gu_tw/bible/kt/humble.md

3.2 KiB

નમ્ર, નમ્ર કરાયેલું, દીનતા/નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી. તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્રતા એ નમ્ર હોવાનો ગુણ છે.

  • ઈશ્વરની આગળ નમ્ર હોવાનો અર્થ, ઈશ્વરની મહાનતા, ડહાપણ, અને સંપૂર્ણતાની સરખામણીમાં પોતાની નબળાઈ અને અપૂર્ણતાને સમજવી.
  • જયારે વ્યક્તિ પોતાને નમ્ર કરે છે, ત્યારે તે પોતાને નિમ્ન મહત્વના દરજ્જામાં મૂકે છે.
  • નમ્રતા એટલે પોતાની જરૂરિયાતો કરતાં બીજાની જરૂરિયાતોની વધારે કાળજી રાખવી.
  • નમ્રતાનો અર્થ, જયારે પોતાના વરદાનો અને ક્ષમતાઓને વિનમ્રતાના વલણથી ઉપયોગમાં લઇ સેવા કરવી.
  • “નમ્ર રહેવું” શબ્દસમૂહનું ભાષાંતર, “ઘમંડી ન રહો” તરીકે કરી શકાય છે.
  • “ઈશ્વરની આગળ સ્વને નમ્ર કરો,”નું ભાષાંતર “ઈશ્વરની મહાનતાને ઓળખી, તેમની ઈચ્છાને આધિન થાઓ” કરી શકાય.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 17:2 દાઉદ એ નમ્ર અને ન્યાયી માણસ હતો કે જેણે ઈશ્વર પર ભરોસો રાખ્યો અને તેમને આધીન રહ્યો.
  • 34:10 “દરેક કે જેઓ અભિમાની છે તેઓને ઈશ્વર નમ્ર કરશે, અને તે જે કોઈ પોતાને નમ્ર કરે છે તેને ઊંચો કરશે.”

શબ્દ માહિતી:

  • Strong's: H1792, H3665, H6031, H6035, H6038, H6041, H6800, H6819, H7511, H7807, H7812, H8213, H8214, H8215, H8217, H8467, G858, G4236, G4239, G4240, G5011, G5012, G5013, G5391