજા અને નકામા જીવનનું પરિણામ પ્રાપ્ત કરશે.
## ભાષાંતરના સૂચનો:
* હંમેશા ધ્યાન રાખો કે લક્ષ ભાષામાં, શબ્દો જેવા કે, વારસો અથવા ઉત્તરાધિકાર પહેલેથી જ હોય તો તેવા શબ્દોનો ઉપયોગ કરો.
* સંદર્ભ પર આધાર રાખીને, “વારસો” શબ્દનું વિવિધ રીતે ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “પ્રાપ્ત” અથવા “ધરાવે છે” અથવા “વારસામાં આવવું” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
* “વારસો” શબ્દના ભાષાંતરમાં, “વચનની ભેટ” અથવા “સુરક્ષિત વારસો” જેવા (શબ્દોનો) સમાવેશ કરી શકાય છે.
* જયારે દેવના લોકોને તેના વારસા તરીકે દર્શાવવામાં આવ્યા છે ત્યારે તેનું ભાષાંતર, “કિંમતી લોકો જે તેના પોતાના છે” તરીકે કરી શકાય છે.
* “વારસદાર” શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ વડે કરી શકાય જેનો અર્થ, “વિશેષાધિકૃત બાળક કે જે પિતાનો વારસો મેળવે છે” અથવા “વ્યક્તિ કે જેને (દેવના) આત્મિક વારસા અથવા આશીર્વાદો માટે પસંદ કરવામાં આવ્યો છે.”
* “ધરોહર” શબ્દનું ભાષાંતર, “દેવ તરફથી આશીર્વાદ” અથવા “વારસાગત આશીર્વાદો” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: [વારસદાર](../other/heir.md), [કનાન](../names/canaan.md), [વચનની ભૂમિ](../kt/promisedland.md))
## બાઈબલની કલમો:
* [1 કરિંથી 6:9-11](rc://*/tn/help/1co/06/09)
* [1 પિતર 1:3-5](rc://*/tn/help/1pe/01/03)
* [2 શમુએલ 21:2-3](rc://*/tn/help/2sa/21/02)
* [પ્રેરિતો 7:4-5](rc://*/tn/help/act/07/04)
* [પુનર્નિયમ 20:16-18](rc://*/tn/help/deu/20/16)
* [ગલાતી 5:19-21](rc://*/tn/help/gal/05/19)
* [ઉત્પત્તિ 15:6-8](rc://*/tn/help/gen/15/06)
* [હિબ્રૂ 9:13-15](rc://*/tn/help/heb/09/13)
* [યર્મિયા 2:7-8](rc://*/tn/help/jer/02/07)
* [લૂક 15:11-12](rc://*/tn/help/luk/15/11)
* [માથ્થી 19:29-30](rc://*/tn/help/mat/19/29)
* [ગીતશાસ્ત્ર 79:1-3](rc://*/tn/help/psa/079/001)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[4:6](rc://*/tn/help/obs/04/06)__ જયારે ઈબ્રાહિમ કનાનમાં પહોંચ્યો ત્યારે દેવે કહ્યું, “તારી આસપાસ નજર નાખીને સઘળું જો. જે તું જુએ છે તે બધી જમીન હું તને અને તારા વંશજોને __વારસા__ તરીકે આપીશ.”
* __[27:1](rc://*/tn/help/obs/27/01)__ એક દિવસે, એક યહૂદી કાયદાનો નિષ્ણાત ઈસુ પાસે તેની પરીક્ષા કરવા આવ્યો, કહ્યું કે, “ગુરુજી, અનંતજીવનનો __વારસો__ પામવા મારે શું કરવું.”
* __[35:3](rc://*/tn/help/obs/35/03)__ “એક માણસ હતો જેને બે દીકરા હતા. નાના દીકરાએ તેના પિતાને કહ્યું, ‘પિતા, હમણાં જ મારે મારો __વારસો__ જોઈએ છે! જેથી પિતાએ તેની મિલકત બે દીકરાઓની વચ્ચે વિભાજીત કરી.”
## શબ્દ માહિતી:
* Strong's: H2490, H2506, H3423, H3425, H4181, H5157, H5159, G2816, G2817, G2819, G2820