gu_tw/bible/kt/honor.md

35 lines
3.5 KiB
Markdown

# માન, સન્માન
## વ્યાખ્યા:
“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.
* સામાન્ય રીતે સન્માન કોઈ કે જેને ઊંચો હોદ્દો અને મહત્વ છે, જેવા કે રાજા અથવા દેવ.
* દેવે ખ્રિસ્તીઓને બીજાઓને માન આપવાની સૂચના આપી છે.
* બાળકોને તેઓના માતા પિતાને માન આપવાની સૂચના આપવામાં આવી છે કે જેમાં તેઓને આદર અને તેઓની આજ્ઞા પાળવાનો સમાવેશ થાય છે.
* ખાસ કરીને જયારે આ શબ્દો ઈસુને માટે દર્શાવવામાં આવ્યા છે, ત્યારે મોટેભાગે “સન્માન” અને “મહિમા” બંને શબ્દો એકસાથે વાપરવામાં આવ્યા છે.
આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.
* દેવને માન આપવાની રીતોમાં તેનો આભાર અને પ્રશંસા કરવાનો, અને તેની આજ્ઞા પાળીને તેને આદર આપવાનો અને એવી રીતે જીવી દેખાડવું કે તે કેટલો મહાન છે, તેવી (બાબતોનો) સમાવેશ થાય છે.
## ભાષાંતરના સૂચનો:
* “માન” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “આદર” અથવા “સન્માન” અથવા “ઉચ્ચ આદર,” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
* “માન” શબ્દનું ભાષાંતર, “ખાસ આદર દેખાડવો” અથવા “તેની પ્રશંસા થવા દેવી” અથવા “(તેના) માટે ઉચ્ચ આદર દેખાડવો” અથવા “અત્યંત આદર” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: [અપમાન](../other/dishonor.md), [ગૌરવ](../kt/glory.md), [મહિમા](../kt/glory.md), [પ્રશંસા](../other/praise.md))
## બાઈબલની કલમો:
* [1 શમુએલ 2:8](rc://*/tn/help/1sa/02/08)
* [પ્રેરિતો 19:15-17](rc://*/tn/help/act/19/15)
* [યોહાન 4:43-45](rc://*/tn/help/jhn/04/43)
* [યોહાન 12:25-26](rc://*/tn/help/jhn/12/25)
* [માર્ક 6:4-6](rc://*/tn/help/mrk/06/04)
* [માથ્થી 15:4-6](rc://*/tn/help/mat/15/04)
## શબ્દ માહિતી:
* Strong's: H1420, H1921, H1922, H1923, H1926, H1927, H1935, H2082, H2142, H3366, H3367, H3368, H3372, H3373, H3374, H3444, H3513, H3519, H3655, H3678, H5081, H5375, H5457, H6213, H6286, H6437, H6942, H6944, H6965, H7236, H7613, H7812, H8597, H8416, G820, G1391, G1392, G1784, G2151, G2570, G3170, G4411, G4586, G5091, G5092, G5093, G5399