gu_tw/bible/kt/glory.md

62 lines
9.4 KiB
Markdown

# ગૌરવ, તેજસ્વી/સ્તુત્ય, મહિમા કરવો
## વ્યાખ્યા:
“ગૌરવ’ શબ્દનો અર્થ સામાન્ય રીતે ખ્યાલોના એક પરિવાર છે જે સમાવેશ કરે છે, મૂલ્યવાન, માન યોગ્ય, મહત્વતા, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે, તેવા શબ્દો કે શબ્દસમૂહનો. "મહિમા કરવો" શબ્દસમૂહ કોઈકને અથવા કંઈપણને મહિમા દર્શાવે છે, અથવા કોઈક અથવા કશુંક કેટલું મહિમાવાન છે તે જણાવવું.
* બાઈબલમાં "મહિમા" શબ્દ ઈશ્વરનું વર્ણન કરવા વપરાય છે, જેઓ સમગ્ર સૃષ્ટિમાં જે કોઈ અથવા જે કાંઈ છે તેના કરતાં ખૂબ જ મૂલ્યવાન, ખૂબ જ માન યોગ્ય, ખૂબ જ મહત્વના, ખૂબ જ સન્માનપાત્ર, ખૂબ જ વૈભવી અને ખૂબ જ જાજરમાન છે.
* ઈશ્વરે જે અદભુત બાબતો કરી છે તેના વિષે કહીને લોકો ઈશ્વરનો મહિમા કરી શકે છે. ઈશ્વરના સ્વભાવની સમાનતામાં જીવન જીવીને પણ લોકો ઈશ્વરનો મહિમા કરી શકે છે, કારણ કે તેમ કરવાથી લોકો બીજાઓને ઈશ્વરનું મહત્વ, માનયોગ્યતા, માહત્મ્ય, સન્માન, વૈભવ અને  ગૌરવ દર્શાવે છે.
* "માં મહિમાવંત" અભિવ્યક્તિનો અર્થ છે કશાક વિષે અભિમાન કરવું અથવા કશાકમાં અભિમાન લેવું.
**જૂનો કરાર**
જૂના કરારમાં વિશિષ્ટ શબ્દસમૂહ "યહોવાનો મહિમા" સામાન્યપણે કોઈ એક ચોક્કસ સ્થાનમાં યહોવાની હાજરીની કોઈક કલ્પનાશીલ અભિવ્યક્તિનો ઉલ્લેખ કરે છે.
**નવો કરાર**
* ઈસુ કેટલા મહિમાવંત છે તે સઘળા લોકો સમક્ષ સંપૂર્ણત: પ્રગટ કરવા દ્વારા ઈશ્વરપિતા, ઈશ્વરપુત્રને મહિમાવાન કરશે.
* દરેક જે ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે, તેને તેમની (ખ્રિસ્ત) સાથે મહિમાવંત થશે. "મહિમાવંત" શબ્દનો ઉપયોગ એક વિશિષ્ટ અર્થ ધરાવે છે. તેનો અર્થ છે કે જ્યારે ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા લોકોને જીવનમાં ફરીથી ઉઠાડાશે ત્યારે ઈસુ તેમના પુનરુત્થાન પછી પ્રગટ થયા હતા તે સમાન તેઓ શારીરિક રીતે બદલાઈ જશે.
## ભાષાંતરના સૂચનો:
* સંદર્ભ પર આધાર રાખીને, “ગૌરવ” શબ્દ સમાવેશ કરે છે; “ભવ્યતા” અથવા “તેજ” અથવા “વૈભવ” અથવા “શ્રેષ્ઠ મહાનતા” અથવા “અત્યંત મૂલ્યવાન.”
* “તેજસ્વી/સ્તુત્ય” શબ્દનું ભાષાંતર, “સંપૂર્ણ મહિમા” અથવા “અત્યંત મૂલ્યવાન” અથવા “તેજસ્વી રીતે ચમકતું” અથવા “શ્રેષ્ઠ રીતે જાજરમાન” હોઈ શકે છે.
* “ઈશ્વરને મહિમા આપો” અભિવ્યક્તિનું ભાષાંતર, “ઈશ્વરની મહાનતાનું સન્માન કરો” અથવા “તેમના વૈભવને કારણે તેમના વખાણ કરો” અથવા “અન્યોને કહો કે ઈશ્વર કેટલા મહાન છે,” તેમ પણ કરી શકાય છે.
* “(તે)માં મહિમા કરવો” અભિવ્યક્તિનું ભાષાંતર, “વખાણ” અથવા “તેમાં ગર્વ લેવું” અથવા “વિશે બડાઈ કરવી” અથવા “તેમાં આનંદ લેવો” તેમ પણ કરી શકાય છે.
* “મહિમાવાન કરવું” નું ભાષાંતર, “મહિમા આપવો” અથવા “મહિમા લાવવો” અથવા “મહાન દેખાડવો,” તેમ પણ કરી શકાય છે.
* “ઈશ્વરને મહિમાવાન કરવા” શબ્દસમૂહનું ભાષાંતર, “ઈશ્વરની પ્રશંસા કરવી” અથવા “ઈશ્વરની મહાનતા વિશે વાત કરવી” અથવા “દેખાડવું કે ઈશ્વર કેટલા મહાન છે” અથવા “(તેમની આજ્ઞા પાળવા દ્વારા) ઈશ્વરને માન આપવું” તેમ પણ કરી શકાય છે.
* “મહિમાવાન હોવું” શબ્દનું ભાષાંતર, “ખૂબ જ મહાન હોવાનું બતાવવું” અથવા “પ્રશંસા કરવી” અથવા “ઊંચું મનાવવું” તેમ પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: [માન આપવું](../kt/exalt.md), [મહિમા](../kt/majesty.md), [ખૂબ માન આપવું](../kt/exalt.md), [આજ્ઞા પાળવી](../other/obey.md), [પ્રશંસા](../other/praise.md))
## બાઈબલની કલમો:
* [નિર્ગમન 24:16-18](rc://*/tn/help/exo/24/16)
* [ગણના 14:9-10](rc://*/tn/help/num/14/09)
* [યશાયા 35:1-2](rc://*/tn/help/isa/35/01)
* [લૂક 18:42-43](rc://*/tn/help/luk/18/42)
* [લૂક 2:8-9](rc://*/tn/help/luk/02/08)
* [યોહાન 12:27-29](rc://*/tn/help/jhn/12/27)
* [પ્રેરિતો 3:13-14](rc://*/tn/help/act/03/13)
* [પ્રેરિતો 7:1-3](rc://*/tn/help/act/07/01)
* [રોમન 8:16-17](rc://*/tn/help/rom/08/16)
* [1 કરિંથી 6:19-20](rc://*/tn/help/1co/06/19)
* [ફિલિપ્પી 2:14-16](rc://*/tn/help/php/02/14)
* [ફિલિપ્પી 4:18-20](rc://*/tn/help/php/04/18)
* [કલોસ્સી 3:1-4](rc://*/tn/help/col/03/01)
* [1 થેસ્સલોનિકી 2:5-6](rc://*/tn/help/1th/02/05)
* [યાકૂબ 2:1-4](rc://*/tn/help/jas/02/01)
* [1 પિતર 4:15-16](rc://*/tn/help/1pe/04/15)
* [પ્રકટીકરણ 15:3-4](rc://*/tn/help/rev/15/03)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* **[23:7](rc://*/tn/help/obs/23/07)** એકાએક, આકાશો ઈશ્વરની પ્રશંસા કરતાં દૂતોથી ભરાઈ ગયા, એમ કહેતાં કે, "સ્વર્ગમાં ઈશ્વરને **મહિમા** થાઓ અને પૃથ્વી પર જે લોકો પર તેની કૃપા છે તેઓને શાંતિ થાઓ.
* **[25:6](rc://*/tn/help/obs/25/06)** પછી શેતાને ઈસુને જગતના બધા રાજ્યો અને તેઓનો **મહિમા** દેખાડયો અને કહ્યું, જો તું નમીને મારી પૂજા કરીશ તો આ સઘળું હું તને આપીશ.
* **[37:1](rc://*/tn/help/obs/37/01)** જયારે ઈસુએ આ સમાચાર સાંભળ્યા, ત્યારે તેમણે કહ્યું કે, આ બીમારીનો અંત મૃત્યુ નહિ થાય, પણ તે ઈશ્વરના **મહિમા** માટે છે.
* **[37:8](rc://*/tn/help/obs/37/08)** ઈસુએ ઉત્તર આપ્યો, કે શું મેં તમને નહોતું કહ્યું કે જો તમે મારામાં વિશ્વાસ કરશો તો તમે ઈશ્વરનો **મહિમા** જોશો”?
## શબ્દ માહિતી:
* Strong's: H117, H142, H155, H215, H1342, H1921, H1922, H1925, H1926, H1935, H1984, H2892, H3367, H3513, H3519, H3520, H6286, H6643, H7623, H8597, G1391, G1392, G1740, G1741, G2620, G2744, G2745, G2746, G2755, G2811, G4888